Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 38
________________ ગેબી શક્તિ વીરમગામનાં સુશ્રાવક હરિભાઈ ભગવાનના ભક્ત. એકવાર હરિભાઈ શંખેશ્વરજી દાદાની યાત્રા માટે ગયા. ત્યાં ગયા પછી પૂ.પં.શ્રી જંબૂવિજય મ. ને લોલાડા વંદન કરવાની ભાવના થઈ. સાધનની તપાસ કરી. હડતાલના કારણે સાધન ક્યાંય ન મળ્યું. પેઢીમાં પૂછયું. તેમણે જણાવ્યું, ‘‘કોઈ સાધન અત્યારે નહીં મળે.'' પણ અંતરમાં ગુરુમહારાજને મળવાની તીવ્ર ઝંખના હતી. તેથી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરી, ‘‘દાદા ! મારે ગમે તેમ કરીને આજે ગુરુવંદન કરવું જ છે. ! તારામાં બધી તાકાત છે ! તારા સેવકની ભાવના પૂરી કર !'' બસ, રસ્તામાં જે મળે તેને પૂછે, ‘ભાઈ! લોલાડા જવું છે; કોઈ સાધન છે ?'' એમ કરતાં, બસસ્ટેન્ડે પહોંચ્યા. કોઈ સાધન ન મળ્યું. છતાં દાદા પર પૂરી શ્રધ્ધા હતી. દાદા મારા અંતરના અરમાન જરૂર પૂરશે ! સ્ટેન્ડે ઊભા રહ્યા. થોડી જ ક્ષણોમાં એક જીપ આવીને એમની પાસે ઊભી રહી ! તેમણે પૂછ્યું, ‘‘કાકા ક્યાં જવું છે ?’' ‘‘મારે લોલાડા જવું છે.’’ ‘‘ચાલો બેસી જાવ, હું ત્યાં જ જઉં છું, વળી ત્યાંથી હું કલાકમાં પાછો અહીં જ આવવાનો છું તમને લેવા આવીશ.'' બેસી ગયા. ત્યાં પહોંચ્યા. ગુરુમહારાજને મળ્યા. વંદનની ભાવના ફળી, અડધો કલાક પૂ. શ્રી સાથે ધર્મવિચારણા કરી જીપમાં પાછા પણ આવી ગયા ! ભગવાન શ્રી શંખેશ્વર દાદા ઉપરની પૂર્ણ શ્રધ્ધાએ ચમત્કાર કર્યો ! ધર્મની સાચી ભાવના ફળ્યા વગર રહેતી નથી. ૩૧ Jain Education International ૩૧ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52