Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 377
________________ ૬૮૨ ગીતા દર્શન પુરુષોત્તમ યોગ (૧૫) સંસારને વિચિત્ર વડવૃક્ષની ઉપમા અને એની સાથે વેદજ્ઞાનના હેતુનું વર્ણન (૧) એ વૃક્ષની શાખા કેવી ક્યાં ને કેવી રીતે? (૨) તેનાં આદિ અંત દેખાવા અશકય છે. મધ્ય દેખાય છે. માટે અસંગશસ્ત્રથી તેનું છેદન કરવું એને માટે દઢ સંકલ્પબળ જોઈએ. તે દઢ સંકલ્પના આકારનું વર્ણન (૩-૪), પરંધામ કોણ પામે અને તે કેવું? (પ-૬). પરમાત્મા અને જીવ બન્ને એક જ છે પણ જેમ આખા સફેદ પટ પર એક ખૂણામાં પડેલો ડાઘ વસ્ત્રનો જ અંશ છે, તેમ જીવ તે દષ્ટિએ અવિભકત છતાં વિભકત અંશ છે. એ ભાવનું વર્ણન (૭). જીવ, દેહાંતર કેમ કરે છે? ભોગ શાથી ભોગવે છે? એ વર્ણન (૮૯). સંસ્કારી આત્મા આ સ્વરૂપ જાણે છે, બીજા નહિ (૧૦-૧૧). હું કોણ ? તેની ઓળખાણ આપી શ્રીકૃષ્ણરૂપી શરીરમાં તેમ સૌના શરીરમાં રહેલા આત્માનું વર્ણન કે જેથી અર્જુન, ભ્રમમાં ન પડે ! (૧૨ થી ૧૫). ક્ષર, અક્ષર અને પુરુષોત્તમના ભેદનું વર્ણન અને સર્વભાવે સમર્પણની માગણી (૧૬ થી ૧૯) આટલું જાણે તે ક્તકૃત્ય ગણાય (૨૦). હવે અર્જુનને પોતે આ પદ માટે લાયક છે કે કેમ? એ જાણવાની ઈચ્છા થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં "દેવી સંપત્તિવાળા આસ્તિક છે, મોક્ષ માટે લાયક છે અને આસુરી સંપત્તિમાં તરબોળ રહે ત્યાં લગી નાલાયક છે” આમ હવે "દેવાસુરસંપદ વિભાગયોગ” નામનો અધ્યાય શરૂ થાય છે. દેવાસુરસંપદ્ વિભાગયોગ (૧૬) દૈવી સંપત્તિનાં લક્ષણો (૧ થી ૩). આસુરી સંપત્તિનાં લક્ષણ (૪). દૈવીસંપત્તિથી મોક્ષ અને આસુરી સંપત્તિથી બંધન. એમ કહી અર્જુન દૈવી સંપત્તિમાન છે તેવો દિલાસો આપતું કથન (પ). આસુરી સંપત્તિવાળાની જીવનચર્યાનું વિસ્તારથી વર્ણન અને તેઓ અશુભ યોનિમાં પોતાની મેળે જ પોતાની કર્મ દશાથી જાય છે. તેવું સચોટ કથન. (૬-૨૦). કામ, ક્રોધ ને લોભ એ ત્રણ નરકના દરવાજા છે. માટે તજવા તેવું સૂચન (૨૧) એથી વેગળો રહેવા તલપનાર સાધક આત્મશ્રેય તરફ પ્રવૃત્તિ કરીને પરંગતિ પામે છે તેવું કથન (૨૨). સદૂગુરુ કે અંતરાત્માની પ્રેરણા સ્પષ્ટ ન મળે ત્યાં શાસ્ત્રસહાય જરૂરની છે (૨૩-૨૪). ત્યારે હવે વળી અર્જુનને ગયે વખતે છઠ્ઠા અધ્યાયમાં પ્રશ્ન થયો હતો કે યત્ન ન હોય અને શ્રદ્ધા હોય તો થોડી ઘણી પણ સફળતા તો મળે જ અને માયામાં

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401