________________
૪૩૦
ગીતા દર્શન વળી કોઈ ચૂરેચૂરા થયેલાં માથાંઓની સાથે (એ મોંમાં) દેખાય છે. અહા ! જેમ નદીઓ તથા પાણીના વેગવંતા પ્રવાહો સમુદ્ર ભણી ઘૂસી જાય છે, તેમ આ તમારા બળતા મોઢામાં આ મૃત્યુલોકના વીરો પણ પ્રવેશે છે.
રે (મને તો લાગે છે, જેમ ઝળહળતી જ્યોતમાં વિનાશ અર્થે પતંગિયા મહાવેગથી પડતાં હોય છે તેમ તેવા વેગે આ લોકો પણ વિનાશ અર્થે તમારા મુખમાં પ્રવેશતા હોય ! એમ) દેખાય છે.
(અને તમારું ઉગ્ર તેજ જોઈને તો હું આભો અને વ્યાકુળ બની ગયો છું.) ચારે કોરથી સમગ્ર લોકોને કોળિયા કરતો (છતાં જાણે ધરાતો જ ન હો તેમ તું) જાજ્વલ્યમાન મોંથી ચાટી રહ્યો છે. તે વિષ્ણો ! આ આખું જગત તારા તેજથી છલકાઈ ગયું છે. એવું દેખાય છે કે જાણે) તારું ઉગ્ર તેજ આખા જગતને તપાવી ન રહ્યું હોય !
(અરે ઉગ્રરૂપી ! ખરેખર પ્રેમમૂર્તિ કષ્ણ તું જ છો? ના; મને તો કોઈ બીજું જ રૂપ દેખાય છે, માટે જ કહું છું.) હે ઉગ્રરૂપી ! બોલ, તું કોણ છે?હે દેવવર ! તારી રૌદ્ર મૂર્તિ મારાથી નથી દેખી તી. અને તારી પૂર્વની દિવ્ય સૌમ્યમૂર્તિ મને સાંભરે છે ત્યારે નમી પડું છું. તો)તું પ્રસન્ન થા. (પ્રથમ તો મને એ જણાવ કે તું છે કોણ? હે આધ, તને ઓળખવા ઈચ્છું છું.) કારણ કે અભુત અને રૌદ્ર એવાં બે રૂપો તે કેમ કર્યા? હું (આમ કરવા પાછળ) તારી પ્રવૃત્તિ (હેતુ શો છે તે) કહી શક્તો નથી.
નોંધઃ અહીં વિષ્ણુ સંબોધન અને દેવવર સંબોધન અર્જુનમુખે વપરાયું છે તે આપણે જોયું. વિષ્ણુસ્વરૂપ એ રક્ષણકર્તા સ્વરૂપ છે. છતાં પ્રથમ જે અદ્ભુત સ્વરૂપ અર્જુને જોયું, તે અત્યારે નહોતું. અર્જુને વિભૂતિયોગ”માં સાંભળ્યું તો હતું જ કે કાલઃ કલયતામહમ્” જે મૃત્યુને કાંઠે પહોંચ્યો છે, તેનો હું કાળ છું. પણ જ્યારે પ્રત્યક્ષ જોયું, ત્યારે એની આંખ ઊઘડી ગઈ. જોકે હજુ એ આશય તો ન જ કળી શકયો કે મને પોતાની દિવ્ય દષ્ટિથી આ રૂપ બતાવી શું કહેવા માગે છે? તેથી જ તે ખૂબ બી ગયો, વ્યાકુળ બની ગયો. અને હવે જ એને સમજાયું કે હું હજુ ખરે જ મૃત્યુના ભયને જીતી શક્યો નથી, નહિ તો ડરવાનું શું પ્રયોજન? પરંતુ ખરી જ વાત છે. કલ્પના એ એક ચીજ છે, અને અનુભવ એ કોઈ ઔર ચીજ છે.
સાધક તો આ પરથી એટલું જ સમજે કે – (૧) સૌમ્ય કે અદ્ભુતપણાની પાછળ જો મોહાયા તો એની બીજી બાજુમાં રૌદ્ર કે ભયંકરપણું ઊભું જ છે. ચૂડેલનું મુખ જોઈ મોહાયો કે એના વાંસાની ક્રૂરતામાં