________________
૬૭૪
ગીતા દર્શન
અઢારે અધ્યાયોની સંગતિ
અર્જુન વિષાદયોગ (૧)
યુદ્ધ સમાચાર ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે (૧) સંજય જવાબ આપે છે. (૨) બંને સૈન્યનું વર્ણન. (૩-થી-૨૦) અર્જુનને એકાએક ઈચ્છા ઊપજવાથી અર્જુનના રથસારથિ હૃષીકેશે રથ બંને સૈન્યની વચ્ચે ઊભો કર્યો અને અર્જુનનું સૈન્ય નિરીક્ષણ (૨૧ થી ૨૭) એ જોઈને અર્જુનને થયેલો વિષાદ અને વિષાદ થવાનાં એણે રજૂ કરેલાં કારણો (૨૮ થી ૪૨) અને એમ નિરાશ થઈને બેસી જવું., (૪૩) અર્જુનને આવો ખેદ થવામાં ખાસ નવીન કોઈ કારણ ન હતું. એનો યુદ્ધ સંકલ્પ મોહને લીધે શિથિલ થયો હતો એ જ કારણ હોઈને સૌથી પ્રથમ સિદ્ધાંતદષ્ટિ આપવાની જરૂર હોવાથી બીજા અઘ્યાયનું નામ સાંખ્યયોગ ૨ખાયું છે અને એ જ જાતની એમાં નિશ્ચયાત્મક દૃષ્ટિની વિગતો છે.
સાંખ્ય યોગ (૨)
અર્જુનની વ્યાકુળ સ્થિતિ. (૧) શ્રી કૃષ્ણગુરુનો આ સ્થિતિ અયોગ્ય છે એમ બતાવતો અર્જુનને સચોટ અને પ્રેરક જવાબ (૨-૩) અર્જુનની યુદ્ધ ન કરવા માટેની દલીલો અને છેવટે શ્રીકૃષ્ણને ગુરુ તરીકેનું સ્થાપન (૪-૮). સંજય કથન. (૯-૧૦) શ્રીકૃષ્ણ ગુરુની આત્મસિદ્ધાંતની દૃષ્ટિની અર્જુનનો કેસ તોડનારી સચોટ દલીલો (૧૧ થી ૩૦) અર્જુનના સ્વધર્મની દૃષ્ટિએ તથા લૌકિક દૃષ્ટિએ પણ યુદ્ધ કરવું જોઈએ, પણ યુદ્ધજન્ય પાપ ન લાગે તે માટે પ્રથમ સમતા સાધવી જોઈએ તે કથન (૩૧ થી ૩૮) સમતા યોગ માટે નિશ્ચયની જરૂર અને એ યોગની સર્વકાળે ફતેહનું કથન (૩૯ થી ૪૧). વેદોકત કર્મકાંડ ત્રિગુણ વિષયક છે. માટે તારે તેથી પર થવું જોઈએ એવું કથન (૪૨ થી ૪૬) કર્મ ફલ હેતુ ત્યાગ કર્મ રહિત દશા ત્યાગ એ યોગનું રહસ્યસૂત્ર (૪૭). સમતાયોગ પ્રથમ જોઈએ, પછી યોગનું બીજું પાસું કર્મકૌશલ જોઈએ. શ્રુતિથી ગુંચવાયેલી બુદ્ધિ, મોહરૂપી મેલ પેલે પાર જાય ત્યારે બુદ્ધિ નિશ્ચય થાય એ કથન (૪૮ થી ૫૩). સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો શાં? એ અર્જુનનો પ્રશ્ન (૫૪). સ્થિતપ્રજ્ઞનનું અનેક પ્રકારે વર્ણન (૫૫ થી ૬૮). જાગતા મુનિનું લક્ષણ (૬૯). કામકામી શાંતિ કેમ ન પામે ? તેવર્ણન (૭૦). સ્પૃહા, મમતા અને અહંકારના ત્યાગથી મળતી શાંતિ (૭૧), એ સ્થિતિમાં ન