________________
૫૧૮
ગીતા દર્શન
તેમ શરીરના જઠરમાં પણ તે તેજ છે જ. અને જ્ઞાન, સ્મૃતિ આદિ મનુષ્ય અંતઃકરણમાં સૂક્ષ્મ તત્ત્વો પણ એ તેજને લીધે છે. વેદ, વેદાંત સૌનું લક્ષ્ય પણ એ
જ છે.
મેં તને અગાઉ જે વાત આઠમા અધ્યાયમાં કરી તે વિષે વધુ ખુલાસો કરું. કર્મસંગી જીવમાં બે તત્ત્વ છે: ક્ષર અને અક્ષર. તેના કરતાં સર્વોત્તમ પરંપુરુષ એ જ પરમાત્મા છે. ઈશ્વર શબ્દ તો જેમ પરબ્રહ્મને લાગુ પડે છે, તેમ જીવને પણ લાગુ પડે છે. માટે અહીં હું ખાસ નિર્લેપ પરંબ્રહ્મને માટે પરમાત્મા શબ્દ વાપરું છું.
વળી જેમ પરબ્રહ્મને અક્ષર કહેવાય છે, તેમ જીવને પણ અક્ષર કહેવાય છે. એટલે પરમાત્મા એથી સાવ નિર્લેપ છે.
લોકો તથા વેદો જેને પરમાત્મા કહે છે, તે ત્રણે લોકોનો ભર્તા છે છતાં નિર્લેપ છે. મારું પણ ખરું સ્વરૂપ તે જ છે.
જે નિર્મોહી આ રીતે મને જાણે તે જ સર્વજ્ઞ, સર્વવેત્તા અને સંપૂર્ણ ભાવે મને ભજનારો, એમ હું કહું. ભલે પછી એ ગમે તે રીતે મને ભજે ! ભજવાના પ્રકાર પરત્વે મારો કશો આગ્રહ નથી
તું નિષ્પાપી છો, માટે આવા જ્ઞાનને યોગ્ય હોઈ મેં આ રહસ્યજ્ઞાન તને કહ્યું
આ રહસ્યજ્ઞાનનો જેને જરા પણ સ્પર્શ થાય તેને સમભાવવાળું જ્ઞાન અને તકૃત્યતા આપોઆપ પ્રગટે છે.”