Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005428/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 強 જૈત આદર્શ પ્રસંગો {}}} પંન્યાસ ભદ્રેશ્વરવિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો” પુસ્તક વિષે કેટલાક અભિપ્રાયો પપૂ.આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મ.“.નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા...આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે..” મુનિ શ્રી જયપઘવિજયજી: “અનંત કાળે મળેલ માનવ ભવમાં શ્રેષ્ઠ કમાણી કેવી રીતે થાય? આટલા અલ્પ આયુષ્યમાં અનંતા કર્મોનો નાશ કેવી રીતે કરવો? આવા ઘણા પ્રશ્નોના જવાબ સુંદર જૈન આદર્શ પ્રસંગોના ૩ ભાગ આપશ્રીએ મહેનત કરીને જૈનો તથા સર્વ સમક્ષ મૂક્યા તે વાંચવાથી જ મળી જાય છે. આપશ્રીનું કાર્ય ખૂબ પ્રશંસનીય છે.. મુનિ શ્રી યુગદર્શનવિજયજી: “જૈન આદર્શ પ્રસગો પુસ્તક ખૂબ વાંચવા જેવા છે. પહેલો પ્રસંગ વાંચ્યા પછી પુસ્તક પુરૂં ન થાય ત્યાં સુધી મૂકવાનું મન થતું નથી. સારા શ્રાવકોની અનુમોદના આ રીતે આ પુસ્તક વાંચનારા ઘણાં બધાં કરતાં હશે અને ઉત્તમ મનોરથો સેવતા થઈ ગયા હશે તે બધા જ પુણ્યાનુબંધી પૂણ્યના ભાગી આપશ્રી બન્યા છો. આ ચોપડી મેં જ્યારે જ્યારે વાંચી ત્યારે ત્યારે લગભગ તે પૂરી કરીને જ ઊભો થયો છે. આવો અનુભવ અનેક વાચકોને થયો હશે. વિશેષમાં પ્રત્યેક પ્રસંગે તમે જે વસ્તી ઓછી પ્રેરણા કરો છો તે તો ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. તેનાથી તો ઊંધતો પણ જાગી જાય...” ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખઃ પાંચકુવા કાપડ મહાજન “ અત્યારે બેંગ્લોરમાં મારા મિત્રના ઘરેથી આ પત્ર લખું છું પ્રાતઃકાળે પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ આહલાદક બની ગયુ છે. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું. આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસગો વાંચી પ્રેરણા મળી, દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” – સાસચક અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. સિસે કન્ય વાવ રૂસા ૩પયા ૨ સ. સકથી ભેટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ 9) 35 હૌ અદૈ નમોનમઃ પ્રેમ-રામચંદ્ર-ભુવનભાનુ-યઘોષસૂરિભ્યો નમઃ જેના આદર્શ પ્રસંગો (સત્ય શ્રેષ્ઠ શ્રાવોના દષ્ટાંતો) ભાગ - ૪ લેખકઃ પંન્યાસ ભદ્રેશ્વરવિજય મસા. સહાયક મુનિ યોગી રન વિજય મ.સા. : વિશેષ સૌજન્યઃ પાટણ મિત્ર મંડળ મરીનડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ - મુંબઈ કે 'સતુ સાહિત્ય અને ધર્મનો પ્રચાર 'પૂજા, પ્રવચન, તપશ્ચય, શિબિર, બર્થ ડે, યાત્રા, પર્યુષણા, નામ, પાઠશાળા, પ્રતિક્રમણ ' વગેરેમાં પ્રભાવના કરવા યોગ્ય પુસ્તક. મુદ્રકઃ નવનીત પ્રિન્ટર્સ (નિકુંજ શાહ) અમદાવાદ ફોનઃ ૫૬૫૩ર૬ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૪ અને ૫ .કિંમતઃ ભાગ ૧ થી ૭ઃ રૂા.૨૭ ભાગ ૪ અને ૫ રૂ.૭.૦૦ ૧૦૦ નકલ લેનારને ૪૦% કન્સેશન અને ૫૦૦ નકલ લેનારને ૫૦% કન્સેશન મળશે. આવૃત્તિ આઠમી તા.૧.૭.૨૦૦૪ નકલઃ૪૦૦૦ પૂર્વની ૩૩૦૦૦ પ્રાપ્તિસ્થાન મુંબઈ 1 ટે.નં.8 ચેતનભાઈ : ગીતાંજલી (સાંઇબાબા) બોરીવલી (વે) ૨૮૦૫ ૯૧૧૭ નીલેશભાઇઃ ૮૭/૨, જવાહરનગર ગોરેગામ (૧)/૨૮૭૨ ૭૪૪૮ ઉમેકો : ૧૦૩, નારાયણ ધુવ સ્ટ્રીટ નાગદેવી ૨૩૪૩ ૮૭૫૮ રોનકભાઈ ઃ લાઇટ ટ્રેડર્સ, ૧૧૩ લુહાર ચાલ (૨૨૦૬ ૦૨૦૫ પ્રાપ્તિસ્થાન અમદાવાદ રસિકલાલ રતિલાલ શાહઃ એલ. કે. ટ્રસ્ટ બિલ્ડીંગ, બરોડા બેંક સામે, પાંચકુવા૩૮૦૦૦૨. ફોનઃ૨૨૧૭૫૮૦૪, ૨૨૧૭૫૭૮૦ નિરંજનભાઇઃ ૧૧, ભૂમિ એપાર્ટમેન્ટ, ૩૩, આનંદનગર, પંકજ દેરા પાસે, ભઠ્ઠા પાલડી- ૭. ફોનઃ ૨૬૬૩૮૧૨૭, ૨૬૬૪ ૫૮૨૩ નીચેના સ્થળેથી ઓર્ડરથી ૨-૪ દિવસમાં પુસ્તકો મળશે. ... જીતેન્દ્રભાઇ ૨૬૬૦૫૩પર આંબાવાડી રાજેશભાઇ ૨૬૬૦૨૦૦૪ પેa| કિન્નરભાઇ ૨૬૬૩૦૧૬૭ મહાલક્ષ્મી પરેશભાઇઃ ૨૬૬૩૩૧૪૭ 'પ્રકાશિત થયેલ અન્ય પુસ્તકોઃલે. પં. ભદ્રેશ્વર વિજય જૈન ધર્મની સમજઃ ભાગ ૧ થી ૩ઃ કિંમત રૂા.૩ जैन आदर्श घटनाएं (हिंदी में) : भाग ३: मूल्य : रु.२ 'પ્રસંગોના બધા ભાગની કુલ ૨,૩૦,૦૦૦ નકલ છપાઇ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન આ પુસ્તકમાં વર્તમાનના શ્રાવકોનાં સત્ય એવાં શ્રેષ્ઠ પ્રેરક દ્રષ્ટાંતો છે. શ્રી મહાવીર ભગવાને ફરમાવ્યું છે કે પાંચમા આરાના અંત સુધી ધર્મ રહેશે તે અનુભવાય છે. અમાસના ઘણા વાદળિયા આકાશમાં પણ પાંચ-પંદર હજાર તારા ટમટમતા હોય ત્યારે પ્રકૃતિપ્રેમીનો મનમોરલો નાચી ઊઠે છે તેમ આજના વિલાસી વાતાવરણમાં પણ આવા હજારો ધર્મીઓને જાણી ધર્મપ્રેમીઓનો આત્મા ભાવવિભોર થઇ જાય છે !! આજે સર્વત્ર સ્વાર્થ, પ્રપંચ, માત્ર પૈસાનું જ ધ્યેય,વિષય-કપાયોની અત્યંત આસકિત વગેરે લગભગ બધે ફેલાઇ ગયાં છે છતાં પણ આવા ધર્મપ્રેમીઓ, સાધકો, આરાધકો, પરોપકારી, ગુણી જીવો પણ ઘણાં સંઘોમાં હોય છે. આપણા આત્માને પ્રેરણા કરતા આવા સત્ય પ્રસંગો ઘણાં બઘાંને ગમે છે. આ આરાધકો જેવાં જ આપણે પણ માનવી છીએ ! પુરૂષાર્થથી આપણામાં પણ આવી વધતી-ઓછી આરાધના જરૂર આવે. પૂજા, વ્યાખ્યાન,સામાયિક, તત્ત્વ-અભ્યાસ આટલું તો મેળવવું બઘા જ શ્રાવકો માટે જરૂરી ગણાય. આથી ભવોભવ તમને પણ પ્રાયઃ જિનશાસન, આરાધક-ભાવ, ધર્મસામગ્રી વગેરે મળશે. પોતાનાથી આરાધના ન થાય તેઓ પણ જો આવા ધર્મીઓની ભાવથી અનુમોદના કરે તો આરાધના વહેલી મોડી જીવનમાં આવે. નોકરી કરનારને કંપની તરફથી અમેરિકા જવા મળે તો શું કરે? થોડું - ઘણું કમાઇ લે કે ઊંઘે? ધર્મે તમને અનંતકાળે જિનશાસન આપ્યું છે. હવે શું કરવું છે - આત્મકમાણી કરવા ધર્મ? કે પશુની જેમ તુચ્છ ભોગવિલાસ, સ્વાર્થ વગેરે ? સ્વ.ગુરૂદેવ, પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા., સ્વ. ગરછાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર, ૫.પૂ. આચાર્ય દેવ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. ના અનંત ઉપકારોનો હું ઋણી છું. આ પુસ્તકમાં પૂ. આચાર્ય શ્રી હેમરત્નસૂરિજી મ., પં. શ્રી ભુવનસુંદરવિજયજી, ૫. શ્રી પુણ્યરત્નવિજયજી, ગણિ શ્રી અક્ષયબોધિવિજયજી, ગણિશ્રી અભયચંદ્રવિજયજી, મુનિરાજ શ્રી મણિપ્રભવિજય મ., મુનિશ્રી કલ્પરત્નવિજયજી, મુનિશ્રી જીતરક્ષિતવિજયજી, મુનિશ્રી યશોવિજયજી, મુનિશ્રી જયદર્શનવિજયજી, મુનિશ્રી યુગદર્શનવિજયજી, આદિએ લાગણીથી પ્રસંગો આપ્યા તેમનો ખૂબ-ખૂબ આભાર. આ પુસ્તકનું મેટર નિઃશુલ્ક સુધારી આપનાર શ્રી નીતીનભાઈ દેસાઈની ભક્તિ કેમ ભુલાય ! આવા પ્રસંગો વારંવાર વાંચી, અનેકોને વંચાવી આરાધના અને અનુમોદના દ્વારા સ્વ.-પર-હિત સાધો એ જ સદા માટેની શુભ કામના ! આવા પ્રેરક પ્રસંગો તથા આમાં ભૂલો આત્મીયભાવે જરૂર જણાવશો. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. કારેલીબાગ, વડોદરા. 'પં. ભદ્રેશ્વરવિજય | પ્રગટ થયેલ આવૃત્તિ અને નકલો જૈન આદર્શ પ્રસંગો ગુજરાતીમાં ભાગ આવૃત્તિ નકલ ૩૧,૫૦૦ ૨૯, ૨૦૦ ૨૭,OOO ૩૩,૦૦૦ ૩૯,૦૦૦ ૨૦,૦૦૦ ૧૯,000 જૈન દર્શ ધટના (દિીને) ૮,૦૦૦ રા છ છ om Š x W N D હ ન For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ x m અનુક્રમણિકા ૧ પ્રભુભક્તિથી દીક્ષા મળી || ૧ ર૩ સેવાની લગની ર જાપથી હૃદયદર્દ મટ્યું ૨ ૨૪૯૨ ઉપવાસની આરાધના ૩ સંયમનો પ્રભાવ ૩ ર૫ સંતિક સ્ત્રોત્રનો પ્રભાવ ૪ દાદાના પ્રતાપે રોગ મટ્યા | ચૈત્યપરિપાટી ૫ “સમરો મંત્ર ભલો નવકાર” દેરાસર બંધાવ્યા ૬ જીવનમાં ધર્મની સુવાસ | ૮ ૨૮ | કસ્તુરભાઈને જૈનપણાનું ગૌરવ ૭ ધર્મી માતાનો પુત્ર મહાન બને |૧૦ ર૯| પરદેશમાં પણ પ્રતિક્રમણ ૮ સાધુના આશીર્વાદનો ચમત્કાર ૧૧ ૩૦ ગુરુદેવોની તિથિ ઉજવો ૯ પ્રવચન-શ્રવણથી આરાધના ૧૨ ૩૧ ગેબી શક્તિ ૧૦ ધર્મનો અચિંત્ય પ્રભાવ ૧૩ ૩ર એન્જનિયરની આરાધના ૧૧ જુઓ બાળકો કેવા ધર્મપ્રેમી ?૧૪ ૩૩ દાદાના પ્રભાવે છઠ્ઠ કરીને ૧૨ ધર્માનુરાગી બાળા સાત જાત્રા થઈ! ૧૩ પ્રભુભક્તિથી કેન્સર કેન્સલ ! સંયમ કહી મિલે? ૧૪ ધર્મે મરતા બચાવ્યા સમ્યજ્ઞાનનો જિજ્ઞાસુ ૧૫ સમાધિમૃત્યુ ૧૯ ૩ | પ્રવચનશ્રવણનો પ્રભાવ ૧૬ ગચ્છાપતિશ્રીનો કેવો પ્રભાવ? |૧ ૩૭રાત્રિભોજન નરકનું દ્વાર ૧૭ પરિગ્રહ-પરિમાણ વ્રત ૨ ૩૮ સારાં બાળકો વડીલોને ચમત્કાર કર્યો સન્માર્ગે લઈ જાય ૧૮ નવકારે વિમાન હોનારતથી રર ૩૯| નવીનકાકાની આરાધના બચાવ્યા | ૪૦. સંઘપતિ-આદરથી ૧૯ ટી.