Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 364
________________ ઉપસંહાર ૬૬૯ "અર્જુને પ્રકૃતિ ઘડતરની વાત જાણી લીધી. જૂના પ્રકૃતિ ઘડતરને બદલી શકાય છે. પણ તે પ્રકૃતિની સામે જઈને નહિ; પરંતુ પુરુષની સમીપ જઈને ! જેમ પાણીનો પ્રવાહ ઘસીને આવતો હોય ત્યારે સામે ઘસવા કરતાં ત્રાંસા જઈને કળાપૂર્વક કાંઠે પહોંચવું જોઈએ,સાધકમાં આવી દક્ષતા ભારે જરૂરની છે.” આટલું સમજ્યા પછી અર્જુન બોલ્યો : "ગુરુદેવ! આપ પૂરેપૂરા સમર્થ છો. આપે મને આત્માની વિવિધ દશા અને વિભૂતિઓ બતાવી ભારે ઉપકાર કર્યો. અત્યંત ગુહ્ય આધ્યાત્મ જ્ઞાનની, સમજ પાડી. તેમાંય કર્મનું તત્ત્વજ્ઞાન સાંભળીને મારાં હૃદયદ્વાર ઊઘડી ગયાં. જગત સાથે આપણું જીવન ઓતપ્રોત છે, માટે તેમાંથી બચવા માટે આવી પડેલું કર્તવ્ય છોડી નાસી જવું એ ખરે જ હૃદયની નિર્બળતા છે. સમતાથી નિપટાવી પ્રસન્ન રહેવું જોઈએ. એમ કરવાથી સમાજ વ્યવસ્થા પણ જળવાય છે અને આત્મસ્થિરતા પણ જળવાય છે. આથી સામાજિક વાતાવરણ ચોખ્ખું રહી સાધકની સાધનામાં વેગ મળે છે. કદરૂપા દેશકાળ પણ સુંદર બને છે. આ રીતે જોતાં ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમ બન્ને સાપેક્ષ બની જાય છે. પરિસ્થિતિ કે સંયોગોનું બળ અલબત્તમ કરે છે પરંતુ એની સામે પણ સાધનાનિષ્ઠ પુરુષ ટકી રહે છે, એટલું જ નહિ; બબ્બે પરિસ્થિતિ અને સંયોગો એવા પુરુષનાં દાસ બની રહે છે.” જો ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યલક્ષનો યોગ રાખી પોતાનાં શકિત અને મર્યાદા વિવેકપૂર્વક સમજીને વર્તે અને નવાં કર્મબંધન ન બંધાય તેવી નમ્રતા તથા અનાસકિત રાખી શકે તો જનક વિદેહીના આદર્શ જનાર પણ મોક્ષ પામી શકે અને ત્યાગાશ્રમમાં ગયા છતાં જો અનાસકિતનું ધ્યેય ન હોય તો એ ત્યાગ પોલો થઈને પતન કરે અને નિયતકર્મનો સંન્યાસ કરાય તો તે તામસી ત્યાગ જ થાય. ત્યાગનું ધ્યેય પણ અનાસકિત જ છે. કેટલાક સાધકો માટે તે સાધનરૂપે ઉત્તમ છે. જ્યારે કેટલાકને તો ગૃહસ્થાશ્રમની શાળામાં જ પ્રથમ ટીચાવું પડે છે. એકંદરે આંતરિક ત્યાગ તો બન્નેમાં જોઈએ, આ કસોટીએ ચડતાં હું તામસી ત્યાગમાં જતાં જતાં બચી ગયો છું. એ આપની જ કૃપનું ફળ છે, એ ઉપકાર હું જીવનભર નહિ ભૂલું. આપના ખરા પ્રભાવને નહિ જાણતાં મેં મિત્રપ્રણયે કરીને કે હાંસી મશ્કરીમાં અપમાન કર્યું છે. કૃપાનાથ ! તે ક્ષમા કરજો.” હવે હું છેલ્લા બે પ્રશ્ન પૂછી લઉ (૧) કર્મનું મૂળ શું? (૨) પ્રકૃતિના ગુણોમાં કયો શ્રેષ્ઠ ? આ પૂછવાનું કારણ એ કે આપ તો જ્ઞાનદ્વારા નિયત કર્મને સમજી

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401