________________
૪૮૮
ગીતા દર્શન અને આ જ્ઞાનનો આશ્રય લઈને (જેઓ) મારી સધર્મત (મારી સાથે સધર્મીપણું પામેલા (તે) સર્ગમાં (સૃષ્ટિમાં અથવા ઉત્પત્તિકાળમાં) ય ઊપજતા નથી અને પ્રલય (પ્રલયકાળ)માં વ્યથા પણ પામતા નથી.
નોંધ : સાતમા અધ્યાયમાં ગીતાકારે શ્રીકૃષ્ણમુખે અર્જુનને ઉદ્દેશીને એમ કહેવડાવેલું કે હું તને એવું જ્ઞાન બતાવીશ કે જે જાણ્યા પછી બીજું જાણવાનું બાકી નહિ રહે.'
નવમા અધ્યાયમાં વળી હું તને વિજ્ઞાન સહિત એવું ગુહ્યજ્ઞાન કહીશ કે જે જાણી અશુભથી તું છૂટી જઈશ. (જૈનદ્રષ્ટિએ કહીએ તો તું સમકિત પામીશ.) અહીં ચૌદમા અધ્યાયમાં તો વળી ‘સર્વ જ્ઞાનોમાં પણ ઉત્તમ અને પર એવું જ્ઞાન હું કહીશ કે જે જાણીને (૧) મુનિઓ પગતિ એટલે કે મોક્ષ પામશે; અને (૨) જેઓ એ જ્ઞાનનો આશ્રય લઈને શ્રીકૃષ્ણદેહમાં રહેલા અંતર્યામીની સધર્મતા એટલે એના જેવી સ્થિતિ પામશે, તેમને સૃષ્ટિના સર્ગ કે પ્રલય વ્યથા નહિ ઉપજાવે !” આમ શ્રીકૃષ્ણમુખે કહેવડાવ્યું.
ગીતાના આ વચનમાંથી બે ભાવ નીકળે છે. (૧) સંસારનો આંતરિક અને બાહ્ય ત્યાગ કરનારા વર્ગને જ્ઞાન, ધ્યાન દ્વારા મુકિત. અને (૨) અને જ્ઞાનનું અવલંબન લેનારા તેમજ ફળની લાલસા છોડી કર્મયોગને-પ્રવૃત્તિમાર્ગનેસ્વીકારનારા યોગી ભકતોને ભકિતદ્વારા મુકિત. ઘડીભર માની લો કે બીજા વર્ગનો મોક્ષ પ્રથમના વર્ગ કરતાં મોડો થાય, તો પણ તેમને જિંદગીમાં જ મુકિત મળી ગઈ હોય છે. કારણ કે સમભાવને લીધે સર્ગ-પ્રલયનાં દુઃખ એને નડતાં જ નથી. મારું સાયુજ્ય* તે પામે છે. એમ કહીને મુકિતની સર્વોપરિ દશા એને મળે છે. તેમ ગીતાકારે શ્રીકૃષ્ણ મુખે કહેવડાવ્યું. એ પરથી બીજા વર્ગના વલણમાં ગીતાકારનો ઝોક સિદ્ધ થાય છે, અને તે યોગ્ય જ છે.
પ્રથમના વર્ગ કરતાં બીજો વર્ગ જ આત્માનું અને જગતનું પ્રત્યક્ષ પ્રેરણા આપી-કલ્યાણ કરી શકે છે.
વૈદિક પરિભાષામાં (૧) શુદ્ધ, (૨) સિદ્ધિ, અને (૩) મુકિત, એમ ત્રણ ભૂમિકાઓ છે. અને મુકિતના (૧) સાલોકય (૨) સામીપ્ય (૩) સારૂપ્ય, તથા (૪) સાયુજ્ય એમ ચાર પ્રકાર છે.
જૈનદૃષ્ટિએ ઉપલી ત્રણ ભૂમિકાઓને (૧) સમકિત, (૨) ક્ષપક-શ્રેણી અને * મુકિત ચાર પ્રકારની કહેવાય છે. (૧) સાલોકય-એટલે દૂરથી દેખી શકાય એવી. (૨) સામીપ્ય-એટલે નજીકની. (૩) સારૂખ-એટલે તન્મય, અને વધારે ચોખવટથી. (૪) સાયુજ્ય-અટલે જોડાણવાળી.