________________
કોલેજીયન ધર્મ કરી શકે ?
એ યુવાન ઈલેક્ટ્રોનિક્સ એજીનીયરીંગના પાંચમા સેમેસ્ટરમાં ભણે. મહારાજ સાહેબના પરિચયથી ધાર્મિક પુસ્તકો વાંચવા માંડ્યા. પછી સામાયિક રોજ કરવા માંડ્યો. પછી તો સામાયિક ક્યારેક ૨-૩ પણ કરે. એજીનીયરીંગની ફાઈનલ પરીક્ષા સુધી પણ રોજ સામાયિક કરે ! આજે ઘણાં માતા-પિતા પરીક્ષા અને અભ્યાસને બહાને પુત્રોને પાઠશાળા, ધાર્મિક અભ્યાસ, સામાયિક, જિનપૂજા આદિ આત્મહિતકારી ધર્મો બંધ કરાવે છે. પણ આ કેવો ખોટો ભ્રમ છે તે વિચારવા જેવું છે. પરીક્ષા સુધી રોજ કલાકો સુધી ક્રિકેટ રમે, સાઈકલ ફેરવે, ટી.વી. જુએ એ બધું તો બંધ ન કરાવે, પરંતુ ઉપરથી કહે કે છોકરો છે. રમવા તો જોઈએ ને ? તો તમને એમ ન થાય કે જૈન છે તો પૂજા, પાઠશાળા તો જોઈએ જ ને ? તમારી ખોટી માન્યતાઓથી પુત્રોને પાઠશાળાઓમાં મોકલો નહીં. મોકલો તો નિયમિત ન મોકલો. પરીક્ષા, અભ્યાસ, ગૃહકાર્ય એ બધાં બહાનાંથી વચ્ચે ઘણાં ખાડા પડાવો. તેથી ધાર્મિક વિશેષ ભણે નહીં. ઘણું ભૂલે. આમ, તમારું ને બાળક બનેનું અહિત થાય. પિતા કર્તવ્ય ચૂકે તેથી પાપ બાંધે ને બાળક સ્વચ્છંદી બની પાપ બાંધે.
અજબ ગજબ
(A) અદ્વિતીય સાહસ :- ગીનીસ બુકમાં પણ સહુથી પ્રથમ નંબરે મૂકવું પડે તેવું શૌર્ય સુરતના શાંતિભાઈએ કર્યું છે. પ. પૂ. આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીજી મ. ના સંસારી ભાઈ આ શાંતિભાઈએ ૮૨ વર્ષની વયે વર્ષ પૂર્વે દીક્ષા લીધી ! તમારામાં એટલો ઉલ્લાસ ન હોય તો છેવટે તમે શ્રાવકધર્મમાં યથાશક્તિ આગળ ધપતા જાવ. જા જા જા જા જ છે [૩૯] જ જ જ ક જ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org