Book Title: Jain Dharma Chintan Author(s): Dalsukh Malvania, Ratilal D Desai Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 7
________________ મૂતિ શ્રી દલસુખભાઈ માલવણિયાનું “જૈનધર્મચિંતન ” પુસ્તક પ્રગટ કરતાં અમને વિશેષ હર્ષ થાય છે. પિતાની વિપુલ લેખનસામગ્રીમાંથી આ લેખેની પસંદગી કરીને આવું, જૈનધર્મના વિશેષ અભ્યાસ માટે ઉપયોગી થઈ શકે એવું, પુસ્તક તૈયાર કરવાની ઉદારતાપૂર્વક અનુમતિ આપવા બદલ અમે શ્રી દલસુખભાઈનો હાર્દિક આભાર માનીએ છીએ. - આ પુસ્તકમાળાનાં બીજાં પુસ્તકોની જેમ આ પુસ્તકનું સંપાદન પણ અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કર્યું છે. પણ એમનો આભાર માનવાનો ઉપચાર કરવાની હવે જરૂર નથી. અમારી જેમ એમણે પણ આ કાર્યને પિતાનું જ માન્યું છે. - આ પુસ્તકને માટે અમારા વડીલ સમા, અને આ કાર્ય માટે પૂરેપૂરા અધિકારી એવા પૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીની પ્રસ્તાવના અમે મેળવી શક્યા છીએ અને અમે અમારી મોટી ખુશનસીબી માનીએ છીએ. અમારા પ્રત્યે આવી લાગણી દાખવવા બદલ અમે પૂજ્ય પંડિતજીનો ઉપકાર તો કેમ કરી માની શકીએ? એ લાગણને, અમૂલ્ય મૂડીને જેમ, અમારા હૃદયમંદિરમાં સંઘરી રાખીએ એ જ બરાબર છે. આ પુસ્તકનું સુંદર મુદ્રણકામ સુપ્રસિદ્ધ ચંદ્રિકા પ્રિન્ટરીના સંચાલકેએ ઘણું જ ટૂંકા સમયમાં કરી આપ્યું છે. આ પુસ્તકની સુંદર કવર–ડિઝાઈન જાણીતા ચિત્રકાર શ્રીયુત રજનીભાઈ વ્યાસે એટલી જ ઝડપથી દોરી આપી છે. અને આ પુસ્તકને શણગાર સજાવવાનું કાર્ય શારદા મુદ્રણાલય તથા દીપક પ્રિન્ટરીએ કરી આપ્યું છે : આ બધા પ્રત્યે અમે અમારી ઊંડી કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરીએ છીએ. સ્વાતંત્ર્યદિન, સને ૧૯૬૫, કારક ૪૮, ગોવાલયા ટેક રેડ, મુંબઈ–૨૬ 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 225