વી. ત્યાગ - ર૩ ૪૧ કોલેજીયન ધર્મ કરી શકે? ૨૦ આચાર્યશ્રીના આશીર્વાદથી ર૩ ૪૨ | અજબ-ગજબ ૨૧ પુણ્ય મૃત્યુથી બચાવે છે. ર૫ ૪૩| અજૈનો કે જૈનો ૨૨ જીવદયા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ 'પ્રભુભક્તિથી દીક્ષા મળી આ ઘટના સત્ય છે. નામ બદલ્યું છે. પ્રભુની ભકિત હજુ વધુ ને વધુ ભાવથી, એકાગ્રતાથી રોજ-રોજ કરો. તમારી શ્રેષ્ઠ ભાવના જરૂર ફળશે !' વિદ્વાન પૂ. આચાર્યશ્રીએ મુંબઈના “ધર્મરુચિ' નામના શ્રાવકને સચોટ ઉપાય બતાવ્યો. ધર્મરૂચિ ૪-૫ વર્ષથી ધર્મમાં જોડાયેલા. આરાધના વધારતા હવે દીક્ષાની ભાવના થવા માંડી. શ્રાવિકા પણ જયણા વગેરે સુંદર પાળતાં; પણ તે શ્રાવકને કહેતાં, “દીક્ષાનું મને મન થતું નથી.” ધર્મરુચિએ ભાવભક્તિ સાથે પ્રભુજીને રોજ ગદ્ગદ્ હૈયે પ્રાર્થના કરવા માંડી, “હે કરુણાનિધિ ! શ્રાવિકાને કારણે મારી પણ દીક્ષાની ભાવના સફળ થતી નથી. અમને આપના પ્રભાવથી દીક્ષા શીધ્રા મળો !” શ્રાવિકાને કોણ સાચવે ? એ ચિંતાથી પોતે મનમાં નક્કી કરેલું કે શ્રાવિકા તૈયાર થાય તો જ બંનેએ સાથે દીક્ષા લેવી. દીક્ષાની ભાવના પાકી. તેથી પત્નીની દીક્ષા માટે પ્રયાસ કરતા! પૂજ્યોને પણ વિનંતી કરે કે શ્રાવિકાને સમજાવો. આમ અંતે પૂ. આ. શ્રી પાસેથી એક અફલાતૂન રસ્તો મળી ગયો. છે અને વિશિષ્ટ ભાવ અને વિધિપૂર્વક ભક્તિ ખૂબ કરવા માંડી. માત્ર છ જ માસમાં શ્રીમતીજીએ સામેથી ધર્મરુચિને કહ્યું કે મને દીક્ષાના ભાવ થાય છે. આપણે બંને સાથે દીક્ષા લઈએ ! ગુરુ દેવને મળ્યા, તૈયારી કરી. બધું પતાવી સજોડે 3 વર્ષ પહેલાં તેમની દીક્ષા થઈ ગઈ અને ઉદારતા એવી કે દીક્ષા પહેલાં પણ ઘણા ધર્મકાર્યો . સાથે મુંબઈના એક દેરાસરને ૨૧ લાખ જમીનખર્ચ પેટે અને અન્ય ખર્ચ પેટે ૧ લાખ રોકડા આપ્યા !!! For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ જાપથી હદયદર્દ મટયું. પાટણ કનાસાના પાનામાં અશોકભાઈ રહેતા. તેમને અચાનક હૃદયનો દુઃખાવો થયો. ખૂબ ધનવાન હતા. બાયપાસ સર્જરી અમેરિકામાં કરાવવાનું નક્કી થયું. એ વખતે આજથી પણ દસેક વર્ષ પહેલાં બાય-પાસ જોખમી હતું. એ અરસામાં એક વાર એક મહાત્માએ પૂછયું, “કેમ વ્યાખ્યાનમાં આવતા નથી?” અશોકભાઈએ ઓચિંતા આવેલા એટેક અને અમેરિકામાં ઓપરેશનની વાત કરી. મહાત્માએ તેમને આત્મહિતમાં આગળ વધારવા કહ્યું, “તમારા ઉપાયો તમે જાણો, પણ જ્યાં સુધી ઑપરેશન ન થાય ત્યાં સુધી સિધ્ધચક્રના બીજમંત્ર સ્વરૂપ “ૐ હીં અહેં નમઃ” નો જાપ કરવો.” સાધુ પરના આદરભાવથી અશોકભાઈએ આ વાત સ્વીકારી લીધી. જાપ નિયિમત કરતાં અમેરિકા પહોંચ્યા. ત્યાં બતાવ્યું, ઓપરેશન નક્કી કર્યું. છેલ્લે ઓપરેશન પહેલાં ફરીથી બધી તપાસ કરાવી ડૉક્ટરોએ રીપોર્ટ જોઈ કહ્યું, “મિસ્ટર શાહ ! તમારું ઓપરેશન નહીં થાય !” અશોકભાઈએ કહ્યું, “સર્જરી તો કરાવવાની જ છે. છેક ઈન્ડિયાથી હું આવું છું. હમણાં કાંઈ વાંધો હોય તો એકાદ બેં દિવસ હું રહી જઊં.” ડૉક્ટર કહે, “મિસ્ટર શાહ ! અમે જ્યાં નસ જોઈન્ટ કરવાના હતા ત્યાં નવી નસ ઊગી ગઈ છે અને હૃદય એકદમ નોર્મલ ચાલે છે. અત્યારે ઓપરેશનની જરૂર જ નથી. છતાં મારા લેટરપેડ ઉપર લખી આપું છું કે ક્યારેય તકલીફ પડે તો મફત ઓપરેશન કરી આપીશ. તમે નિશ્ચિંત થઈ જાવ.” આજે વર્ષોના વહાણાં વીતી ગયા. અશોકભાઈને કોઈ તકલીફ પડી નથી. અહૈ જાપનો કેવો અદ્ભુત પ્રભાવ !!! આવો અદ્ભુત ધર્મ તમે બધા સુખમાં ને દુ:ખમાં વિધિપૂર્વક ભાવથી નિત્ય કરી સર્વત્ર વધુ ને વધુ આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સંયમનો પ્રભાવ ઝીંઝુવાડા ગામે પૂજ્ય પંન્યાસ શ્રી જંબૂવિજયજી મ.સા. નું ચોમાસુ. તેઓશ્રી એ પડતર ભૂમિમાં ચંડિલ જતાં ત્યાં ૬૦ મણ બાજરો થયો. ખેડૂત તો રાજીનો રેડ થઈ ગયો. તે તો એમને ભગવાન માનવા લાગ્યો. એક દિવસ તેના બળદને પેશાબ બંધ થઈ ગયો. આજુબાજુના વિસ્તારમાં પશુઓના ડૉક્ટરને બતાવ્યું; નિદાન થયું કે કિડની નકામી થઈ ગઈ છે, બે-ત્રણ દિવસમાં મરી જશે. બળદની ભયંકર પીડા મટાડવા શ્રધ્ધાથી ખેડૂત પૂજ્યશ્રીને કહે છે, “હે દયાનિધિ ! અબોલ પશુને બચાવો.” પૂજ્યશ્રીએ બળદની પીઠે સ્પર્શ કર્યો. અડધા કલાકમાં બળદને પેશાબ થયો ! એ વાતને આજે સાત વર્ષ થયા. હજુ બળદ જીવે છે ! પૂજ્યશ્રીનું પતરી ગામમાં ચોમાસુ. રાતના બાર વાગે શિષ્ય ધર્મચંદ્રને ઉઠાડ્યો; કહ્યું, “ચાર બંગલા છોડીને જે મકાન છે, ત્યાંથી બધાને બોલાવી લાવ.” તરત જ મુનિશ્રી ગયા. એક વ્યકિતને સમાચાર આપ્યા. તેણે વિચાર્યું કે બધાંને ક્યાં ઉઠાડવા ? તેથી થોડાકને બોલાવી લાવ્યો. પૂજ્યશ્રી તો જાપમાં હતાં. થોડી વારે આંખ ખોલી. તેમણે કહ્યું, “બધાંને બોલાવો.” બધાં આવ્યા; છતાં પૂજ્યશ્રી કહે છે, “ચોથે માળે એક બાળકી ઘોડિયામાં સુતી છે તેને પણ લાવો.” મા-બાપને એમ કે સૂતી છે તો ક્યાં ઉઠાડવી ? પણ ગુરૂજીના સૂચનથી લઈ આવ્યા. રાતના ૧૨-૪૫ થઈ. માંગલિક સંભળાવ્યું. ત્યારે બીજી બાજુ તે મકાન પર વીજળી પડી ને મકાન જમીનદોસ્ત થઈ ગયું. પરંતુ પૂજ્યશ્રીના પ્રભાવે બધા બચી ગયા ! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ -૪-દાદાના પ્રતાપે રોગ મટ્યા આજથી પ્રાયઃ ત્રણ વર્ષ પૂર્વે સાધ્વીજી શ્રી રમ્યદર્શિતાશ્રીજીને ઘણા રોગ હતા. લિવર બગડેલ, હોજરીમાં અલ્સર અને ચાંદા હતાં, આંતરડામાં સોજો, અનનળીમાં પણ સોજો, રોગોને કારણે એટલી બધી ઊલટી થાય કે પેટમાં ૧ ચમચી પાણી પણ ન ટકે. ૨ વર્ષ સુધી પ્રાયઃ બિઆસણું પણ ન કર્યું. સંવત્સરીના દિવસે પણ સમજાવીને માંડ માંડ પવાલું દૂધ રડતાં રડતાં પીને બિઆસણું કર્યું. કમરમાં મણકો ખસી ગયેલ, પગમાં પાણીનો ભરાવો અને મન તો સાવ અસ્થિર, અપસેટ. ઓઘો પાસે છે કે નહિ તેનો પણ એમને ખ્યાલ નહોતો રહેતો. બાર મહિના સુધી ઘણા ઉપચાર કરાવ્યા. પણ રોગ મટ્યા નહિ. છેવટે સાબરમતીથી વિહાર કરી પાલીતાણા ગયા. ત્યાં ગયા પછી સાધ્વીજીને ભાવ જાગ્યો કે આટલી દવા કરવાં છતાં કંઈ પણ સુધારો ન થયો, તો હવે દાદા કરાવે તો ચોવિહાર છઠ્ઠથી નવ્વાણું કરું ! મનોમન સંકલ્પ કરી વડીલોને કહ્યું કે હું તો ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરીશ જ. બધાએ ના પાડી કે તમે પગથી એક ડગલું પણ ચાલી શક્તા નથી, તો સાત યાત્રા કરવી એ કાંઈ છોકરાના ખેલ નથી. પણ એમને તો દાદા ઉપર પૂરી શ્રધ્ધા. દર્દવાળા પગે ધીરે ધીરે ચાલતા તળેટી સુધી પહોચ્યાં અને દાદાના ધ્યાનમાં એકાકાર થઈ ગયાં ! દાદાને આજીજી કરે છે, “હે દાદા! મારે સાત યાત્રા કરવી છે. પગેથી એક ડગલું પણ ચાલી શકું તેમ નથી, પરંતુ તે સાત યાત્રા કરાવ.” આવી પ્રાર્થના કર્યા જ કરે છે . અને તે જ વખતે એવો ચમત્કાર થયો કે સાધ્વીજી સડસડાટ ચડવા જ માંડ્યાં ! જોનારને તો લાગે કે સાધ્વીજી જાણે ઉડે છે! અને પછી તો પારણે - પારણે ચોવિહાર છઠ્ઠ કરવાપૂર્વક નવ્વાણું યાત્રા ચાલુ કરી ! અને પછી તો જાણે ચમત્કાર જ થયો. એક પછી For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ એક રોગ મટવા માંડ્યા ! થોડા વખતમાં તો બધા જ રોગ મટી ગયા ! બે નવ્વાણું થઈ ગઈ ! આજે પણ એમની હાર્દિક ભાવના એ જ છે કે દાદાની ચઉવિહાર છઠ્ઠ સાથે નવ્વાણું યાત્રા ફરી ફરી કરું . શત્રુંજયના આવા ઘણા ચમત્કાર હમણાં ૫૦-૬૦ વર્ષોમાં ઘણાંને થયા છે. તમે પણ ભાવથી સિધ્ધગિરિની યાત્રા કરી હિત સાધો ! આજથી પ્રાયઃ ૧૧ વર્ષ પહેલાની સત્ય ઘટના ક આ જ સાધ્વીજીને વર્ષીતપ સાથે નવ્વાણું યાત્રા ચાલતી હતી. એક વાર કોણ જાણે કોઈ કર્મના ઉદયે ઘેટીની પાગ ઊતરતાં જ ૫૦ ફૂટની ઊંડી ખીણમાં આ સાધ્વીજી અચાનક પડી ગયાં ! જોનારને થયું કે હવે આ સાધ્વીજીના શરીરનું એક હાડકું પણ મળે નહીં. પણ દાદાની અસીમ કૃપા કે જાણે પડતાની સાથે જ ઝીલી લીધા ન હોય તેમ કાંઈ જ ન બન્યું ! એમના હાથમાં તરપણી અને દાંડો પણ સહી-સલામત ! પાછા ચાલતા ઉપર દાદાના દર્શન કરી ડોળીનો ઉપયોગ કર્યા વગર નીચે ઊતયાઁ ! ૮ વર્ષ પહેલાં આ જ સાધ્વીજીને આંતરડામાં આંટી આવી ગઈ. ડૉક્ટરે કહ્યું કે હવે એમને મોઢેથી પાણી પણ નહીં અપાય. ત્રણ દિવસ સુધી ગ્લુકોઝના બાટલા ચઢાવ્યા. તો પણ સારું ન થયું. છેવટે ડૉક્ટરે કહ્યું કે હવે અમદાવાદ જઈ ઓપરેશન કરાવવું પડશે. ચાતુર્માસનો સમય હતો. નવપદની ઓળીનો પહેલો દિવસ હતો. એમના ગુરુજીએ એમને કહ્યું કે તું નવપદની ઓળી કર. સિધ્ધચક્રના પ્રભાવથી બધું જ સારું થઈ જશે! સાધ્વીજીએ પણ શ્રદ્ધાથી ઓળી કરી! ઓળીના પ્રભાવે ઓપરેશન ન કરવું પડ્યું. તપના પ્રભાવે અત્યંતર ઓપરેશન થઈ ગયું ! શ્રી નવપદ શાશ્વત પર્વ છે. તેથી ભાવથી ઓળી કરનારને આજે પણ આવા પરચા સાક્ષાત્ અનુભવવા મળે છે. ૫ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ H૫E‘સમરો મંત્ર ભલો નવકાર શ્રી નમસ્કાર મહામંત્રનો મહિમા અપરંપાર છે. ચૌદ પૂર્વના સારભૂત આ મહામંત્રના પ્રભાવ વગેરેનું પૂરું વર્ણન કરવું ખરેખર અશક્ય છે. શાસ્ત્રોમાં મહામંત્રાધિરાજના મહિમા જણાવતાં અનેક કથાઓ, પ્રસંગો વર્ણવાયેલાં છે. પરંતુ વર્તમાનકાલમાં પણ બનતા ચમત્કારિક અભુત પ્રસંગો આપણી શ્રદ્ધા વધારે છે! ઝાબુઆ(મધ્યપ્રદેશ) ના નિવાસી શ્રાવક જૈન વકીલ પન્નાલાલજી રાઠોડના જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે. તેઓ ઈ.