Book Title: Jain Dharma Chintan Author(s): Dalsukh Malvania, Ratilal D Desai Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 9
________________ . પૂણુ જૈન-બૌદ્ધ દાર્શનિક ગ્રંથાનું સંપાદન પણ કર્યું છે. તેને લીધે તેમની વિદ્યાકીતિ કલકત્તા અને બિહાર જેવા વિદ્વત્પ્રધાન પ્રદેશામાં અને વિશ્વવિદ્યાલયેામાં પણ વિસ્તરી છે. છેલ્લાં પાંચેક વર્ષ થયાં તે અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામક સંસ્થાના મુખ્ય સંચાલક (ડિરેક્ટર) તરીકે નિયુક્ત છે, અને તેમની આસપાસ એ સંસ્થામાં વિદ્વાન અને સુવિદ્વાનનું એક નાનકડુ શું તેજોમ`ડળ પણ રચાયું છે. શ્રી દલસુખભાઈ જન્મે ઝાલાવાડના; ધમે સ્થાનકવાસી; પશુએમની જન્મસિદ્ધુ સરળતા અને તીક્ષ્ણ દૃષ્ટિએ એમને પંચાતીત અનાવ્યા છે. તેએ જેટલા પ્રમાણમાં જૈન સાહિત્ય આદિનું પરિશીલન કરતા રહ્યા છે, તેટલા જ પ્રમાણમાં બૌદ્ધ અને કેટલીક વૈદિક પર પરાનું પણ પરિશીલન કરતા આવ્યા છે. તેએ સ ંસ્કૃત, પાલિ, પાકૃત, ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી આદિ ભારતીય ભાષાઓમાં લખાયેલ પ્રાચીન અને નવીન વાડ્મયનું સતત અવગાહન કરતા રહ્યા છે. એ વાઙમયમાં અનેક વિષયેા અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં પણ એમણે અપાર સાહિત્ય વાંચ્યું છે, અને હૂજી પણ તેમનો તે યજ્ઞ અખંડપણે ચાલે છે. આને લીધે મારા જેવાને જ્યારે જ્યારે શાસ્ત્રીય વિષયે કે રેફરન્સેસ વિષે જિજ્ઞાસા થાય ત્યારે ત્યારે શ્રી દલસુખભાઈનું વિશાળ વાચન અને તેમની સ્મૃતિ એક વિશ્વકાષની ગરજ સારે છે. વિદ્યાવ્યાસ ંગની તેમની તપસ્યા કેવી રીતે ચાલે છે, એ તે તેમના સીધા પરિચયમાં આવનાર જ ખરી રીતે જાણી શકે. હું મારા. તરફથી એટલું કહી શકું કે મારા ૧૯૩૫ પછીનાં લખાણે! અને સંપાદનામાં શ્રી દલસુખભાઈના ઉદાર હાથ રહેલા છે. શ્રી દલસુખભાઈની વિશેષતા વિદ્યાવ્યાસંગ કરતાંય ખીજી એક સંસ્કારગત પ્રકૃતિમાં છે. મે... આટલાં વર્ષોમાં જોયું છે કે તેઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 225