Book Title: Jain Adarsh Prasango Part 04 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 9
________________ જાપથી હદયદર્દ મટયું. પાટણ કનાસાના પાનામાં અશોકભાઈ રહેતા. તેમને અચાનક હૃદયનો દુઃખાવો થયો. ખૂબ ધનવાન હતા. બાયપાસ સર્જરી અમેરિકામાં કરાવવાનું નક્કી થયું. એ વખતે આજથી પણ દસેક વર્ષ પહેલાં બાય-પાસ જોખમી હતું. એ અરસામાં એક વાર એક મહાત્માએ પૂછયું, “કેમ વ્યાખ્યાનમાં આવતા નથી?” અશોકભાઈએ ઓચિંતા આવેલા એટેક અને અમેરિકામાં ઓપરેશનની વાત કરી. મહાત્માએ તેમને આત્મહિતમાં આગળ વધારવા કહ્યું, “તમારા ઉપાયો તમે જાણો, પણ જ્યાં સુધી ઑપરેશન ન થાય ત્યાં સુધી સિધ્ધચક્રના બીજમંત્ર સ્વરૂપ “ૐ હીં અહેં નમઃ” નો જાપ કરવો.” સાધુ પરના આદરભાવથી અશોકભાઈએ આ વાત સ્વીકારી લીધી. જાપ નિયિમત કરતાં અમેરિકા પહોંચ્યા. ત્યાં બતાવ્યું, ઓપરેશન નક્કી કર્યું. છેલ્લે ઓપરેશન પહેલાં ફરીથી બધી તપાસ કરાવી ડૉક્ટરોએ રીપોર્ટ જોઈ કહ્યું, “મિસ્ટર શાહ ! તમારું ઓપરેશન નહીં થાય !” અશોકભાઈએ કહ્યું, “સર્જરી તો કરાવવાની જ છે. છેક ઈન્ડિયાથી હું આવું છું. હમણાં કાંઈ વાંધો હોય તો એકાદ બેં દિવસ હું રહી જઊં.” ડૉક્ટર કહે, “મિસ્ટર શાહ ! અમે જ્યાં નસ જોઈન્ટ કરવાના હતા ત્યાં નવી નસ ઊગી ગઈ છે અને હૃદય એકદમ નોર્મલ ચાલે છે. અત્યારે ઓપરેશનની જરૂર જ નથી. છતાં મારા લેટરપેડ ઉપર લખી આપું છું કે ક્યારેય તકલીફ પડે તો મફત ઓપરેશન કરી આપીશ. તમે નિશ્ચિંત થઈ જાવ.” આજે વર્ષોના વહાણાં વીતી ગયા. અશોકભાઈને કોઈ તકલીફ પડી નથી. અહૈ જાપનો કેવો અદ્ભુત પ્રભાવ !!! આવો અદ્ભુત ધર્મ તમે બધા સુખમાં ને દુ:ખમાં વિધિપૂર્વક ભાવથી નિત્ય કરી સર્વત્ર વધુ ને વધુ આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52