સ. ૧૯૭૨માં જબલપુરથી ટ્રેન દ્વારા રતલામ થઈને ક્યાંક જવા માટે નીકળેલા. તે દરમ્યાન રતલામથી એક મુસ્લિમ ફકીર પોતાના સાથીઓ સાથે ગાડીમાં ચડ્યો. તેઓ પરસ્પર કંઈક ધર્મચર્ચા કરી રહ્યા હતા. સુશ્રાવક પનાલાલભાઈએ પણ તેમની વાતો સાંભળી. થોડી વાર પછી તે ફકીરે એક નાનીસરખી ચોપડી કાઢી. એ ચોપડીમાં શ્રી નમસ્કાર મહામંત્ર તેમ જ શ્રી પંચિંદિય સૂત્ર હતાં. આ જોઈ પનાલાલભાઈએ તેઓને પૂછયું કે, આ ચોપડી તો જૈનધર્મની છે; તે તમારી પાસે કેવી રીતે આવી ? ફકીરે કહ્યું કે સામાપો ક્યા રામ હૈ? હસે વોરી રે નહીં ના હૂં! પન્નાલાલભાઈએ હિંદીમાં કહ્યું કે મારું કહેવું એવું નથી. તમે વેશ, ભાષાં, વાતચીત વગેરેથી મુસ્લિમ હો તેમ જણાય છે, અને આ પુસ્તક તો જૈન ધર્મનું છે. હું પોતે જૈન છું અને વર્ષોથી જૈન ધર્મના આ મંત્રનો ઉપાસક છું. તેથી મને જિજ્ઞાસા થઈ કે તમને અમારા આ નવકારમંત્રમાં શ્રધ્ધા છે ? ફકીરે કહ્યું કે, પાપો તેના હૈ સા માર? તો વતાતા Ė પનાલાલભાઈને ચમત્કાર જોવાનો રસ જાગ્યો. પછી બામણિયા સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતાં ફકીર વગેરે નીચે ઊતર્યા. ફકીરના For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ કહેવાથી પન્નાલાલ પણ નીચે ઊતર્યા. ત્યાં ફકોર રૂમાલ પાથરીને તેના પર બેઠો. ટાઈમ થતાં ડ્રાઈવરે ગાડી ચલાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ અત્યંત જિદ્દી માણસની જેમ ગાડી તેની જગ્યાએથી બિલકુલ હાલી કે ચાલી નહીં. ડ્રાઈવરે બધી તપાસ કરી. પણ તેને ગાડીમાં કોઈ ખામી ન પકડાઈ. અડધો કલાક વીતવા આવ્યો. તેને અવારનવાર સામે એક માનવની મૂર્તિ દેખાતી હતી. આખરે તે પેલા માણસને શોધવા નીકળ્યો, અને ડ્રાઈવર જયાં પન્નાલાલભાઈ ઊભા હતા ત્યાં આવ્યો. ફકીરને જોતાં જ બધી વાત સમજી ગયો. તે ફકીરના પગે પડ્યો. અને ગાડી ઉપડવા દો એમ આજીજી કરી. એટલે ફકીર ઊભા થઈ ગયા અને રૂમાલ ઝાટકીને ગાડીમાં જઈને બેઠા. પનાલાલભાઈ પણ આશ્ચર્ય પામીને તેમની સાથે જઈને બેઠી. પછી ડ્રાઈવરથી તુરત જ ગાડી ચાલુ થઈ. પછી ફકીરે પન્નાલાલભાઈને પૂછ્યું : “હે નવાર મહામંત્ર માર ?” પન્નાલાલભાઈએ કહ્યું, “ રેલ્વા ઔર ચદ મી માસૂમ દુઆ જિ નવારા રેસા કમાવ है। मगर इसकी चाबी बताओ किस तरह से आपने यह कार्य किया ?" પરંતુ ફકીરે પોતાનું નામ પણ બતાવ્યું નહીં. મુસલમાન પણ શ્રધ્ધા અને સાધનાથી નવકાર મહામંત્રના પ્રભાવે આવું અશક્ય કાર્ય કરી દેખાડતા હોય, તો તે સુશ્રાવકો ! તમે પણ અનંત પુણ્ય મળેલ આ નવકાર તથા જૈન ધર્મની ભાવભકિતથી આરાધના કરો. શ્રી અરિહંત ભગવંતોએ તો આને સર્વોત્કૃષ્ટ મંગલ કહ્યું જ છે. શ્રદ્ધા, આદર, વિધિ અને નિર્મળ મનથી આ નવકાર અને ધર્મની ખૂબ ખૂબ સાધના કરો. ચોક્કસ આ ભવમાં અને અનેક ભવમાં ધર્મપ્રભાવે તમારા ભયંકર વિનો પણ દૂર થશે અને ઉત્તમોત્તમ સામગ્રી, સદ્દબુદ્ધિ આદિ આપીને ધર્મ તમને શાશ્વત શાંતિ, સુખ, સમાધિ આદિ પણ આપશે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 'જીવનમાં ધર્મની સુવાસ અમદાવાદમાં શાહપુર ચુનારાના ખાંચામાં મોંઘીબ્લેન રહેતાં હતાં. પછી મુંબઈમાં બોરિવલીમાં રહેતા તેઓ જૈફ વયે લગભગ ૧૯૯૭માં સ્વર્ગવાસ પામ્યા. સ્થાનકવાસી પતિ જોડેં લગ્ન થયાં. પતિને ધર્મ તરફ અરુચિ હતી. એટલે દર્શન, જ્ઞાનાભ્યાસ કે સામાયિક વગેરે કાંઈ પણ ધર્મ પત્ની કરે તો ગુસ્સે થાય. તેથી પતિની ગેરહાજરીમાં મોંઘીબ્દન ધર્મક્રિયા કરી લેતાં. ધાર્મિક અભ્યાસ ખૂબ કરેલો. છ કર્મગ્રંથના અર્થ પછી “કમ્મપડિ' જેવા કઠિન ગ્રંથોનું પણ અધ્યાપન તેઓ જિજ્ઞાસુવર્ગને કરાવતા ! ભાષામાં પણ અત્યંત મધુરતા. નણંદ માટે પણ પૂજ્ય નણંદબા' એવા શબ્દો વાપરતા ! મોંધીપ્લેન પ્રભુના ધર્મથી ભાવિત બની ચૂકેલા હતા. એટલે બધુ કામ પતાવીને ઘરે કોઈ ન હોય ત્યારે મોડેથી ૧૧ વાગે પણ દર્શન કરવા જાય. ગુરુમહારાજના અસીમ ઉપકારથી ગદ્ગદિત થઈ ન્હને નિર્ણય કર્યો કે પૂ. બાપજી મ.સા. ને વિદ્યાશાળાએ વંદન કર્યા પછી જ ખાવું ! પૂ. બાપજી મ. પણ પોતે વર્ષીતપનું બેસણું કરવા બેસી ગયા હોય તોપણ પડદાની નીચેથી હાથ બહાર કાઢે. ન્ડેન વંદન કરી લેતાં. મોંઘીવ્હેન હૈયાથી ખૂબ પ્રસન્ન રહેતાં. એક દિવસ બપોરે એક વાગે “કમ્મપડિ' ગ્રંથનું વાંચન કરતાં હતાં ત્યાં બાળકો આવીને કહે છે, “કાકી કાકા આવ્યા !' પતિને ઓચિંતા અનવસરે આવેલા જાણી મોંઘીëને પુસ્તક અભરાઈ ઊપર ચડાવી દીધું. પણ પતિ તે જોઈ ગયા. ખૂબ ગુસ્સે ભરાયા. બારણું બંધ કરી દોઢ કલાક મૂઢ માર માર્યો. છોકરાઓ બારણું પછાડે કે “બારણું ખોલો, નહીતર તોડી નાખીશું.” For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ મોંઘીબ્ડેન સમજતા કે મારા કર્મ ખપી રહ્યાં છે. અરિહંતની ધૂન અને ગુરુદેવનું શરણ લઈને નત મસ્તકે માર ખાધો. પછી પતિ ઓફિસે ગયા. પાડોશીઓ આવીને પૂછે છે, ‘‘તમને બહુ વાગ્યું ?'' ત્યારે હસતાં હસતાં મોંઘીવ્હેન કહે છે, ‘મને તો માથે ટપલી મારે તેટલો પણ માર વાગતો ન હતો. મારા ગુરુદેવ મારું રક્ષણ કરતા હતાં.'' બધા આશ્ચર્યચકિત થાય છે. જતી વખતે પતિએ ગુસ્સામાં ૪૦૦ પાનાં જેટલી મોટી કમ્મપયડિની કપડામાં વીંટેલી પ્રત નીચે પાણીના ટાંકામાં નાખી દીધેલી. મોંઘીબ્ડેન દોડતાં પ્રત કાઢવા જાય છે, પણ સૌના આશ્ચર્ય વચ્ચે આખી પ્રત પાણી ઉપર તરતી હતી અને ઉપરનું સુતરાઉ કપડું ભીનું પણ થયું ન હતું. આજના કાળમાં પણ ધર્મની શ્રધ્ધા કેવું અપૂર્વ કામ કરે છે! છેલ્લા દિવસોમાં પતિને કેન્સરનો મહાવ્યાધિ થયો. આવા પતિની પણ મોંઘીબ્ડેન ખૂબ સેવા કરે છે. એક દિવસ તેમના પતિ તેમને કહે છે. ‘‘હું તને પત્ની કહું, માતા કહું, દેવી કહું કે ભગવતી કહું ? મેં તને દુઃખ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. અને તેં તો સદા મને માત્ર સુખ જ આપ્યું છે. હવે મૃત્યુના કિનારે બેઠેલો હું તારી પ્રસન્નતા માટે શું કરું ?'' મોંઘીવ્હેન કહે છે, “જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો આપણી ચાલીની ચોથા નંબરની રૂમનાં ભાઈ જોડે તમને મનમેળ નથી. તમે એને માફી આપી દો. મિચ્છામિ દુક્કડમ્ માંગી લો, જેથી ભવાંતરમાં દુર્ગતિ ન થાય.'' મોંઘીબ્ડેન કેવા ઉમદા શ્રાવિકા ! બધાં દુ:ખ સમતાથી સહે, ધર્મકર્યા કરે. અધર્મી પતિના પણ આત્મહિતની ચિંતા ! હે શ્રાવક, શ્રાવિકાઓ ! તમે પણ કર્મ અને ધર્મમાં દ્રઢ શ્રધ્ધાપૂર્વક સ્વપર-હિત કર્યા કરો એ જ હિતોપદેશ. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ - ૭ સાચી ધર્મી માતાનો પુત્ર મહાન બને અમદાવાદના વિજયનગરમાં રહેતા આગમિકની અલૌકિક આરાધના અતિ અનુમોદનીય છે. પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી આ છ વર્ષના બાળરાજાને ચૌદશના પ્રતિક્રમણમાં અતિચાર બોલતો સાંભળી ખુશખુશ થઈ ગયા. કોઈ નિષ્ણાત કિશોર ગિરદીવાળા રસ્તેથી કાર અફલાતૂન ચલાવે તેમ આ ટેણિયો એક પણ ભૂલ વિના સંઘની સમક્ષ કર્યા વિના અતિચાર બોલતો હતો!!! માત્ર પાંચ વર્ષની ખૂબ નાની વયે તો એ બે પ્રતિક્રમણ શીખી ગયેલો. આ એવો પુણ્યપનોતો છે કે એણે આજ દિન સુધી આ જન્મમાં કાચું પાણી પીધું નથી !નરમ તબિયતને કારણે રાત્રે દવા અને દૂધ તેને આપવાં પડે છે. છતાં ૨ વર્ષથી રાત્રે તેની મમ્મી બીજું કશું આપતી નથી. લગભગ અઢી વર્ષથી રોજ સામાયિક કરે છે! પાલડીનો ૭ વર્ષનો અર્પિતકુમાર વંદિતુ, નાની શાંતિ, મોટી શાંતિ પ્રતિક્રમણમાં ઘણી વાર બોલ્યો છે. હાલ અજિતશાંતિ તેની મમ્મી તેને ગોખાવે છે. પર્યુષણમાં એકાસણાં કરી ચોસઠ પ્રહરી પૌષધ કયૉ ! આ બધા સંસ્કાર માતા-પિતાના છે. તેની મમ્મીના શુભ સંસ્કારોથી બે પ્રતિક્રમણથી વધુ અભ્યાસ, નવકારશી, ચઉવિહાર વગેરે શ્રાવકના ઘણા બધા આચારોથી એણે પોતાના આત્માને શણગાર્યો છે. આ અર્પિતે જન્મ પછી ૪૦ દિવસ પછીથી ક્યારેય પૂજા છોડી નથી ! સવા વર્ષની ઉંમરથી આરંભેલો રાત્રિભોજનત્યાગ આજ સુધી ચાલુ છે ! તેને કોઈ લાખ રૂ. આપે તો પણ રાત્રિભોજન કરવા તે તૈયાર નથી ! કલાકાર પોતાના પુત્રને નાનપણથી કળા શિખવાડે તેમ તમે જૈનો તમારા પ્રાણપ્રિય લાડકવાયાઓને પારણામાંથી કેળવો તો તેનું અને તમારું નામ અને કુળ રોશન કરશે, For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ -૧૮ સાધુના આશીર્વાદનો ચમત્કાર બરલૂટ ગામની આ સત્ય ઘટના છે. સાધુ મહારાજ ત્યાં રહેલા. વર્ષો પહેલા દરજીને ટી. બી. થર્ડ સ્ટેજનો થઈ ગયો ત્યારે તેની કોઈ દવા ન હતી. તેની પત્ની પણ નાસી ગઈ. એ મહારાજશ્રીના પગમાં પડીને રડવા લાગ્યો. મહારાજશ્રીએ પૂછતાં તેણે બધુ દુઃખ કહ્યું. તેમણે દયાથી આશીર્વાદ આપ્યાઃ “સારું થઈ જશે.” સાધુના આશીર્વાદમાં અચિંત્ય શક્તિ હોય છે. વગર દવાએ દરજીને ટી.