Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ વિવિધ પ્રસાદી પ્રસ્તુત લેખસંગ્રહમાં શ્રીયુત દલસુખભાઈના અનેક લેખાને સંગ્રહ છે. એમાંથી કેટલાક મૂળ હિન્દીમાં લખાયેલા છે. પણ ગુજરાતી જાણનાર સમક્ષ આ લેખસંગ્રહ અનેક ભાતની જ્ઞાનસામગ્રીની પ્રસાદી રજૂ કરે છે. એનું હા` વાચકા પોતપેાતાની કક્ષા પ્રમાણે પકડી શકશે. આમાંના કેટલાક લેખા ઐતિહાસિક દષ્ટિને મુખ્ય રાખી લખાયેલા છે; જ્યારે ખીજા કેટલાક તત્ત્વદષ્ટિને પ્રધાન રાખી લખાચેલા છે. તેથી આ સંગ્રહની સામગ્રી ઇતિહાસરસિકે અને તત્ત્વજિજ્ઞાસુએ બન્નેને એકસરખી ઉપયાગી થઈ પડશે. ૫. શ્રી દલસુખભાઈ સાથેના મારે પરિચય છેક સને ૧૯૩૬થી આજ સુધી અખંડ રહ્યો છે. અને તે ઉત્તરાત્તર વધારે વ્યાપક અને ઊંડા થયેલા મને ભાસે છે. અમારા એ વચ્ચેતા સંબંધ માત્ર વિદ્યામૂલક શરૂ થયેલ, પણ ધીરે ધીરે એ સંબંધ જીવનના ખીજા પ્રદેશેા સુધી વિસ્તર્યું છે. આ દૃષ્ટિએ હું શ્રી દલસુખભાઈ વિષે કાંઈક લખું તે એમને ન જાણનાર અથવા એછું કે ઉપરછલ્લું જાણનારને લાભપ્રદ નીવડશે એમ ધારી ઢૂંકમાં એમનાં આંતર અને ખાદ્ય વલણા વિષે સૂચવવાનું યેાગ્ય લેખું છું. શ્રી દલસુખભાઈ નથી મેટ્રિક કે નથી કોઇ ઉચ્ચ કક્ષાની શાસ્ત્રીય પદવીના ધારક; પણ એમના વિદ્યાવ્યાસંગ એટલા બધા વિશાળ, ઊંડા અને વિવિધવિષયસ્પર્શી પહેલેથી આજ સુધી અખંડપણે ચાલતા મેં નિહાળ્યેા છે કે, એમ કહી શકાય કે, એને પરિણામે જ તે "અનેક ઉચ્ચ વિદ્યાસ્થાનેાને અલંકૃત કરતા આવ્યા છે. કાશી વિશ્વવિદ્યાલયમાં તે લગભગ ૨૫ વષઁ વિદ્યાની સાધના કરતા રહ્યા. તેઓ જૈન આગમ, જૈન દન અને બૌદ્ધ—પાલિ તથા સંસ્કૃત-થાના અધ્યાપક પણ રહ્યા; એટલું જ નહીં, તેમણે ત્યાં રહી અનેક મહત્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 225