________________
૫૪૪
ગીતા દર્શન
પ્રકૃતિગત ખાસિયતોથી છૂટીને પરંમાં શ્રદ્ધા સ્થાપવા માટે ફલાકાંક્ષા' તજીને જ ધાર્મિક કે વ્યાવહારિક ક્રિયા કરવી અને એ જ શ્રદ્ધામય જ્ઞાન મોક્ષ અપાવે છે, એમ સિદ્ધ કરવામાં આવ્યું છે.
આ રીતે જેમ યજ્ઞપ્રકરણમાં સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન, તપ ઈન્દ્રિય સંયમ આદિને યજ્ઞ બતાવ્યા હતા, અને યજ્ઞાર્થ કર્મ સાથે બ્રહ્મનો સમન્વય કર્યો હતો, તેમ અહીં શ્રદ્ધામય બ્રહ્મ” બતાવી બ્રહ્મ અર્થે કરાતાં કર્મમાત્ર સત્' છે અને સ' શબ્દ એ બ્રહ્મનો જ નિર્દેશ કરે છે, માટે શાસ્ત્રવિધિ, શ્રદ્ધા, કર્મ, એમ બધું અંતે તો એક જ છે – માત્ર દૃષ્ટિ આત્મા ભણી હોવી જોઈએ. આટલું કહી હવે વિગતવાર એ કથન જોવા માટે આ અધ્યાય ભણી વળીએ:
सप्तदशोऽध्यायः અધ્યાય સત્તરમો
अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः । तेषां निष्ठा तु का कृष्ण ! सत्त्वमाहो रजस्तमः ।।१।।
અર્જુન બોલ્યા : શાસ્ત્રવિધિ તજી જેઓ, શ્રદ્ધાયુકત યજે ભલા; તેમની કૃષ્ણ ! શી નિષ્ઠા ! સત્ત્વ કે રજ કે તમ? ૧ હે શ્રીકૃષ્ણ ! જેઓ શાસ્ત્રવિધિ ભણી ન જોતાં, શ્રદ્ધાથી યુકત થયા થકા પૂજાદિ કર્યા કરે, તેમની નિષ્ઠા કેવી ગણાય? સાત્ત્વિક, રાજસિક કે તામસી? (અથવા તેમનામાં પ્રકૃતિના ગુણો પૈકી ક્યો માનવો ? સત્ત્વ રજ કે તમ?
નોંધ : નિષ્ઠાનો અર્થ અહીં ગતિ, સ્થિતિ અગર આશય લેવો યોગ્ય છે. અથવા તો પ્રકૃતિ પ્રમાણે માણસ પૂજ્ય પાત્ર શોધે છે, એ પરત્વે અર્જુનને આ સવાલ થયો હોય તો ત્યાં નિષ્ઠાનો અર્થ ગુણ લેવો જોઈએ.
શાસ્ત્રવિધિનો અર્થ હજુ લગી અર્જુન તો વાણીનો શિષ્ટાચાર જ સમજે છે. હવે શાસ્ત્રવિધિનો ખરો અર્થ શ્રીકૃષ્ણજી એમને સમજવશે.
મતલબ કે શ્રદ્ધાથી જોડાયેલાના વજનમાં ક્યો ગુણ ગણવો? આમ જ એ સીધો સવાલ પૂછે છે, અને જો સત્ત્વગુણ જવાબ મળે તો સત્ત્વગુણદ્વારા આગળ વધી, છેવટે