Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 374
________________ ઉપસંહાર ૬૭૯ ભમે છે. (૧૩ થી ૨૧). પુરુષાર્થ કરવો એટલે પણ આત્મા માટે જ પ્રવૃત્તિ કરવી; એથી આજીવિકા તો ચાલે જ છે (૨૨). આ વાત લોકો નથી સમજતા એટલે બીજા દેવને ભજે છે (૨૩ થી ૨૫). મને તો ભક્તિ વહાલી છે, પાપી પણ શુદ્ધહૃદય કરીને ભકિત કરે તો તરે (૨૬ થી ૩૩). માટે મારામાં યુકત થવું એ પણ યોગ જ છે. અર્જન, સ્થળ વૈભવ, દેવીવિભૂતિ કે બીજા કશામાં ન લોભાય માટે હવે વિભૂતિ યોગ કહે છે. એ બધું આત્મા આગળ તુચ્છ છે એમ સિદ્ધ કરે છે. વિભૂતિ યોગ (૧૦) ભૂતોના સારામાઠા ભાવ આત્માના યોગે જ ઊઠે છે; એટલે યોગનું અને વિભૂતિનું મૂળ પણ આત્મા છે. (૧-૧૧) અર્જુનને એ બધું ગળે ઊતરે છે એટલે જાતે સ્વીકારીને હવે દિવ્ય વિભૂતિનું વર્ણન કહેવા પ્રાર્થે છે (૧૨-૧૮). શ્રીકૃષ્ણમુખે દિવ્યવિભૂતિનું અદ્ભુત વર્ણન (૧૯-૪૨). આટલું સાંભળ્યા પછી અર્જુનનો લૌકિકમોહ ખરી જાય છે, જગતસ્વરૂપ બહુ અંશે કલ્પનાથી સમજાય છે, પણ તે આ બધું જો નજરે જોવાતું હોય તો જોવા ઈચ્છે છે. એટલે હવે તેનું સાક્ષાત્ દર્શન કરાવાયું છે માટે આવતા અધ્યાયનું નામ વિશ્વરૂપ દર્શન યોગ છે. વિશ્વરૂપ દર્શન યોગ (૧૧) અર્જુનનો સ્વાનુભવ અને ઈચ્છા (૧ થી ૪). અર્જુનને શ્રીકૃષ્ણગુરુમાં રહેલું ખરું સ્વરૂપદર્શન થાય તે માટે આપેલી દિવ્યદષ્ટિ (પ થી ૮), અર્જુનને શું જોયું અને એથી એને શી અસર થઈ, તે વિષે સંજયનું કથન અને અર્જુનનું સંવેદન; તથા છેવટની ઈચ્છાનું સંજય મુખથી પ્રકાશન (૯ થી ૩૫). અર્જુનની મંગલ પ્રાર્થના અને માફી વિષે કથન (૩૬ થી ૪૬). શ્રીકૃષ્ણગુરુનો દિલાસો અને કથન (૪૭ થી ૪૯). આમ કહી વાસુદેવે સામ્યરૂપ બતાવ્યું એવું સંજય કથન (પ૦). અનન્ય ભક્તિથી આ સ્વરૂપ સતત પામી શકાય” તેવું શ્રીકૃષ્ણમુખનું કથન (૫૧ થી ૫૪). એટલે હવે મારે સૌમ્યરૂપ ગુરુભાવે શ્રીકૃષ્ણની ઉપાસના કરવી કે અગાઉ દીઠું તેવા વિશ્વરૂપ દર્શનની-અવ્યકત-આત્માની-? આ સવાલ અર્જુનને થયો. તેથી બારમો ભક્તિયોગ નામનો અધ્યાય હવે શરૂ થાય છે.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401