________________
ઉપસંહાર
૭૫
મોહાવાથી મરણકાળે મળતું બ્રહ્મનિર્વાણ . (૭૨)
આ અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ જરૂરી હતું. માટે જ થયું, પરંતુ એ નિરૂપણથી અર્જુનને પ્રશ્ન ઊઠયો કે તો પછી મને યુદ્ધ માર્ગે ગુરુદેવ શાથી પ્રેરે છે? એના જવાબમાં કર્મ કરવાં જ જોઈએ. એ વિષયનું ત્રીજા અધ્યાયમાં વિશેષ નિરૂપણ હોવાથી એનું નામ કર્મયોગ છે.
કર્મચોગ (૩) અર્જુનનો પ્રશ્ન (૧-૨) કર્મનું અનેક પ્રકારે નિરૂપણ અને એનો સૃષ્ટિ સાથે અને બ્રહ્મ સાથે સંબંધ એ ન કરે તેનું જીવ્યું નિષ્ફળ એવું સૂચન(૨ થી ૧૬). જ્ઞાનીએ પણ કર્મ કરવાં ઘટે અને તેઓ અનાસક્તિથી કરે જ છે (૧૭ થી ૨૬). પ્રકૃતિના ગુણોથી કર્મ કરાય છે છતાં અહંકારથી દેહી આસકત બને છે, જ્ઞાની આસકત થતો નથી માટે મારામાં કર્મ સમર્પીને તું યુદ્ધ કર એવું અર્જુનને સૂચન (૨૭ થી ૩૦). ઉપલી વાતને અનુસરે તેની મુકિત; ન અનુસરે તેનો નાશ (૩૧-૩૨). જ્ઞાની પણ સ્વધર્મ બજાવે છે, તેમાં જ શ્રેય છે. (૩૩ થી ૩૫).
હવે અર્જુનને પ્રશ્ન થાય છે કે જો પ્રકૃતિની પ્રેરણા શુભ જ હોય અને આત્માનું મૂળસ્વરૂપ શુદ્ધ છે તો માણસ પાપ કેમ આચરવા પ્રેરાય છે ? (૩૬). એના જવાબમાં રાગના મૂળરૂપ કામ, ક્રોધ અને એને હણવાની પ્રેરણા (૩૭ થી ૪૭).
આ વાત અર્જુનને નવી લાગતી હતી એટલે કર્મ અને જ્ઞાન વચ્ચેનો ભેદ કેવો અને કેટલો છે તે બતાવતો ચોથો અધ્યાય કહેવામાં આવે છે; એથી એનું નામ જ્ઞાનકર્મસંન્યાસયોગ છે.
જ્ઞાનકર્મસંન્યાસ યોગ (૪) આ વાત નવી નથી પણ જૂની છે, પણ ઘસાઈ ગઈ છે. એટલે તને ભક્ત તથા મિત્ર જાણીને ફરી કહું છું એવું શ્રીકૃષ્ણ કથન. (૧-૩) તમે તો હમણાંનાં છો, એવી અર્જુનની શંકા (૪). આત્મદષ્ટિએ નહિ, દેહદષ્ટિએ શ્રીકૃષ્ણરૂપે હમણાંનો આટલું જે જાણે તે અપુનર્જન્મા થાય (પ થી ૯). ઘણી રીતે લોકો મારે એટલે આત્માને માર્ગે જાય (૧૦). આત્મલક્ષ્ય ન ચૂકતાં જેઓ જે રીતે ભજે તેને તેવું ફળ (૧૧-૧૨). કર્મફળની સ્પૃહા ન હોય તેને કર્મ ન ચોટે (૧૩ થી ૧૫). જો કે કર્મની કાર્યાકાર્યતા પારખવી કઠણ છે. છતાં બ્રહ્મરૂપી યજ્ઞને અર્થે કર્મ કરવાં. તો કર્મથી બ્રહ્મ મળે (૧૪ થી ૨૪) અનેક પ્રકારનાં કર્મોનું અને એની પ્રસાદીનું વર્ણન