Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 372
________________ ઉપસંહાર ક૭૭ હવે આત્મા જ ખરેખર હોય તો તેમાં જોડાવા માટે શું કરવું? એ સવાલના ઉત્તરમાં હવે આત્મસંયમયોગ નામનો અધ્યાય શરૂ થાય છે. તેમાં આત્માને પ્રાપ્ત કરવાની વિવિધ સાધનાઓ બતાવી છે. આત્મસંયમ યોગ (૬) કર્મફલની દષ્ટિનો આશ્રય છોડી કર્તવ્ય કરે તે જ સંન્યાસી, તે જ યોગી (૧) આમ જોતાં યોગીને પણ સંકલ્પસંન્યાસની જરૂર છે (૨), શરૂઆતમાં કર્મની શુદ્ધિ પણ જોવી, અને તે આત્મલક્ષી સિદ્ધાંતની કસોટીએ. પછી તો આપોઆપ સહેજે શુદ્ધ કર્મો જ કરાય છે. (૩) યોગારૂઢનું લક્ષણ (૪) આત્મા જ આત્માનું ભલું બૂરું કરે છે. માટે આત્માને આત્માથી જિતવો (પ-૬). દષ્ટિની સમતા સાધવી અને એકાંતે આસન સ્થિર કરી આત્મ વિશુદ્ધિ અર્થે યોગ આદરવો. એમ કરતાં આત્મામાં ઊડી રહેલી શાંતિ મળશે (૭ થી ૧પ). યોગનું ટૂંકું લક્ષણ : યુકતપણું ખરું પણ અતિપણું નહિ (૭-૧૬). યોગીનાં લક્ષણો અને પ્રકારો તેથી મળતું અતીન્દ્રિય સુખ વગેરે વર્ણન (૧૮-૩૨). મારું મન ચંચળ છે તો આપે કહેલો સાંખ્યયોગ કેમ સધાશે? એવો અર્જુનનો સવાલ (૩૩-૩૪), એનો ઉપાય સંયમ એટલે કે અભ્યાસ અને વૈરાગ્યની બે પાસાં વાળી જોડી (૩૫-૩૬). સાધકમાં શ્રદ્ધા હોય પણ યત્ન ન હોય તો એનું શું થાય? એ અર્જુનનો સવાલ (૩૭ થી ૩૯). એ સવાલનો જવાબ (૪૦ થી ૪૭). અર્જુન આવી દર્શાવેલી કઠિન સાધનાઓ ન કરી શકે છતાં એને એનો વિકાસ કરવો હોય તો શ્રીકૃષ્ણરૂપી શરીરમાં રહેલો આત્મા પણ એ જ રૂપે છે, એવું વિધાન કરવા માટે હવે જગતના સર્વપ્રાણીઓમાં કાર્ય કરી રહેલું ચેતન અને પોતામાં રહેલું ચેતને એ જુદું નથી;માટે એક દષ્ટિએ જગત અને જીવન સાથે સંબંધ છે. એવું દર્શાવવાનો વખત આવી ગયો માટે હવે આ અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાનની વાત કહેવાય છે. જ્ઞાન વિજ્ઞાનયોગ (૭) તારી પ્રીતિ છે તો મારામાં યોગ રાખ તોપણ વાંધો નથી (૧). આત્મા અને પ્રકૃતિ વચ્ચેનો સંબંઘ (૨ થી ૭). વિશ્વની પ્રત્યેક ચીજમાં કામ કરી રહેલું તેજ (૮ થી ૧૨). માયાને લીધે આ વાત આ આસુરી પ્રકૃતિવાળાને સમજાતી નથી પણ તું તો દૈવી સંપત્તિવાળો છે એટલે સમજાશે. એવું અર્જુનને ગર્ભિત સૂચન (૧૩ થી ૧૫). આત્માને ભજનારા આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાનીમાં

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401