બી. મટી ગયો. પછી ઘણાં વર્ષ જીવ્યો. નગરશેઠે મહારાજશ્રીને બધાની વચ્ચે ફજેત કરવા પ્રયત્ન કર્યો. મ.શ્રીનું દિલ ખૂબ ઘવાયું. શેઠે દેવાળું ફૂક્યું ! હે પુણ્યશાળીઓ! સાધુ-સાધ્વીની થાય તેટલી ભક્તિ કરવી. તેમને દુ:ખી તો ક્યારેય ન કરવા. શંખલપુર કોચરા પેશવા વગેરે ઘણાં ગામોના ઘણાં લોકોને આમ સાધુના આશિષથી ઘણાં લાભ થયા. સાધુના વંદન, ભક્તિથી તાત્કાલિક લાભ કદાચ ન મળે. પણ તે પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે અદભૂત લાભ થાય જ. તેથી આત્મહિતેચ્છએ અવશ્ય ગુરુવંદન, ભક્તિ આદિ રોજ ખૂબ કરવા. અરિહંત ભગવાન પાસે જન્મ, સબુધ્ધિ, વિશિષ્ટ જ્ઞાન, ઉત્તમ આચારોની પ્રાપ્તિ વગેરે અઢળક ફાયદા જરૂર થાય. સાધુને વંદન, મયૂએણ વંદામિ, ભક્તિ વગેરે ન કરનારને વિશેષ પાપ, દુઃખ, દુરાચારીપણું વગેરે અશુભ ફળો મળે છે. રસ્તામાં પણ મળે ત્યારે મયૂએણ વંદામિ કરવા, શાતા - કાર્યસેવા પૂછવા. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ 'પ્રવચન-શ્રવણથી શ્રેષ્ઠ આરાધના “ધર્મરુચિ' ધંધામાં વ્યસ્ત હતા. કોઈકે કહ્યું. “સાંતાક્રુઝમાં ખૂબ સારા વ્યાખ્યાનો ચાલે છે.” તેમને ભાવના થઈ કે મારે આવો સુંદર લાભ લેવો. રોજ સપરિવાર ગાડીમાં ત્યાં જતા. આત્માની યોગ્યતા ઊંચી હતી જેથી સાંભળતાં સાંભળતાં ધર્મભાવના વધતી ગઈ. પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય મહારાજથી શ્રધ્ધા અને આરાધનામાં ક્રમશ: આનંદ વધતો ગયો. એમનાં શ્રીમતીજી અને સુપુત્ર પણ ધર્મ ખૂબ કરવા માંડ્યાં. અને દીક્ષા પણ લીધી ! આ ધર્મરુચિની નીચેની કેટલીક અજોડ આરાધનાઓ અનુમોદવાપૂર્વક તમારા જીવનમાં પણ યથાશકિત લાવવા જેવી છે: (૧) ઘણાં સગાંસંબંધી અને ભાઈઓ હતા, પણ સાત ક્ષેત્રમાં લાખો રૂપિયાનો સચ્ચય કર્યો ! (૨) પાણીમાં અસંખ્ય જીવો હોવાનું જાણી ઘરનાં ત્રણે જણાં ઉકાળેલું પાણી પીતાં. (૩) દીક્ષા પૂર્વે છેલ્લાં ત્રણ વર્ષ પોતાના ફલેટમાં આખી રાત એક પણ લાઈટ કરવાની નહીં !! (૪) જેટલાં વધુ કપડાં ધોવાય તેટલી હિંસા વધે તેમ વિચારી ધર્મરુચિએ અંડરવેર અને ગંજી વિના ચાલે એમ વિચારી વાપરવાનાં જ બંધ કયૉ ! કરોડપતિ હોવા છતાં નોકર ઘણું પાણી વાપરી ખૂબ હિંસા કરશે એમ વિચારી શ્રાવિકા થોડા પાણીથી કપડાં જાતે ધુએ ! (૬) ટી. વી., મેગેઝીનો, છાપા જોવાં બિલકુલ બંધ કરી દીધાં! થર થર જ ર વ શ [૧૨] જ ક જ વાર જ જ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૭) ધર્મરુચિએ ધમધોકાર ચાલતો ધંધો બંધ કરી દીધો ! (૮) ઘરમાં રાત્રે પાણીનું ટીપું પણ રાખવાનું નહીં !!! 'ધર્મનો અચિંત્ય પ્રભાવ મુંબઈના રાજનના આશ્ચર્યજનક ધર્મપ્રેમ વિષે ધ્યાનથી વાંચો. જન્મથી હાડકાનો રોગ; જાતે ઊઠી ન શકે, હાથ-પગ વાળી ન શકે. ૫.પૂ.પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના વ્યાખ્યાન સાંભળવા તેના પિતા જતા. સાથે તેને પણ મોટરમાં રોજ લઈ જાય. વ્યાખ્યાન તે ૧૦ વર્ષની લઘુ વયે પણ ધ્યાનથી સાંભળે ! સાંભળતાં સાંભળતાં જૈન ધર્મ હૈયામાં વસતો ગયો !!પૂજા, સામાયિક, ધાર્મિક અભ્યાસ, રાત્રિભોજન-ત્યાગ, વીડીયો-ગેમનો ત્યાગ, ટી. વી.નો ત્યાગ, ઉકાળેલું પાણી, ૧૪ નિયમ ૧૨ વ્રત, ભવ-આલોચના વગેરે ધર્મ ક્રમશઃ અપનાવવા માંડ્યો!!! ઘરના બધા પણ તેની ધર્મપ્રગતિ જોઈ ખૂબ ખુશ થતા. એકવાર માંદગી ખૂબ વધી ગઈ. ડૉક્ટરે રાત્રે દવા વગેરે લેવા ખૂબ દબાણ કર્યું. છતાં તેણે ન જ લીધી ! પછી તો સ્કૂલ પણ છોડી દીધી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે હસતાં હસતાં તેનો સ્વર્ગવાસ થયો ! નાની ઉંમરે તે મર્યો તેથી તેના પપ્પા-મમ્મી વગેરેને દુઃખ થયું. છતાં તેનું સમાધિમરણ પ્રત્યક્ષ જોયું તેથી સંતોષ પામ્યાં. હે જૈનો ! જિનવાણીનો ખૂબ પ્રભાવ છે. તમે રોજ ધ્યાનપૂર્વક સાંભળો, તમે પણ જિનશાસન, આત્મા વગેરેને ઓળખશો તો સર્વત્ર સુખ અને શાંતિ પામશો. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જુઓ રે જુઓ બાળકો કેવા ધર્મપ્રેમી? " જૈનનગરના કેટલાક ૧૨-૧૪ વર્ષના બાળકો કંપાસ, બોલપેનો વગેરે ઘણી વસ્તુઓ આપીને મને કહે, ‘‘મહારાજ સાહેબ, જે બાળકો સામાયિક કરે, ગાથા કરે, શિબિરમાં આવે એવાં બાળકોને આની પ્રભાવના કરજો. અમે બાળકોએ પૈસા ભેગા કર્યાં છે. આ વસ્તુઓની ધાર્મિક બાળકોને પ્રભાવના કરવાનો લાભ લેવો છે !'’નાના બાળકોની પણ કેવી ઉત્તમ ભાવના ! આ બાળકો પહેલાં પણ એક વાર થોડી વસ્તુઓ શિબિરના બાળકોને ઈનામ આપવા આપી ગયેલા. વળી શિબિરમાં તેઓ જૈનનગરથી પંકજ સામાય ટી આવે ! પછી પેન લાવી મને કહે, ‘‘અમને લાભ આપો. આપ શિબિરમાં અમને આવું સુંદર ધાર્મિક જ્ઞાન આપ્યું તેથી અમને મન થયું છે.'' કેવા બાળકો ? વ્યાખ્યાનમાં સુંદર હિતકર વાતો સાંભળીને શ્રાવકોએ પણ આમ વિચારવું ન જોઈએકે આવું શ્રેષ્ઠ જ્ઞાન, સમજ આપનાર દેવ અને ગુરુની અમારે યથાશક્તિ ઉપાસના કરવી છે ? ડૉક્ટર, વકીલને ફી તમે બધા આપો જ છો. આત્માનું કલ્યાણ કરનાર, સોનેરી શિખામણ આપનાર દેવ-ગુરુ પ્રત્યે તમે આદર-બહુમાન વધારી આવા અમૂલ્ય જ્ઞાનને પરિણત કરો. શિબિરમાં જૈનનગરનાં બાળકો ની વાત સાંભળી ભગવાનનગરના ટેકરાના ૩-૪ બાળકોને મન થયું. એમની ભાવના જાણી બીજા બાળકોને પણ મન થયું. અને ૧૩ બાળકોએ દરેકે પંદર પંદર રૂપિયાનું ફંડ કર્યું અને મને કહ્યું કે શિબિરમાં સારા જવાબો આપનારને રૂા. ૫/- ઈનામ અપાય છે તેમ અમારા તરફથી અમારે ઈનામ આપવા છે ! પછી તેઓ ૭૩ રૂા. નું પહેલું ઈનામ ૧૪ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વગેરે પાંચ ઈનામ લઈ આવ્યા અને પાઠશાળાના અધ્યાપકને ભેટ આપવા પણ વસ્તુ લઈ આવ્યા. સંઘ તરફથી પહેલું ઈનામ ૮ થી ૧૦ રૂા. નું અપાય. જ્યારે આ ઉદાર, ભાવના-ભરપૂર બાળકો કિમતી સારાં ઈનામો આપવાની હિંમત કરે ! તમે પણ આમ ભાવનાઓને ઉદાત્ત બનાવો અને બીજા ધર્મી બાળકોની ભક્તિ કરવાના સંસ્કાર તમારાં બાળકોને આપી તમારું ને તેમનું હિત કરો એ શુભેચ્છા. ૧૨ ધર્માનુરાગી બાળા મૈત્રી અમદાવાદના ખાનપુરની વતની છે. તેના વિશિષ્ટ પુણ્યની કેટલીક વાતો અહીં કરવી છે. જન્મથી તેણે કાચું પાણી પીધું નથી ! ૧ વર્ષની ઉંમરથી ચઉવિહાર કરે છે !! સાડાબાર વર્ષની ઉંમરે એણે બે પ્રતિકમણ મોઢે કરી લીધા !!! તપસ્વીઓના વરઘોડામાં એક દિવસ એ ગઈ હતી. ખૂબ ગરમી હતી. બપોરના બાર વાગી ગયા હતા. મૈત્રીને ખૂબ તરસ લાગી. રડવા માંડી. કોઈએ પૂછતાં તેણે તરસની વાત કરી. પાણી મંગાવી આપ્યું. તેણે કહી દીધું, “હું કાચું પાણી પીતી નથી.'' આટલી બાલ ઉંમરે આટલી ભયંકર તરસમાં હું ઉકાળેલુ પાણી જ પીશ એવી દૃઢતા બાળકમાં રહે ? ઉકાળેલું પાણી મંગાવી આપ્યું તો કહે, ‘‘મારી મમ્મીના હાથે જ પીશ.'' આ પ્રૌઢ પુણ્યવંતી બેબલીને ધન્ય છે કે જેણે ધર્મી પરિવાર તો મેળવ્યો છે, પણ મળેલા સંસ્કારને પણ એણે પૂર્વભવની અનુમોદનીય સાધનાથી અનેકગણા ઉજાળ્યા છે ! રમત અને તોફાનની વયે ધાર્મિક જ્ઞાન ભણવું, ચઉવિહાર વગેરે કઠિન આચાર પાળવા, આ બધું ખૂબ ખૂબ અનુમોદનીય છે. તમે પણ તમારા સંતાનોને સુસંસ્કારો આપશો તો તેઓ પણ ધર્મી બને. તેથી તમને ભવોભવ જૈન ધર્મ મળે અને ગમે. ૧૫ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભકિતથી કેન્સર કેન્સલ મહારાષ્ટ્રના ધૂલિયામાં ૫ વર્ષ પહેલાં એક શ્રાવિકાને ગળામાં મોટી કેન્સરની ગાંઠ થઈ. પછી રોગ વધતો ગયો. છેવટે ઓપરેશનનો નિર્ણય લેવાયો. રોહિણી તપ કરતી તે શ્રાવિકાને ઓપરેશનના દિવસે ઉપવાસ આવતો હતો, તેથી તેમણે કહ્યું “ડૉક્ટર સાહેબ ! હું મોઢેથી કોઈ દવા તે દિવસે નહીં લઈ શકું ! મારે ઉપવાસ છે !' મેજર ઓપરેશન હોવાથી ડૉક્ટરે દવા વિના ઓપરેશનની ના પાડી. તેથી ૧૫ દિવસ પછી ઓપરેશન કરવાનું નક્કી થયું. ઉપવાસ પૂર્વેના અઠવાડિયામાં તબિયત વધારે બગડી. કોઈ વખત રસ્તામાં ચક્કર આવી જતાં. બ્લેન પડી પણ જતાં, ઉપવાસના દિવસે બ્લેન ઉલ્લાસથી પૂજા કરવા ગયાં. તેમને પૂજામાં બે કલાક તો રોજ થતા. પણ એ દિવસે ભકિતમાં ખોવાઈ ગયા ! પૂજા કરતાં ચાર કલાક વીતી ગયા. પતિને થયું કે ઘણી વાર થઈ, હજી શ્રાવિકા આવ્યા નથી. તો શું રસ્તામાં ચક્કર આવ્યા હશે ? એ ચિંતાથી શોધતા આવ્યા. પત્નીને દેરાસરમાં અતિ સ્વસ્થતાથી ચામર-પૂજા કરતાં