Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 49
________________ વાતો કરવા માંડી ! હળુકર્મી નીરુન્હેનને ધર્મ ગમી ગયો ! ૪ વર્ષથી ધર્મની સુંદર આરાધના કરે છે ! દેરાસર દર્શન આદિ કરે છે. પોતે જૈન ધર્મનું ભણે છે ! અને બાળકોને ધાર્મિક ભણાવે છે ! ફરી લગ્ન ન કરવાનો સંકલ્પ કર્યો !! તેમની ઈચ્છા જાવજજીવ બ્રહ્મચર્ય લેવાની થઈ ગઈ ! પણ ઉષાબ્લેન ૧ વર્ષનો નિયમ અપાવ્યો હતો. હવે તો જાવજજીવનું લઈ લીધું છે !! (ઘ) રાજપૂતના સુંદર જૈનાચારો :- વઢવાણના રામસીંગભાઈ રાજપૂત સાતે વ્યસનોમાં ફસાયેલા. એક દિવસ એક શ્રાવક મિત્ર વ્યાખ્યાન સાંભળવા લઈ ગયો. ધર્મ બચી ગયો. પછી સાચા શ્રાવક થઈ ગયા ! સજોડે બ્રહ્મચર્યવ્રત આજીવન માટે લઈ લીધુ છે ! પૂજા, પ્રતિક્રમણ વગેરે નિત્ય કરે છે ! ઉપાશ્રયમાં જ રહે !! દુકાને પણ નથી જતા ! ટીફીન મંગાવી ઉપાશ્રયે જમી લે છે અને ઉપાશ્રયમાં સૂઈ જાય છે !! સંયમની ખૂબ ભાવના છે !!! પરિવારને સમજાવે છે. ૨ વર્ષ પહેલા વીસ સ્થાનક તપ સારી રીતે પૂર્ણ કર્યો તે પ્રસંગે ઉજમણું, પૂજન, સ્વામીવાત્સલ્ય વગેરે સહિત ત્રિદિવસીય મહોત્સવ સ્વખર્ચે કર્યો ! (૨) કસાઈની કરુણા :- ડીસામાં એક ખાટકી રહેતો હતો. આજુબાજુ ઘણા જૈનો રહેતા હતા. તેના માંસના ધંધાથી બધા ત્રાસી ગયેલા. પણ શું કરે ? પ.પૂ. આચાર્ય શ્રી હેમરત્નસૂરિજી મ.ના વ્યાખ્યાનમાં એકવાર આવ્યો. પ્રભાવિત થઈ ગયો. પછી બધા રવિવારે વ્યાખ્યાન સાંભળ્યાં. એકવાર પૂ. શ્રી પાસે કોથળો મૂકી કહે “આ પાપના ધંધાના બધા હથિયારો આપને સુપરત કર્યા ! હવે આજથી આ ભયંકર હિંસાનું પાપ આપની સમક્ષ બંધ કરવાનો નિર્ણય કરું છું !” તેની આજીવિકા કેમ ચાલશે ? તેમ વિચારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52