Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 366
________________ ઉપસંહાર ૭૧ પવિત્ર છે જ. ત્યારે દૂષિત કોણ ? દૂષિત મેં અગાઉ કહ્યો છે. કામ-ક્રોધ-ગુણની આસકિતને લીધે જ જન્મ મરણાદિ સંસારચક્ર ચાલે છે. માટે પ્રભવપ્રલયથી છૂટવું હોય તો પ્રથમ સત્ત્વગુણને ટેકો આપવો. આમ સત્ત્વગુણ વૃદ્ધિ પામે તો રજોગુણ અને તમોગુણને તે હરાવીને તેમનું જીર નબળું પાડે છે. આવે વખતે દૈવી સંપત્તિ જન્મે છે, દૈવી સંપત્તિની વિરુદ્ધની સંપત્તિ તે આસુરી સંપત્તિ.” કુંતિપુત્ર ! નિર્ભયતા, શુદ્ધ ભાવના, વ્યવસ્થા, દાન, ઈન્દ્રિય, સંયમ, ધર્મમયપુરુષાર્થ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડીચુગલીના અભાવ, જીવદયા, અલોલુપીપણું, કોમળતા, કુદરતી શરમ, અચપલતા, પ્રભાવ, ક્ષમા, ધૃતિ, પવિત્રતા, અદ્રોહ, અતિ અભિમાનનો અભાવ, એ દેવી સંપત્તિનાં લક્ષણો છે. અને દંભદર્પણ, અતિમાન, ક્રોધ, કઠોરપણું, અજ્ઞાન, એ આસુરી સંપત્તિનાં લક્ષણો છે. તું દૈવી સંપત્તિ પામી ચૂકયો છો એટલે ગભરાવા જેવું નથી. પરંતુ તારે હજુ આગળ જવાનું છે. સાત્ત્વિક ગુણની માયા પણ છેવટે તો તજવાની જ છે. માટે તારી સામે ત્રણ આદર્શ છે. (૧) ગુણાતીતનો (૨) જ્ઞાનીનો (૩) ભકતનો. જોકે ત્રણેનો સમન્વય જ હું તારામાં ઈચ્છું છું પણ છતાં તને મુખ્ય મુખ્ય વિશેષતા તેમની કહું; બાકીનાં લક્ષણો તો એક યા બીજા પ્રકારે સરખાં જ છે. સમતાયગનું મૂળ પણ ત્રણેમાં સરખું હોય છે અને એકાંતિક સુખમય મોક્ષરૂપી ધ્યેય પણ ત્રણેનું સરખું છે. પણ ગુણાતીતમાં આટલી વિશેષતા છે : ઉદાસીન પરે રે'તો, ન ડગે જે ગુણોથકી; છો ગુલો વર્તતા એમ, જે રહે સ્થિર ના ડગે. (૧૪-૨૩) આથી તેવો ગુણાતીત વિશ્વનો પ્રત્યક્ષ ઉપકારી છે. સ્થિતપ્રજ્ઞમાં આ વિશેષતા છેઃ મનોગત બધી ઈચ્છ, પાર્થ જ્યારે તજી દીએ; આત્મસંતુષ્ટ આત્માથી, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ છે. (૨.૫૫) પ્રસન્નતા થકી એન, સર્વ દુઃખો ટળી જતાં, પ્રસન્નચિત્તવાળ, બુદ્ધિ શીધ્ર થતી સ્થિર. (૨.૬૫) જે નિશા સર્વ ભૂતો જાગતો સંયમી તહીં; જેમાં જાગે ભૂતો તે તો, પેખતા મુનિની નિશા. (૨.૬૯)

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401