જોયાં. ભાવવિભોર બનીને પત્નીને પ્રભુ પાસે નાચતાં જોઈ જ રહ્યા. “અન્યથા શvi નાતિ, તારા શરdi અમ; तस्मात् कारु ण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर । " આ શ્લોક પૂજા પછી ભાવથી વારંવાર ગદ્ગદ્ હૈયે બોલે છે. પછી પૂજા કરી બહાર નીકળતા ન્હનને દેરાસરના ઉંબરે શ્રાવક મળ્યા; કહ્યું, “તમારી ચિંતા થતી હતી. તમને લેવા આવ્યો છું.” ત્યારે પહેલાં જેટલી જ મોટી ગાંઠ શ્રાવકે પણ જોઈ. વ્હેન કહે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ “નમણ લગાડવું ભૂલી ગઈ છું. જો રાહ જુવો તો નમણ લગાડી આવું.” શ્રાવકે હા પાડી. વ્હેન ગયાં, નમણ લગાડ્યું; અને પાછા ફરતાં દેરાસરના ઉંબરા સુધી આવ્યાને ગાંઠ અડધી થઈ ગયેલી ભાઈએ જોઈ ! સ્કૂટર ઉપર બેસીને ઘેર આવ્યાં; ત્યાં સુધીમાં તો સંપૂર્ણપણે ગાંઠ ઓગળી ગઈ ને બધી પીડા પણ શાંત થઈ ગઈ ! ઉપવાસ સારો થયો તથા પારણું પણ સુંદર થયું. પંદર દિવસ પછી ડૉક્ટરે ગાંઠ ન હોવાથી, બધા નવા રિપોર્ટ કરાવ્યા. તપાસ્યું તો લોહીના એક ટીપામાં પણ કેન્સરની સ્હેજ પણ અસર ન હતી ! દુનિયા જેની પાછળ ગાંડી છે તે વિજ્ઞાન વર્ષોથી અબજો રૂપિયા ખર્ચી ઘણી ‘રિસર્ચ' કરવા છતાં કેન્સરને મટાડવાનો ઉપાય નથી કરી શક્યું. પણ અસાધ્ય ગણાતા કેન્સરને પ્રભુભક્તિ ૨-૫ મિનિટમાં કેન્સલ કરવાનો ચમત્કાર આજે પણ કરે છે. આવા પરમ તારક અરિહંત ભગવંતોની ભાવથી સદા ભક્તિ કરી અનંતા કર્મોનો નાશ કરી પરમ ખ અને શાંતિ તમે પણ મેળવો એજ શુભેચ્છા. |૧૪ ધર્મે મરતા બચાવ્યા “નીચે ઉતરો! યદ તુમ્હારી ાણી નહી હૈ !” “ત્તેજિન ભૈયા ! मेरे पास टिकिट तोहै ! और यही गाडी विजयवाडाकी है !" આમ વારંવાર કહેવા છતાં કુલી જેવા લાગતા પેલા માણસે આમનો સામાન બહાર મૂકવા માંડ્યો. રિખવચંદજીએ પણ ડબ્બાની બહાર નીકળી પોતાનો સામાન સંભાળી લીધો. ફરી અંદર જાય તે પહેલાં તો ટ્રેઈન ઉપડી! ❀❀❀❀❀❀ ૧૭] ર For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ રિખવચંદજીએ વિચાર્યું કે હવે વિજયવાડા કાલે જઈશ. તેમને મહત્વના કામે તાત્કાલિક વિજયવાડા જવાનું હતું. પણ કુલીએ ટ્રેન ચુકાવી દીધી. વિચાર્યું કે હવે કેસરવાડી દાદાની પૂજા, ભક્તિ કરી પછી ઘરે જઈશ. રસ્તામાં યાદ આવ્યું કે આજે પોતાને મદ્રાસની બહાર ન જવાનો નિયમ હતો. ઓચિંતું તાકીદનું કામ વિજયવાડાનું આવી જતાં પોતે નીકળી પડ્યા. પણ કૂલીએ ઉતારી દીધો તે સારું થયું, નહીંતો ભૂલથી મારો નિયમ ભાંગત. રિખવચંદભાઈ ખૂબ ધર્મિષ્ઠ હતા; મદ્રાસના પ્રસિદ્ધ શ્રાવક હતા. નવકારજાપ વગેરે ધર્મ ખૂબ કરતા. સરળ અને શાંત હતા. કેસરવાડીમાં ભાવથી ભક્તિ કરી ઘરે પહોચ્યા, ત્યારે ઘરમાં તો રોકકળ અને શોક હતો. તેમને જોઈ ઘરવાળાં બોલ્યા: “તમે આવી ગયા ? બહુ સારું થયું. અમે તો તમારી ચિંતા કરતા હતા.” કેમ શું થયું? એમ રિખવચંદજીએ પૂછતાં ઘરનાએ કહ્યું : “તમારી ટ્રેનને ભયંકર અકસ્માત થયો. એ સમાચાર મળ્યા. ઘણા બધા મરી ગયા; થોડા જ બચ્યા છે. તમે કેવી રીતે બચ્યા ?” સાંભળી રિખવચંદજી ને બધો ખ્યાલ આવી ગયો. બનેલી હકીકત ઘરનાંને કહી ત્યારે બધાં સમજી ગયાં કે નક્કી ખૂબ ધર્મી હોવાથી રિખવચંદજીને કોઈ દેવે માનવ રૂપે આવી ઉતારી મૂક્યા !! નહીંતર ટિકિટ હોય પછી ટી.સી. પણ ન ઉતારે, કુલી તો કોઈને પણ ન ઉતારે. આવા કલિકાળમાં પણ ધર્મ કેવી અદ્દભુત સહાય કરે છે. એ વિચારતા રિખવચંદજી અને ઘણાંની શ્રદ્ધા ખૂબ વધી ગઈ. આવા મહિમાવંતા ધર્મની શ્રદ્ધા અને આરાધના તમે બધાં પણ ખૂબ ખૂબ કરો, જે તમને સર્વને સુખ અને શાંતિ આપે ! For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સમાધિમૃત્યુ જામનગરના મેઘજીભાઈને ૪ વર્ષ પહેલાં પેટનું અલ્સર થયું, સ્વયં સમાધિભાવ અને નવકારમાં લીન રહેતા ! ભયંકર વેદનામાં પણ કાઉસ્સગ્નમાં બેઠા ! નવકાર સાંભળતા સ્વર્ગવાસ પામ્યા ! જીવતાં ૬૦ લાખ રૂપિયાનું ધર્મમાં દાન વગેરે આરાધના કરેલી. ૧૯ગચ્છાધિપતિશ્રીનો કેવો પ્રભાવ ? શ્રી ભગવતીજીના જોગ કરવાનો સુવર્ણ અવસર મારા જીવનમાં આવ્યો. પરંતુ છ માસથી ચાલતી તાવ વગેરે માંદગી, અશક્તિ વગેરે કારણે મન થતું નહતું. પરિચિત ઘણા સાધુ ભગવંતોએ કહ્યું, ઈચ્છા નહીં હોય તો પણ પરાણે તમને જોગમાં પ્રવેશ કરાવીશું.” ઘણાની લાગણી, ભક્તિ હતાં. તેથી હિંમત આવતી, છતાં દવા વગેરેથી પણ તબિયત સુધરી નહીં તેથી મન પાછું પડતું હતું. પરમોપકારી, સિદ્ધાંતદિવાકર, વાત્સલ્યમૂર્તિ, ગચ્છાધિપતિ, પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સાહેબે મારી મુશ્કેલીઓ જાણી કહ્યું, “જોગ કરી લેવા.” વિનંતી કરી, “૧-૨ વર્ષ પછી કરીશ.” પૂ. શ્રી, “પછી પણ મુશ્કેલીઓની સંભાવના છે. તેથી હમણાં કરી લેવા.” જ્ઞાન-સંયમનું અમાપ બળ દીર્ઘદ્રષ્ટિ વગેરેથી વિચારી પૂ. શ્રી એ ઉત્સાહ સીંચ્યો. મેં પણ તહત્તિ કર્યું. પૂ. શ્રીના આશીર્વાદ, વાસક્ષેપ આદિના બળે જોગમાં પ્રવેશ કર્યો ! ઘણા મહાત્માઓ તથા સંસારી સગાઓના આશીર્વાદ, શુભેચ્છા, પ્રાર્થના, જાપ, તપ, લાગણી આદિનું પણ બળ ઉમેરાયુ ! અને મુનિ શ્રી યોગીરનવિજયજી ની ખૂબ ભક્તિ ભળી. લાંબા જોગ ઘણી સારી રીતે પૂર્ણ થયાં ! જોગના પહેલા જ દિવસે અસ્વસ્થતા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ આદિ વધુ લાગવાથી પૂ. શ્રીને જોગમાંથી કાઢવાની વિનંતી કરી. તોપણ પૂ. શ્રીએ હિંમત આપી, “થોડા દિવસ જોગ ચાલુ રાખ. પછી જોઈશું.” ઈચ્છા સ્વીકારી. પણ પછી ખાસ મુશ્કેલી ન આવી. ધાર્યા કરતાં ઘણા સારા થઈ ગયા ! ટૂંકમાં, મારા સ્વાનુભવે સાધકોને મારે ખાસ કહેવું છે કે કલિકાળમાં પણ તપસ્વીઓ, સંયમીઓ, જ્ઞાનીઓ વગેરે નો પ્રભાવ અચિંત્ય છે જ !! તપની અને શારીરિક અશક્તિ વગેરે કારણે શ્રી ભગવતીજીના લાંબા જોગ ક્યારેય થવાની મને આશા ન હતી. છતાં સંયમીઓના આશીર્વાદ વગેરેના પ્રભાવથી ખરેખર ખૂબ સુંદર થઈ ગયા ! હે ભવ્યો ! તમે પણ સયંમ પ્રાપ્તિ, વિશિષ્ટ તપ આદિ શુભ સાધના કઠિન લાગે તો પણ તપસ્વી વગેરેના આશીર્વાદ, મંત્ર, જાપ વગેરેની શુભ સહાય મેળવી ભાવભરી પ્રભુભક્તિ, મનની પવિત્રતા આદિ આરાધનાપૂર્વક યા હોમ કરીને પડો. ફત્તેહ છે આગે. ૧૭ પરિગ્રહ-પરિમાણ વ્રતે ચમત્કાર કર્યો ગુજરાતના એક ગામના એ ભાઈને આપણે પ્રવીણભાઈ તરીકે ઓળખીશું. કરિયાણાનો વેપાર કરતા હતા. ધંધો ચાલતો ન હતો. દેવું થવા માંડ્યુ. ઉપાશ્રયમાં પૂજ્ય મુનિરાજ શ્રી અભ્યુદયસાગર મ. આદિને વંદન કરવા ગયેલા. મહારાજશ્રીએ પરિગ્રહ પરિમાણવ્રતની પ્રેરણા કરી. ધર્મપ્રેમી અને સાધુ પર શ્રદ્ધાવાળા તે વિચારે છે કે ધન તો છે નહિ અને મળે તેમ લાગતું નથી. તો ચાલો લાભ લઈ લઉં. ૨૫ વર્ષની ભર યુવાનવયે એકલાખનો નિયમ માંગ્યો ! આ ભાવનાશીલ શ્રાવકનો નિયમ સારી રીતે પળાય તે માટે પૂ. શ્રીએ પાંચ લાખનો નિયમ આપ્યો પછી દેવું વધી જતાં પ્રવીણભાઈએ ગામ છોડ્યું. છોડતાં પહેલા પિતરાઈ ભાઈનું લગભગ અઢાર હજારનું ❀❀❀❀❀❀ * ૨૦૦ $ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ દેવું હતું. પ્રવીણભાઈએ કહ્યું, “ભાઈ ! મારું મકાન તમારા નામે કરી દઉં છું.” લાગણીવાળા ભાઈએ ના પાડતાં કહ્યું, “હું ક્યાં પૈસા માંગુ છું? તું કમાય ત્યારે નિરાંતે આપજે. ચિંતા જરા પણ ન કરીશ !' ૨૦ વર્ષ પહેલાં વતન છોડી તેઓ શહેરમાં રહેવા લાગ્યા. નાની ખોલીમાં છ-સાત જણા રહે. દિવસો જેમ તેમ વિતાવે. સીઝનમાં અનાજનો નાનો વેપાર કરે. પર્યુષણમાં દેરાસરમાં અષ્ટ પ્રકારી પૂજાની બોલી ચાલતી હતી. પ્રવીણભાઈને ભાવ આવી ગયો. દાદાની પૂજામાં પોતાનું પણ કંઈક સમર્પણ કરવાની ઈચ્છાથી કેશરપૂજા અને દીપક પૂજા એમ બે બોલીનો ૨૫૦૦ મણમાં લાભ લીધો ! પછી ટ્રસ્ટીને હકીકત જણાવી કહ્યું, “બે માસમાં રકમ ભરી દઈશ. કમાણી નહિ થાય તો થોડું સોનું છે તે મૂકી જઈશ. અને વ્યાજ સાથે રકમ ચૂકવી દઈશ.” આમના ઉત્તમ ભાવ જાણી ઉદાર ટ્રસ્ટીઓએ વિનંતી સ્વીકારી. આમ લાભ મળવાથી પ્રવીણભાઈને અનહદ આનંદ થયો. દેરાસરમાં દીપકની રોશની કરે તેના જીવનમાં રોશનીનો ઝગમગાટ કેમ ન થાય ? થોડા જ દિવસમાં એક ભાઈએ ઓટોમોબાઈલ્સના ધંધામાં ભાગીદાર થવા ઓફર કરી ! આવેલ તક વધાવી લીધી. પ્રવીણભાઈ માત્ર વર્કીગ પાર્ટનર. પૈસા બધા પેલા ભાઈના. ધર્મ પ્રભાવે કમાણી થવા માંડી. પ્રવીણભાઈની ધર્મશ્રધ્ધા અને પ્રામાણિકતાને કારણે ધંધો ખૂબ જામ્યો. રૂપિયા સાડા ત્રણ લાખનું મકાન લીધું. પરિગ્રહ પરિમાણ વ્રત કેવી રીતે લીધેલું તે યાદ ન આવવાથી મહારાજશ્રીને મળીને પૂછ્યું. તેઓશ્રીએ કહ્યું, “પાંચ લાખમાં મકાન અને બધું જ ગણવાનું.” પ્રવીણભાઈએ વિચાર્યું કે જે ધર્મ મારી આટલી ઉન્નતિ કરી તેની સાથે વિશ્વાસઘાત કરવો નથી ! હવે કમાવું નથી !! For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫ લાખથી વધારે જે કમાણી થઈ છે તે ધર્મમાં વાપરી નાખવી છે !!! પ્રવીણભાઈએ દુકાનમાંથી ભાગીદારી કાઢી નાખી, દોઢ લાખ ધર્મપત્નીના નામે મુક્યા. પરિગ્રહ પરિમાણથી ઉપરની રકમનું વ્યાજ ધર્મક્ષેત્રે તેઓ અવસરે અવસરે ઉદારતાથી દાન કરે છે. વતનમાં સાધુ સાધ્વી ભગવંતોને માટે તેમના તરફથી ભાઈઓ સાથે ભાગીદારીમાં આજે પણ રસોડું ચાલે છે. પોતે વિશેષ આરાધના કરી રહ્યા છે. શ્રી વાસુપૂજ્ય ભગવાને દેશનામાં ફરમાવ્યું હતું, “પરિગ્રહ પરિમાણ વ્રત દરેક શ્રાવકે લેવું જોઈએ તેના પ્રભાવે વિદ્યાપતિ શેઠને ગયેલી લક્ષ્મી અનેક ગણી થઈને પાછી મળી, રાજા પણ બન્યા !” તમે બધા પણ આત્મહિતાર્થે આ વ્રતથી આત્માને શણગારી અનાદિના ધનના લોભ પર વિજય મેળવી સર્વત્ર સુખ પામો એ જ શુભાભિલાષા. -૧૮નવકારે વિમાન-હોનારતથી બચાવ્યા તા. ૧૧-૧-૮૯ના રોજ બેંગ્લોરના જતીનભાઈ ગૌહાટીથી મુંબઈ પ્લેનમાં જતા હતા. એરબસમાં ૯૩ મુસાફરો હતા. ગૌહાટીથી વિમાન ઉપડ્યું. રનવે પર જ બે બળદ ભટકાયા, વિમાનમાં આગ લાગી. તે ખેતરમાં ધસી રહ્યું હતું. આગ ખેતરમાં પણ લાગી. સામે મોત જાણી જતીનભાઈએ ભાવથી નવકાર ગણવા માંડ્યાં ! ખેતરમાં પથ્થર સાથે અથડાઈ વિમાન અટકી ગયું ! બધાને ઈમરજન્સી ગેટમાંથી બહાર કુદાવ્યા. બધાં બચ્યા ! નીચે ઉતરી જોયું તો લગભગ સો ફૂટ દૂર એક પાણીનું નાળુ હતું. જો પથ્થરથી વિમાન છે જે જ થા છે કે [૨૨] આ જ છે આ જ છે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ રોકાત નહીં તો ક્ષણવારમાં નાળામાં બધા ડૂબી જાત ! મંત્રાધિરાજ શ્રી નવકાર ભયંકર અકસ્માતથી પણ હેમખેમ બચાવે છે ! ટી. વી. ત્યાગ ૧૯ ડભોઈનો જેનીલ ભરતભાઈ આઠ વર્ષની ઉંમરથી ટી.વી. ત્યાગ, ચૌદ નિયમ ધારવા, જિનપૂજા, માતાપિતાને પ્રણામ, થાળી ધોઈને પીવી, નવકારશી, ચઉવિહાર આદિ ઘણો ધર્મ કરે છે ! એની મમ્મીએ ખૂબ વાત્સલ્યથી ઘણા સંસ્કારો આપ્યા છે. તમારા સંતાનોને સારા સંસ્કારો સીંચી સાચા શ્રાવક બનાવો એ જ હિતશિક્ષા. ૧૨૦ આચાર્યશ્રીના આશીર્વાદથી સંયમ રાજન્ રાજનગરનો રંગીલો કૉલેજ્જન હતો. કૉલેજમાં રજાઓ હતી. ધર્મી મામાએ પ્રેરણા કરી, ‘‘રજા છે તો વ્યાખ્યાન સાંભળ; ખૂબ જ્ઞાન મળશે.’’ આત્મા પૂર્વભવનો વિશિષ્ટ આરાધક હશે, તેથી સ્વીકાર્યું ! આગળ તમે જોશો કે સાધકનું પુણ્ય એને કેવી રીતે સુંદર નિમિત્ત આપી શાસનનું રત્ન બનાવી દે છે ! પ્રવચન ગમી ગયું. પછી અવારનવાર સાંભળે. ધર્મ વધુ ગમવાથી સાધુઓનો સંપર્ક કર્યો ! ધર્મભાવના વધતી ગઈ. તે પાવર ઈલેક્ટ્રોનિક એન્જીનિયરિંગમાં ભણતો હતો. સાધુના વધુ પરિચયથી દીક્ષાની ભાવના વધતી જ ગઈ ! ઘરનાની રજા મળી પણ તેમનો ખૂબ આગ્રહ કે છેલ્લું સેમેસ્ટર ભણી લે. ડિગ્રી પછી દીક્ષા ધામધૂમથી અપાવીશું. ઉપકારી પિતાજી વગેરેને સંતોષ આપ્યો. પણ થોડા સમય પછી કેટલાક અશુભ નિમિત્તે દીક્ષાની ઈચ્છા મંદ થઈ ગઈ. ૨૩ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ એજીનીયરીંગના અભ્યાસ આદિમાં પ્રવૃત્ત બન્યો. - એક વાર દિલ્હીથી રાજન આવ્યો ત્યારે ઘરેથી કહ્યું કે પૂ. રવિપ્રભવિજયજી ખૂબ બીમાર છે. ઉપાશ્રયે ગયો. પંદરેક દિવસ ખૂબ વૈયાવચ્ચ કરી ! તેનો જન્મદિન આવ્યો. સાંજે છોકરી જોવા જવાનું હતું. વર્ષગાંઠ હોવાથી પ.પૂ.આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજીને વંદન કરવા ગયો. કૃપાળુ મુનિશ્રી (હાલ પંચાસ) નરરત્નવિજયજીએ મહિનાનાં ૧૫ સામાયિક કરવાની પ્રેરણા કરી. તેણે સ્વીકાર્યું. પૂ. આચાર્યશ્રીને નિયમ આપવાની વિનંતી કરી. દીક્ષાની વાત કોઈને ન કરે, પણ આ સાધકના પુણ્ય પૂ. આ. ભગવંતના શ્રી મુખેથી અંતરના ઉદ્ગાર સર્યા, “બે ઘડીનું સામાયિક કેમ ? જાવજજીવનું લઈ લે !'' રાજને પૂ. શ્રી પ્રત્યે ખૂબ જ આદર! ગુરુદેવ કહે તેમાં મારું હિત જ છે. મારે લેવું એવી ભાવના અંતરમાં વધતી ગઈ ! બીજા શ્રાવકોએ પણ પૂ.શ્રીની પ્રેરણાનું વિશિષ્ટ માહાલ્ય સમજાવ્યું. પછી તો આઠ માસ પછી દીક્ષા પણ લીધી ! આજે ખૂબ સારી રીતે ઊંચું સંયમ પાળતાં તે નિજાનંદમાં મસ્ત છે! હે ધર્મપ્રેમીઓ ! આજના અમનચમનના યુગમાં યુવાન વયમાં એક અનોખું સાહસ રાજને પૂ. સંઘસ્થવિર આચાર્યશ્રીની હૈયાની પ્રેરણાથી કર્યું, ને જીવન કેવું ગુણ-સુવાસથી મઘમઘતું બનાવી દીધું! અભ્યાસ, નિર્મળ સંયમ, વિનય, વૈયાવચ્ચ, સદા પ્રસન્નભાવ આદિ અગણિત ગુણો આત્મામાં પેદા કરી લીધાં ! હે જૈનો ! તમે પણ સંયમીઓના અંતરના આશીર્વાદ મેળવી આવી કોઈ અલબેલી આરાધનાથી આ માનવભવમાં આત્માને એવો પવિત્ર બનાવો કે ભવોભવ શાંતિ, સુખ, ગુણો વધતા જ જાય ! For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય મૃત્યુથી બચાવે છે જતીનભાઈ વગેરે ૫૦ જણા બસમાં તા. ૬/૨/૮૮ એ જેસલમેરથી નાકોડાજી જતા હતા. જતીનભાઈ અને ભારતીવ્યેન ટૂંક સમયમાં દીક્ષા લેવાનાં હતાં, આ છેલ્લી જાત્રા હતી. રાત્રે સાડા દસ વાગે બ્રહ્મચર્ય વિશુદ્ધ પાળવા જતીનભાઈએ બસમાં બેઠક બદલી. આગળ ટ્રક સાથે અકસ્માત થયો. ત્યાં જ નવ જણ મર્યા. બસની ડેકી તૂટી. ભારતીબ્લેન ઊછળી તેમાં પડ્યા. બસ ૫૦૦ ફૂટ ખેંચાઈ. તેમની બાજુમાં બેઠેલ ભરતભાઈ મર્યા. બાજુવાળા મધુવ્હેનને હાથે-પગે ઈજા. બાજુવાળા મનહરબ્દનના હાથ-પગ કપાયા. જ્યારે ભારતીવ્હેનને માત્ર ૨-૩ ટાંકા આવ્યા, પણ બચી ગયા. આ સત્ય કિસ્સો ત્યારે ટી.વી. તથા છાપામાં આવેલ. પુણ્યોદયે જતીનભાઈને સીટ બદલાવી મરતાં બચાવ્યા ! ભારતીબ્લેનની આજુબાજુવાળાઓને મૃત્યુ,ઘણી ઈજા વગેરે થયા. પણ વચ્ચે બેઠેલા ભારતીબ્લેનને મામૂલી ઈજા થઈ . બંને પુણ્યાત્માએ '૮ વર્ષ પહેલાં બેંગ્લોરમાં દીક્ષા લીધી ! ૨૨ જીવદયા “મને બાળવાના લાકડા બધા જ પૂજવાં.” આ એક જ તારા અંતરની ભણે માને કારણે એ ભૂતકે પોતાના વમિરાતનભ (વીલ)માં લખેલું ! જીવતા જરૂર જયણા બધે પાળીશ એ શુભ સંકલ્પ તમે અત્યારે જ કરી અનંતા કર્મોનો નાશ કરો. વા પર થી જ જા જા [૨૫] આ વાત પર જ વાર જ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સેવાની લગની ભણસાલી ટ્રસ્ટ તરફથી અતિ ગરીબ એવા બિહાર પ્રાંતમાં દર વર્ષે નેત્રયજ્ઞમાં હજારો ગરીબોની સેવા કરાય છે. ટ્રસ્ટ તરફથી મોતિયાનું ઓપરેશન, ચશ્મા, ભોજન, ઠંડીમાં રક્ષણાર્થે સ્વેટર મફત અપાય છે. ૨૯૨ ઉપવાસની અંતિમ આરાધના મુલુંડમાં વસતા ૮૦ વર્ષના શ્રી માવજીભાઈ ૯૨ ઉપવાસ કરી તા. ૪-૯-'૯૩ના શનિવારે રાત્રે ૧-૩૦ કલાકે નમસ્કાર મહામંત્રના સ્મરણ-શ્રવણ કરતાં કરતાં મહાવિદેહમાં પધારી ગયા! ત્રણ મહિના પૂર્વે તેમને લકવાનો હુમલો આવ્યો. આકસ્મિક હુમલાથી તેઓ વ્યથિત થઈ ગયા. રાત્રે ૧૨ વાગ્યે દેવી સંકેત થયો કે તું અંતિમ આરાધના કરી સીમંધરસ્વામી પાસે આવી જા. જેણે જીવનમાં એક પણ ઉપવાસ કર્યો નથી એવા માવજીભાઈએ અણસણ (ઉપવાસ) કરવાનો નિર્ણય કર્યો. બીજા દિવસથી ઉપવાસ શરૂ કર્યા. ઘરવાળાઓને એમ કે બે ત્રણ ઉપવાસ કરી થાકશે. પણ જ્યાં દેવી સંકેત હોય ત્યાં થાકની વાત ક્યાં ? ઉપવાસ આગળ વધ્યાં.... દસમાં ઉપવાસે બધો જ રોગ મટી ગયો ! સજ્જડ થઈ ગયેલા હાથ-પગ પૂર્વવત્ ચાલતા થઈ ગયા ! દિવ્ય ચમત્કાર થયો! થોડા દિવસ બાદદૈવી સંકેત દ્વારા રાત્રે તેમને સીમંધરસ્વામી નો જાપ મળ્યો, ને ચોવીસે કલાક તે જાપ કરવામાં મસ્ત બની ગયાં. તપ-જપની સાધના આગળ વધતી ગઈ. જ જા જા જા જા જ [૨૬] ક વ લ થા For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ બાવીસમા ઉપવાસે મુલુંડમાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. નો પ્રવેશ થયો. ત્યારે સામૈયામાં જ તેમના ઘરે પૂજ્યશ્રીએ પગલાં કર્યા, આર્શીવાદ આપ્યાં. શ્રી સીમંધરસ્વામી પાસે ૮ વર્ષે દીક્ષા લઈ નવમા વર્ષે કેવળી બનવાના તેમના અંતરમાં અરમાન હતા. ૯૨ ઉપવાસમાં કદી માથ કે પગ દુ:ખ્યા નથી ! ભૂખ-તરસ લાગી નથી. કોઈ પીડા નહીં. અખંડ દીવાની જ્યોતમાંથી કેસર નીકળતું અનેક જણાએ પ્રત્યક્ષ જોયું છે. રાત્રે ઝગારા મારતા સાક્ષાત દેવવિમાનને આવતા તેમના સંબંધીઓએ જોયું છે. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. મુનિ ભગવતો, સાધ્વીજી વગેરેએ ભાવવર્ધક પદો સંભળાવી અદૂભૂત સમાધિ આપી. ૯૦ ઉપવાસ સુધી પૂર્ણ સ્વસ્થ હતાં. ૬૦-૭૦ ઉપવાસ થતાં મુંબઈભરનાં મોટા, મોટા ડૉક્ટરો પણ આશ્ચર્યમુગ્ધ થઈ જતાં. ઉપરનું બી. પી. ૭૦; નીચેનું પ૦ અને પલ્સ ૬૦ રહેતાં. મોટા મોટા ડૉક્ટરો કહે અમારી સમજણ મુજબ આ કેસ અડધો કલાકથી વધુ જીવે નહીં, ને ૯૨ દિવસ જીવ્યાં !! ઉપરનું બી.પી. ૭૦ થી ક્યારેક તો ૯૦ થઈ જાય ! ડૉક્ટરોને આશ્ચર્ય થતું કે ખાધા-પીધા વગર બી.