Book Title: Jain Drushtie Gita Darshan Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 355
________________ ૬૨૮ ગીતા દર્શન અને ઉપાધ્યાયોનું સ્થાન વધુ મહત્ત્વનું એટલા ખાતર જ છે કે તેઓ જ્ઞાનાધ્યાનમાં મસ્ત રહે છે અને બીજાં સુપાત્રોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ (સત્તરમાં અધ્યાયમાં કહ્યા મુજબ) તપાસી વિવેકપૂર્વક અમૃત પીરસે છે. આ રીતે આત્મકલ્યાણ કરતા થકા વિશ્વકલ્યાણ પ્રત્યક્ષ રીતે પણ કરે છે. એવા જ્ઞાન, ભકિત અને સત્કર્મનો સમન્વય જીવનચર્યામાં સાધનાર મહાયોગી કરતાં પ્રભુપ્રિય બીજો કોણ હોય ? અથવા આજે ભવિષ્યમાં પણ કોઈ હોઈ શકે ? શ્રીકૃષ્ણગુરુએ એ વાકયથી પ્રબળ ખાતરી આપી દીધી. - હવે તેઓ આ જ્ઞાન પરંપરાને ચાલુ રાખવાનું પણ અર્જુનને ગર્ભિત સૂચન કરે છે કે જેથી અર્જુનનો દેહ લય પામે તોપણ ગીતાજ્ઞાન તો જળવાઈ જ રહે ! અને એ ગર્ભિત સૂચનના પરિણામે આજે હે પાઠક ! આપણે આ ગીતાજ્ઞાનામૃત પી રહ્યા છીએ. કેવી વિશ્વકલ્યાણની એ શ્રીકૃષ્ણગુરુની ઝંખના ! ગીતા જેવો અપૂર્વ ગ્રંથ આપીને વિશ્વ પર કેવો અનુગ્રહ કર્યો છે ! એના સંકલનાકાર શ્રીવ્યાસજીને કોટિશઃ ધન્યવાદ આપ્યા વિના કયો પાઠક રહી શકશે? શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે : अध्येष्यते च य इमं धर्म्य संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः [][૭૦] श्रद्धावाननसूयश्चअणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभाँल्लाकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् ||७१।। તેમ જ ભણશે જે આ, ઘર્મ સંવાદ આપણો; “જ્ઞાનયજ્ઞ વડે તેણે, મને પૂજ્યો હું માનીશ. ૭૦ અદોષદષ્ટિ-શ્રદ્ધાળુ, સાંભળશેય જે ન૨; તેય મુકિત; જશે પુણ્ય કર્મોના શુભ લોકમાં. ૭૧ (હે અર્જુન ! ) મેં ઉપર કહ્યું તે રીતે તું એકલપેટો ન થતાં બીજા સુપાત્રોને સંભળાવીશ અને તે વળી બીજાને સંભળાવશે. આમ એ ઉપદેશની પરંપરા ચાલશે, એટલે એ લખાણમાં લખાશે પણ ખરો. એટલે એનું અધ્યયન પણ લોકો કરશે. એના અધ્યયન કરનાર તથા સાંભળનારનું ફળ પણ તને હું કહી દઉં છું, * ગીતા જી યજ્ઞનું ખરું રહસ્ય શકે છે. બધા યજ્ઞો કરતાં એમણે જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ બતાવ્યો છે. (૪-૩૩) ધૂળયજ્ઞને ગૌણ પદ આપ્યું છે, અને તેને પણ અનાસકતભાવે અને દાન, શ્રદ્ધા આદિ સદ્ગુણોની ખિલવણીની દષ્ટિએ સ્થાન છે. બાકી, ઈન્દ્રિયસંયમરૂપી દ્રવ્યયજ્ઞ કરતાં તો ચૂળયજ્ઞ ઊતરતી કોટિનો છે જ.

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401