________________
(B) જૈનનગરમાં - શિબિરમાં બાળકોને ઉત્કૃષ્ટ સામાયિકની પ્રેરણા કરી. પ્રિયંકાએ ૨૪ કલાકમાં ૧૯ સામાયિક આખી રાત જાગીને પણ કર્યાં ! તમે પણ રોજ એક સામાયિક તો કરશો ને ? (C) સાધુભક્તિ :- પાટણમાં એક ભક્તિવાળા શ્રાવકે બધી મેડીકલ દુકાને કહ્યું કે તમારા ત્યાંથી જેટલી દવા સાધુ-સાધ્વી માટે લઈ જાય તેના પૈસા હું આપીશ ! શ્રાવકો આપે તો પણ લેશો નહીં. કેવી ગુરુભક્તિ?! ખંભાતમાં પણ આવા શ્રાવક હતા. (D) જીવદયા :-સુરેન્દ્રનગરના અનિલ વગેરે ત્રણે ભાઈ ધર્મી છે. ખોળ-કપાસનો ધંધો છે. પણ ચોમાસામાં ધંધો બંધ કરી દે! કારણ ભેજના વાતાવરણથી ખોળમાં જીવાત ખૂબ થાય. પીલતા તે બધાં જીવો મરી જાય. તેથી હિંસા ન થાય માટે ધંધાનો ત્યાગ ! નવો પાક આવે પછી જ ધંધો ચાલુ કરે. ઘરમાં બધાને રાત્રિભોજનત્યાગ છે. મહેમાનને પણ રાત્રે જમાડે નહીં. માએ તેઓને આપેલા ધર્મસંસ્કારથી જીવનમાં ધર્મ સાચવ્યો છે. ત્રણે ભાઈ બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવે છે. બધાં રોજ પૂજા કરે છે ! શ્રાવિકા સાચી ધર્મી હોય તો આખા કુટુંબને ધર્મી બનાવી દે ! (E) શ્રધ્ધાથી દાદાએ સહાય :- વિરમગામના હરિભાઈને થયું કે કેટલાક જૈનો આર્થિક પ્રશ્નને કારણે વર્ષોથી શાશ્વત તીર્થની પણ યાત્રા કરી શકતા નથી, તો હું લાભ લઊં ! લગભગ સવાસોને યાત્રા કરાવવા નીકળ્યા. રિઝર્વેશન મળેલું નહીં. ટ્રેનમાં જગ્યા ન મળી. છતાં હરિભાઈને શ્રધ્ધા જોરદાર કે મારી ભાવના શુદ્ધ છે તો દાદા સહાય કરશે. એક અજાણ્યો રેલ્વે ઓફિસર આવી પૂછે છે,
શી ચિંતામાં છો ?' હરિભાઈએ વાત કરી. પેલો હર્ષથી કહે છે, “મહેસાણા જઉં છું. ખાલી ડબો લઈ આવું છું.'' તે લાવ્યો અને હરિભાઈએ બધાંને યાત્રા કરાવી આમ બે-ચાર વાર યાત્રા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org