પી. વધે જ કઈ રીતે ? ૯૨ દિવસ અપૂર્વ સમતા સાથે વિતાવ્યાં. ધર્મ સાંભળવાની જ તીવ્ર રુચિ ને સંસારીઓ પ્રત્યેના સર્વ પ્રકારના મમત્વનો ત્યાગ, મૂડીનો ઘણો ભાગ શુભ કાર્યમાં વાપરવાનો નિર્ણય વગેરેથી જીવન ધન્ય બની ગયું હતું. હે ભવ્યો! તમે પણ જીવન ધર્મમય બનાવી અંતિમ આરાધના પૂર્વક સમાધિ મૃત્યુ મેળવી સદ્ગતિ પામો એ શુભેચ્છા. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૫-સંતિકર સ્તોત્રનો પ્રભાવ નવસારીમાં એક બાળકને જન્મથી જ દમનો ભારે રોગ; વારંવાર ઉથલા મારે, ૫-૬ વર્ષ સુધી તો આ રોગ અવિરતપણે ચાલતો રહ્યો. ઘણાં ઈલાજો, ઘણી દવાઓ કયૉ પણ રોગમાં તો જરાય સુધારો થયો નહીં. ઘણી વાર હાલત ગંભીર બની જતી. દવા કરવાથી ૮ વર્ષ દર્દમાં થોડો સુધારો થયો. વારંવાર આવવાને બદલે દિવસે ૧ વાર, બે દિવસે ૧ વાર તકલીફ થાય. આવો ક્રમ ૧ વર્ષ સુધી ચાલ્યો. તે વખતે એક સાધુ ભગવંતના પરિચયમાં આવ્યા. વિનંતી કરવાથી તેઓએ બીજો શ્રેષ્ઠ ઈલાજ બતાવ્યો અને કહ્યું, “૧ વાટકીમાં પાણી લઈ તેમાં અનામિકા (ત્રીજી) આંગળી રાખી નવકાર અને સંતિકર ૪૧ વખત ગણવાં. પછી તે પાણી બાળકને પીવડાવી દેવું. આ રીતે ઈલાજ કરવાથી દર્દ ભાગવા માંડ્યું. ૧૧ માં વર્ષમાં માત્ર ૨ વખત અને ૧૨મા વર્ષે ૧ જ વાર દર્દ થયું. ત્યારબાદ ગાયબ થયેલું દર્દ આજ સુધી ક્યારેય આવ્યું નથી. આવા મહિમાવંતા સ્તોત્રને આપણે શુભ ભાવથી ગણીએ તો ભવોભવ આપણને જૈન ધર્મ, સદ્ગતિ, સબુધ્ધિ અને પ્રાંતે શિવગતિ જરૂર મળે !' ૨૬ ચૈત્યપરિપાટી મુંબઈ પારલાના કેટલાક યુવાનો દર સોમવારે નવા નવા દેરાસરે દર્શન કરવા જાય છે. આમ ઘણાં વર્ષોથી સામૂહિક ચૈત્યપરિપાટીથી ઘણાં બધાં પરાના દેરાસરોનાં દર્શન કરી લીધાં છે ! અને આમ આખા મુંબઈનાં બધાં દેરાસરોને જુહારવાની તેમની ભાવના છે! હે જૈનો ! પાંચ તિથિએ ગામનાં બધાં દેરાસરે દર્શન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કરવાનું શ્રાવકનું કર્તવ્ય કદાચ ન કરી શકો તો આમ રજાનાં દિવસે નવા નવા દેરાસરે દર્શન કરવાનું તથા વ્યાપાર વગેરે કારણે જે ગામ જાવ ત્યાંનાં દેરાસરોમાં દર્શન કરવાનું ચૂકશો નહિ. Ꭱ દેરાસર બંધાવ્યાં અમદાવાદનાં મહેન્દ્રભાઈએ સ્વદ્રવ્યથી અત્યાર સુધીમાં પાંચ દેરાસર બંધાવ્યાં છે ! અગિયાર દેરાસર બંધાવવાનો તેમનો મનોરથ છે. તમે પણ શક્તિ મુજબ આવો કોઈ મનોરથ સેવી આત્મહિત સાધો એ જ શુભેચ્છા. મહેન્દ્રભાઈ પર્યુષણની સુંદર આરાધના થાય તે માટે સાત વર્ષથી સપરિવાર પાલીતાણા જઈને જ પર્વાધિરાજની સુંદર આરાધના કરે છે. તમે પણ મહાપર્વની ભાવથી આરાધના કરી અનંતા કર્મોનો ખાત્મો બોલાવવાનું ચૂકશો નહિ. ૨૮ કસ્તૂરભાઈને જૈનપણાનું ગૌરવ કસ્તૂરભાઈએ એક વખત સરદાર વલ્લભભાઈને જમવા બોલાવ્યા હતા. વલ્લભભાઈ રાત્રે લગભગ આઠ વાગે આવ્યા. શ્રેષ્ઠીવર્યે કહ્યું, ‘‘હું જૈન છું. રાત પડી ગઈ છે. તેથી હું લાચાર છું. તમને જમાડી નહિ શકું. મારું નિમંત્રણ સૂર્યાસ્ત પહેલાનું હોય છે.'' પાણી આપી વિનયપૂર્વક વિદાય કર્યાં ! ભારતના લોખંડી પુરુષ સરદારને પણ એમણે જમાડ્યા નહિ ! હા ! ખાનદાની અને સંસ્કાર કેવાં ઉત્તમ કે ધાર્મિક આચારોમાં મક્કમ બની ગયા. તમે પણ રાત્રિભોજન, અભક્ષ્ય, અનંતકાય વગેરે ભયંકર પાપોથી ભાવથી ને વ્યવહારથી બચવા માટે મક્કમ બનો એવી મનોકામના. ૨૯ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ 'પરદેશમાં પણ પ્રતિક્રમણ મુંબઈના એ ધર્મશ્રદ્ધાળુ લક્ષ્મીચંદભાઈ ધંધા વગેરે માટે પરદેશ જાય ત્યારે પણ પ્રતિક્રમણ ન છોડે ! કાયમ પ્રતિક્રમણ કરે ! ચીન વગેરેમાં A. c. વાળી હોટલોમાં ઊતરે ત્યારે પ્રતિક્રમણ ન છોડવું પડે માટે ધાબળો ઓઢીને કરે ! સ્ટેશન વગેરે પર રોકાવુ પડ્યું હોય ત્યારે પણ પંખા, લાઈટ, વગેરે વચ્ચે ભર ઉનાળામાં પ્રતિક્રમણ કરવું પડે તો ધાબળો ઓઢીને કરે ! મોહમયીવાસી આ ધર્મી જીવના બીજા અનેક ગુણો જાણવા અને આદરવા જેવા છે. સુંદર પુસ્તકો પ-૨૫ લાવી ઘણાંને ભેટ આપી વાંચન કરાવી અનેકને ધર્મી બનાવે છે! 13 ગુરુદેવોની તિથિ ઉજવી ઝીંઝુવાડાના પ.પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વર મ. ની પ્રત્યે ગામને એટલો બધો આદર છે કે તેમની સ્વર્ગવાસ તિથિએ દર વર્ષે ગામ વર્ષોથી રજા પાળે છે ! અને તે દિવસે તેમના ગુણાનુવાદ વ્યાખ્યાનમાં થાય છે ! મ.સા. ન હોય તો ગુણાનુવાદ શ્રાવક કરે. તમે પણ પૂજ્યોના દીક્ષા વગેરે દિવસો ભાવથી ઉજવી તપ, દાન વગેરે કરી ભવોભવ સદ્ગુરુ મળે તેવું પુણ્ય ઉપાર્જી એ શુભેચ્છા. પત્ની વગેરેની તિથિ બધા ઊજવે. તમે નક્કી કરો કે સાધુ-સાધ્વીની તિથિની ઉજવણીમાં આપણે જવું, ગુણાનુવાદ કરવા, સાંભળવા વગેરેથી આપણને ઘણા લાભ થાય. ઘણા ગુણ પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ગેબી શક્તિ વીરમગામનાં સુશ્રાવક હરિભાઈ ભગવાનના ભક્ત. એકવાર હરિભાઈ શંખેશ્વરજી દાદાની યાત્રા માટે ગયા. ત્યાં ગયા પછી પૂ.પં.શ્રી જંબૂવિજય મ. ને લોલાડા વંદન કરવાની ભાવના થઈ. સાધનની તપાસ કરી. હડતાલના કારણે સાધન ક્યાંય ન મળ્યું. પેઢીમાં પૂછયું. તેમણે જણાવ્યું, ‘‘કોઈ સાધન અત્યારે નહીં મળે.'' પણ અંતરમાં ગુરુમહારાજને મળવાની તીવ્ર ઝંખના હતી. તેથી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરી, ‘‘દાદા ! મારે ગમે તેમ કરીને આજે ગુરુવંદન કરવું જ છે. ! તારામાં બધી તાકાત છે ! તારા સેવકની ભાવના પૂરી કર !'' બસ, રસ્તામાં જે મળે તેને પૂછે, ‘ભાઈ! લોલાડા જવું છે; કોઈ સાધન છે ?'' એમ કરતાં, બસસ્ટેન્ડે પહોંચ્યા. કોઈ સાધન ન મળ્યું. છતાં દાદા પર પૂરી શ્રધ્ધા હતી. દાદા મારા અંતરના અરમાન જરૂર પૂરશે ! સ્ટેન્ડે ઊભા રહ્યા. થોડી જ ક્ષણોમાં એક જીપ આવીને એમની પાસે ઊભી રહી ! તેમણે પૂછ્યું, ‘‘કાકા ક્યાં જવું છે ?’' ‘‘મારે લોલાડા જવું છે.’’ ‘‘ચાલો બેસી જાવ, હું ત્યાં જ જઉં છું, વળી ત્યાંથી હું કલાકમાં પાછો અહીં જ આવવાનો છું તમને લેવા આવીશ.'' બેસી ગયા. ત્યાં પહોંચ્યા. ગુરુમહારાજને મળ્યા. વંદનની ભાવના ફળી, અડધો કલાક પૂ. શ્રી સાથે ધર્મવિચારણા કરી જીપમાં પાછા પણ આવી ગયા ! ભગવાન શ્રી શંખેશ્વર દાદા ઉપરની પૂર્ણ શ્રધ્ધાએ ચમત્કાર કર્યો ! ધર્મની સાચી ભાવના ફળ્યા વગર રહેતી નથી. ૩૧ ૩૧ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 13 એજીનિયર ની આરાધના મહેન્દ્રભાઈ સિવિલ એન્જનયર ૩૨ વર્ષ પહેલા થયા. ૨૨ વર્ષથી રોજ બંને પ્રતિક્રમણ અને બે સામાયિક કરે છે. રવિવારે અને રજાએ ૬ સામાયિક કરે છે ! મેં આરાધના અંગે પૂછતાં તેમણે કહ્યું કે સર્વિસને કારણે રોજ તો સમય ન મળે, પણ રવિવારે અને રજામાં ફરવા વગેરેના પાપ કરવા કરતાં સામાયિકનો મહાન લાભ કેમ ન લઉં ? તેથી શક્ય તેટલા વધુ સામાયિક કરું છું.” તેઓ રોજ બેસણાં કરે છે. ગાથા ગોખે છે. તિથિએ આયંબિલ કરે છે. લગ્નમાં પણ સગાઓને રાત્રિભોજન કરાવતા નથી. દર પર્યુષણમાં ચોસઠ-પહોરી પૌષધ સાથે અઠ્ઠઈ કરે છે ! રોજ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરે છે. જ્યાં જાય ત્યાં મ.સા. મળે તો ગુરુવંદન અવશ્ય કરે! મારો પરિચય નહીં છતાં પૂછીને જાણીને મને વંદન કરવા આંવ્યા. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ ભાવથી કરે છે. પુણ્યશાળીઓ ! તમે પણ કદાચ રોજ વધુ ધર્મ ન કરી શકો તો રજાઓમાં સામાયિક, વાંચન, આંગી, પ્રતિક્રમણ, વ્યાખ્યાન, ગુરુવંદન આદિ કરી તમે પણ ઉભય લોક સફળ કરો. ૩૩દાદાના પ્રભાવે છઠ્ઠ કરીને સાત જાત્રા થઈ !) એક મુનિરાજ દીક્ષા પછી પ્રથમ વાર પાલીતાણા ગયા. અમદાવાદથી સંઘમાં નીકળ્યા ત્યારે શુભ ભાવના થતી. મનમાં એક વાત રમ્યા કરતી હતી કે કોઈ પણ રીતે છઠ્ઠ કરીને સાત જાત્રા કરવી. દાદાનો ડુંગર દેખાયો અને મન નાચી ઉઠ્યું. મનમાં ભાવવિભોર થઈ વિચારે છે કે ક્યારે તળેટી આવે અને દાદાના દરબાર તરફ ભેટવા દોડું. સવારે ૧૧ વાગે તો તળેટી પહોંચ્યા, તરત જ દાદાના છે જે જ છે જે જ [૩૨] જે જે વા જ જ જ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ દરબારે પહોંચ્યા. પછી ઘેટી જઈને બે જાત્રા કરીને આવ્યા. “છઠ્ઠ સાથે સાત જાત્રા કરવી છે, થશે ? ખૂબ કઠિન કાર્ય છે.'' તેવી મનમાં શંકા રહેતી હતી. પણ બીજા દિવસે સવારે બીજા ત્રણ મહાત્માઓએ પણ જાત્રા શરૂ કરી. આમણે પણ ત્રણ જાત્રા થયા પછી નક્કી કર્યું કે આજે પાંચ કરવી, પરંતુ ચોથી જાત્રા પૂરી થતાં પેશાબની શંકા થઈ. તેથી પાછા નીચે તળેટી આવી શંકા દૂર કરી. પાંચમી જાત્રા માટે નીકળ્યા અને ચક્કર ચાલુ થયા. અંધારા આવવા માંડ્યાં. થોડું ચડ્યાં અને સિક્યોરીટીનો માણસ મળ્યો. તે કહે છે કે હવે ક્યારે પાછા આવશો ? તેના કરતાં હવે જાત્રા રહેવા દો.” બપોરના ૩-૩૦ થયા. પાંચ વાગે દાદાનો દરબાર માંગલિક થાય. થાક, ચક્કર, અશકિત ખૂબ છે. હવે શું કરવું ? પરંતુ મન મજબૂત હતું. દાદાને પ્રાર્થના કરે છે, “હે દાદા, તારો પ્રભાવ ખૂબ જ છે. હવે સાત જાત્રા તું પૂર્ણ કરાવજે, જેથી મારે હવે ભવભ્રમણમાં ભમવાનું ન થાય” ગદ્ગદ્ ભાવથી પ્રભુને હાર્દિક પ્રાર્થના કરતાં ધીમે ધીમે ચઢતા દાદાને દરબારે પહોંચ્યા. ત્યાં જ દરવાજો બંધ કરવાનો સમય થયો. ચૈત્યવંદન કર્યુ. દાદાએ પોતાની એક મહેચ્છા પૂર્ણ કરી એનો અત્યંત આનંદ અનુભવ્યો. અનંતકાળનો થાક ઊતરી ગયો. મન નાચી ઊડ્યું કે “કેવું સુંદર ! ત્રણ ભવમાં મોક્ષમાં જવાનું નક્કી થઈ ગયું. ! વાહ પ્રભુ ! તેં કમાલ કરી.” આમ પરમાત્માની સહાય બધાને નક્કી મળે છે. શ્રી સિધ્ધગિરિજીનો અચિંત્ય પ્રભાવ અત્યારે પણ ઘણા સાક્ષાત્ અનુભવે છે. તે ભવ્યો ! તમે પણ શાશ્વતગિરિની વિધિપૂર્વક ખૂબ ભાવથી યાત્રા, ભકિત આદિ વારંવાર કરી સમ્યક્વ, સંયમ, સદ્ગતિ અને શિવસુખ આદિ મેળવો એ જ સદા માટે અંતરની કામના. