________________
અધ્યાય સોળમો
૫૩૯
તું સરળ છે, અર્જુન ! તને થોડો એમનો ખ્યાલ આપે.
દ્રષ્ટિ અને માન્યતાના પાયા ઉપર જીવનમંદિરનું ચણતર થાય છે. એટલા સારુ આસ્તિક ભાવ અત્યંત જરૂરી છે. પરંતુ તેઓના આસ્તિક ભાવનો છેદ જ ઊડી ગયો છે, એટલે એમને હું નષ્ટાત્મા' તરીકે જ ઓળખાવું છું. ખરી બુદ્ધિ હોતી જ નથી, છતાં એમની ડંફાસો જગત કરતાં ય જાણે જબરી હોય ને! એવી ખતરનાક હોય છે.
તેઓની માન્યતા એવી છે કે, આ સૃષ્ટિ પાછળ આત્મા કે કર્મ એવી કોઈ ચીજ જ નથી. માત્ર જેમ બેચાર તત્ત્વોના મિશ્રણમાંથી એક વિલક્ષણ વસ્તુ જન્મે છે, તેમ આ સૃષ્ટિ ઊપજી છે. જડ સિવાય બીજી કોઈ ચેતન વસ્તુ જ નથી. પરમાણુઓના પુંજથી શરીર બન્યું છે, તેમજ તેમાં કાર્ય કરતી વૃત્તિ બની છે. એટલે જેમ આહાર-વિહાર કુદરતી થાય છે, તેમ કામભોગની પિપાસા પણ કુદરતી છે. માટે એ હેતુ પાર પાડવો જોઈએ. જગતમાં મારે તેની તલાવર” છે. એટલે સત્તા મેળવવી જોઈએ અને અર્થ મેળવવો જોઈએ, કે જેથી કશાય નિયંત્રણ વિના કામપોષણ કરી શકાય.”
કુરુશ્રેષ્ઠ ! તું સમજી ગયો હોઈશ જ કે દૃષ્ટિની ભૂલ એના જીવનમાંથી પવિત્રતા અને વ્યવહારમાં સદાચારનો છેદ ઉડાડે છે.
અહાહા ! જડવાદ કેટલો ભયંકર છે!
ભારત ! એવા આસુરી લોકોની પ્રવૃત્તિનો પાર નથી હોતો, પણ જ્યાં પ્રવૃત્તિ ન ઘટે, ત્યાં જ એમની પ્રવૃત્તિ હોય છે અને જ્યાં પ્રવૃત્તિ ઘટે ત્યાં નિવૃત્તિ તેઓ સેવતા હોય છે. જગતજીવનના તો તે વૈરી છે, અને તેથી આત્માના-પોતાના પણ
વૈરી છે.
કદાગ્રહ, જૂઠ, કાવાદાવા, અન્યાય, પાખંડ, મિથ્યાભિમાન, આપબડાઈ, જાતપ્રશંસા, એ જ એમના જીવનક્ષેત્રના અખાડાઓ છે.
‘આને માર્યો ને આને મારીશ, આ ધનને મારું કર્યું અને આ ધનને માર કરી લઈશ. આ ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે આ પૂરી કરવાનો –' આવી શેખી એ જ એમનો વ્યવસાય હોય છે.
'હું પૈસાદાર છું, મોભાદાર છું, ધર્મસંપ્રદાયોમાં પણ મારું માન છે, મારે ત્યાં લોકો માગવા આવે છે, હું સમર્થ છું. આ કરતાં સિદ્ધિ, સુખ, ભોગ કે બળ બીજું કયું