Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 36
________________ કરવાનું શ્રાવકનું કર્તવ્ય કદાચ ન કરી શકો તો આમ રજાનાં દિવસે નવા નવા દેરાસરે દર્શન કરવાનું તથા વ્યાપાર વગેરે કારણે જે ગામ જાવ ત્યાંનાં દેરાસરોમાં દર્શન કરવાનું ચૂકશો નહિ. Ꭱ દેરાસર બંધાવ્યાં અમદાવાદનાં મહેન્દ્રભાઈએ સ્વદ્રવ્યથી અત્યાર સુધીમાં પાંચ દેરાસર બંધાવ્યાં છે ! અગિયાર દેરાસર બંધાવવાનો તેમનો મનોરથ છે. તમે પણ શક્તિ મુજબ આવો કોઈ મનોરથ સેવી આત્મહિત સાધો એ જ શુભેચ્છા. મહેન્દ્રભાઈ પર્યુષણની સુંદર આરાધના થાય તે માટે સાત વર્ષથી સપરિવાર પાલીતાણા જઈને જ પર્વાધિરાજની સુંદર આરાધના કરે છે. તમે પણ મહાપર્વની ભાવથી આરાધના કરી અનંતા કર્મોનો ખાત્મો બોલાવવાનું ચૂકશો નહિ. ૨૮ કસ્તૂરભાઈને જૈનપણાનું ગૌરવ કસ્તૂરભાઈએ એક વખત સરદાર વલ્લભભાઈને જમવા બોલાવ્યા હતા. વલ્લભભાઈ રાત્રે લગભગ આઠ વાગે આવ્યા. શ્રેષ્ઠીવર્યે કહ્યું, ‘‘હું જૈન છું. રાત પડી ગઈ છે. તેથી હું લાચાર છું. તમને જમાડી નહિ શકું. મારું નિમંત્રણ સૂર્યાસ્ત પહેલાનું હોય છે.'' પાણી આપી વિનયપૂર્વક વિદાય કર્યાં ! ભારતના લોખંડી પુરુષ સરદારને પણ એમણે જમાડ્યા નહિ ! હા ! ખાનદાની અને સંસ્કાર કેવાં ઉત્તમ કે ધાર્મિક આચારોમાં મક્કમ બની ગયા. તમે પણ રાત્રિભોજન, અભક્ષ્ય, અનંતકાય વગેરે ભયંકર પાપોથી ભાવથી ને વ્યવહારથી બચવા માટે મક્કમ બનો એવી મનોકામના. Jain Education International ૨૯ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52