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ – સંયમ કબડી મિલે ? બે મિત્રોને દીક્ષા લેવાની ભાવના ઘણી હતી. પણ આર્થિક રીતે સંસ્કારીમાતા-પિતાને સધ્ધર કર્યા પછી લેવી એમ વિચાર્યું. તેથી બેઉ મિત્રોએ ધંધો ભાગીદારીમાં કરવાનું નક્કી કર્યું. તેમની પહેલી શરત એ હતી કે એકની દીક્ષા નક્કી થાય તો બીજાએ પણ સાથે જ દીક્ષા લેવી. આ મહાન સંકલ્પ સાથે આ ધંધો ચાલુ કર્યો. શુભ ભાવનાના કારણે ધન ઘણું મળતું. રેડીમેડની ફેક્ટરીની સાથે કિંમતથી નવી નવી જગ્યા લેવા માંડી. અને આર્થિક દ્રષ્ટિએ ચઢતી ચાલુ થઈ. ત્યાં જ એકની દીક્ષા નક્કી થઈ. તરત જ ત્રણ દિવસમાં બીજા મિત્રે પણ પોતાની દીક્ષા નક્કી કરી અને જોરમાં ચાલતો ધંધો છોડીને ઉલ્લાસથી સંયમ સ્વીકાર્યું. આજે બેઉ મિત્રો સાધુ જીવનમાં આરાધના કરી રહૃાા છે. આ પ્રસંગથી બોધ લેવા જેવો છે કે કોઈને પણ ધાર્મિક શુભ ભાવના હોય તો શુભ સંકલ્પ સાથે જો કાર્ય કરો તો ધર્મ-મહાસત્તા તમને ખૂબ જ મદદ કરશે ! પણ સંકલ્પ જેટલો દ્રઢ, પવિત્ર અને હાદિર્ક તેટલી જલ્દી સફળતા મળે. પ્રભુએ શ્રાદ્ધવિધિમાં પણ શ્રાવકને રોજ શુભ મનોરથો કરવાની દિનચર્યા બતાવી છે. - પ. સમ્યગ જ્ઞાનનો જિજ્ઞાસુ જે ઓએ માત્ર ચાર વર્ષની ઉમરે ઓરી નીકળવાથી આંખો ગુમાવી, ઉપરાંત વ્યવહારિક શિક્ષણ પણ કશું લીધું ન હતું, તેમ છતાં તેમને પૂર્વભવની આરાધનાના પ્રભાવથી અંતરમાં જ સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિની ભાવના થઈ. બ્રેઈલ લિપિ શીખીને તેમણે પાઠશાળાના શિક્ષક પાસે મુખપાઠ દ્વારા પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ અને ટાણ ઈડ દીઠ ડ ડ ડ [૩૪] ઈહ હ હ હ હ હીર For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાષ્ય કંઠસ્થ કરી દીધાં ! ત્યારબાદ તેઓ સિદ્ધાંત-મહોદધિ પૂ. આચાર્ય શ્રીમવિજયપ્રેમસૂરિજી મ.સા.ના સંપર્કમાં આવ્યા. પૂ.શ્રી એ તેમને કર્મસાહિત્યનો અભ્યાસ કરાવ્યો ! ત્યારબાદ તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરી મહેસાણા પાઠશાળામાં ભણવા ગયાં. ત્યાં તેમણે વ્યાકરણ, કર્મસાહિત્ય વગેરે વિષયોનો પંડિત શ્રી પુખરાજભાઈ પાસે નક્કર અભ્યાસ કર્યો. ત્યારબાદ ફરીથી સાધુ મ.સા. નાં . સંપર્કમાં આવતાં તેમનો અભ્યાસ વધતો જ ગયો ! પછીથી વઢવાણ, મહેસાણા (અને હાલ તપોવન) વગેરે ક્ષેત્રોમાં અધ્યાપક તરીકે રહ્યા. એમાં પણ કેટલીક વાર મફત સેવા આપી! એમને જ્ઞાનની શુદ્ધિની એટલી ચીવટ કે તેઓ દરેક પદાર્થને ખૂબ ધ્યાનથી સાંભળી શુદ્ધ સાચું જ કંઠસ્થ કરે, વળી તેનું ચિંતન પણ કરે. તદુપરાંત તેઓ વિદ્યાર્થીઓને રાત્રે ગમે ત્યારે પણ ઉઠાડીને પાઠ આપે, તથા રાતના ગમે ત્યારે પણ વિદ્યાર્થી કે સાધુ મ.સા. પ્રશ્ન પૂછવા આવે તો તે તરત જ જાગૃત થઈ તે વિષયને બરાબર સમજાવે. આવા તે અપ્રમાદી હતા ! સંસ્થાના સમય ઉપરાંત અને રાત્રે પણ તે ભણાવવા તૈયાર ! ભણાવવું તેમના સ્વભાવમાં થઈ ગયું છે ! તેમનું નામ છે અમુલખભાઈ મૂળચંદભાઈ મહેતા. અહો સમ્યગુજ્ઞાન માટે કેવી લગની ! આજે આવા પ્રાધ્યાપકોની જિનશાસનને જરૂર છે. તેઓને આજે પણ વ્યાકરણ, કર્મસાહિત્ય કંઠસ્થ છે. પ્રજ્ઞાચક્ષુ પણ જો જ્ઞાનની આવી ઘોર સાધના કરે તો નેત્રવાળા એવા આપણે જ્ઞાનપ્રાપ્તિ માટે કેટલો બધો પ્રયત્ન કરવો જોઈએ ? ગોખવા, શુધ્ધ ભણવા, વિચારવા આપણને આંખ, પુસ્તકો વગેરે ઘણું મળ્યું છે; સદુપયોગ કરો ને માનવભવ સફળ કરો. પાઠશાળાના શિક્ષકો પણ દિલ લગાવીને જો ભણાવે તો ખૂબ જ સ્વ-પર-હિત થાય; બુધ્ધિ, શાંતિ વગેરે ભવોભવ મળે ! જ જ સ જ ક જ [૩૫] પર જ ર જ છે જ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ 3ડી 'પ્રવચનશ્રવણનો પ્રભાવ રાજનગરના દેવેન્દ્રભાઈ ચાર વર્ષ પૂર્વે સંસારમાં મસ્ત હતા. નામ બદલ્યું છે. ક્યારેક દર્શન કરે. ક્યારેક દંપતિ સાથે ક્યાંક નીકળ્યા હોય. પત્ની રસ્તામાં દેરાસર જાય. ધર્મમાં ન માનતા તે બહાર ઊભા રહે ! પત્નીના મૃત્યુ પછી સંબંધીની પ્રેરણાથી એક વાર વ્યાખ્યાન સાંભળવા ગયા. ગમ્યું, ઘણીવાર સાંભળવા માંડ્યા. ધર્મ સમજાતો ગયો.પૂજા શરૂ કરી ! હવે તો પાલડીમાં રહેતા તે પોતાના ઉપાશ્રયમાં વ્યાખ્યાન ન . હોય તો પણ આજુબાજુના ૭-૮ ઉપાશ્રયમાં જ્યાં પણ પ્રવચન હોય ત્યાં પહોંચી જાય ! છેલ્લાં બે વર્ષથી રોજ સંપૂર્ણ વ્યાખ્યાન સાંભળે છે ! પછી તો સામાયિક, પ્રતિક્રમણ, ધાર્મિક વાંચન, દર મહિને સાધુ-સાધર્મિક ભક્તિ માટે હજાર રૂપિયાનો સવ્યય આદિ ધર્મ વધારતા ગયા ! હે ધર્મપ્રેમીઓ ! તમે પણ વિશિષ્ટ પ્રગતિ કરવા રોજ ધ્યાનથી પૂરું વ્યાખ્યાન સાંભળો. જિનવાણી જરૂર તમારા આત્માનું પણ ખૂબ કલ્યાણ કરશે. જિનવાણીથી હજારોને લાભ થયો છે. 13 રાત્રિભોજન નરકનું દ્વાર એક નાના બાળકને પોતાના માતા-પિતાના સંસ્કાર મળ્યા હોવાથી રાત્રિ-ભોજન ત્યાગ, જિનપૂજા તેના જીવનમાં સહજ હતુ. એક વાર વેકેશનમાં પોતાના મામાને ઘેર ગયો. ત્યાં પતંગ ઉડાવવાના દિવસો હોવાથી પતંગ ઉડાવવાની મોજમાં સાંજે જમવાનું ભૂલી ગયો અને રાત પડી ગઈ. રાત્રે ભૂખના કારણે પેટમાં ખૂબ દુખાવો થયો. સહન થાય નહીં, બધાએ વાપરવાનું કહ્યું પણ તે છોકરો જ જ છે જે જ છ [૩૬] જા જા જા જા જા જ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પેટ દબાવીને પડ્યો રહ્યો. પણ વાપર્યું નહિ. અંતે ઊંઘ આવી ગઈ. તમારા જીવનમાં ધંધાદિ કોઈ પણ કારણસર રાત્રિભોજન કરવાનું વિચારશો નહિ. રસ્તા ઘણા છે. પણ જો ટેવ પાડશો તો ક્યારેય રાત્રે વાપરવાની ઈચ્છા નહિ થાય. જો તમારે અહીંથી મરીને સીધા નરકમાં જવું ન હોય તો રાત્રિભોજનનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. 13૮ સારાં બાળકો વડીલોને સન્માર્ગે લઈ જાય 'એક શ્રાવિકાએ વર્ધમાન-તપનો પાયો નાંખ્યો. વ્યાખ્યાનમાં રોજ પોતાના નાના પુત્રને લઈ જાય. પછી પારણું કર્યું. પારણું કર્યા પછી એક સંબંધીને ત્યાં જમણવારમાં જમવા જવાનું હતું. તેથી બાળકોને સાથે લઈને માતા ગઈ. માના ભાણામાં બટાટાનું શાક જોઈ પુત્ર કહે છે, “મા, મા ! તેં તો પાયો નાંખ્યો છે. બટાટા તારે ખવાય ?' માએ તેને ધીરેથી કહ્યું, “બેટા, હમણાં ન બોલ...” દીકરાએ મોટેથી કહ્યું, “મહારાજ સાહેબને કહી દેવાનો છું.” માએ બટાટા નહિ ખાવાનો આજીવન નિયમ લઈ લીધો. હે શ્રાવકો ! દેવ અને ગુરુની સોનેરી શિખામણો તો માનવી જ જોઈએ, પણ ક્યારેક તમારા ધર્મી સંબંધીઓ કે બાળકો વગેરે પ્રેરણા કરે તો હિતકારી સલાહ સ્વીકારવી જોઈએ. -૩ -નવીનકાકાની આરાધના પાટણના બી. ઈ. પાસ મુંબઈવાસી નવીનભાઈ ૨૦૩૩માં પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય મ. ના પ્રવચન શ્રવણ અને સંસર્ગથી ધર્મમાં પ્રગતિ સાધતા ગયા. ધંધો, ચંપલ, બહારનું ખાવાનું જાવજજીવ ત્યાગ કરી બેસણાં કરવા માંડયા. ઘણાં અભિગ્રહ લીધા. ૧૨ વ્રત, રોજ ૧૦૮ લોગસ્સ વગેરે કાઉસ્સગ્ગ, સામાયિકો, પૌષધ, સાધર્મિક ભક્તિ આદિ ઘણી બધી આરાધના સાથે યુવાનોને For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં જોડવા વગેરે સુંદર કામ કર્યાં ! ૬૦ને દીક્ષા અપાવી ! હવે તો સંયમ-સાધના કરતાં ખૂબ શાસનપ્રભાવના કરી રહ્યા છે. સંઘપતિ-આદરથી રોગનાશ ૪૦ લગભગ ૭૦ વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. નગીનદાસભાઈએ પાટણથી શ્રી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. રસ્તામાં એક ગામમાં શ્રાવકે સંઘપતિ ને કહ્યું કે આપ મારા ઘરે પધારો. નગીનદાસભાઈએ કહ્યું, ‘‘સમય નથી. સંઘ ખોટી થાય છે.'' પણ શ્રાવકે અતિ આગ્રહ કરતાં કહ્યું કે ૨ મિનીટ માટે પણ આવવું જ પડશે. પૂર્વના અતિશ્રીમંતો પણ દાક્ષિણ્ય ગુણવાળા હતા. સંઘપતિ આની ભાવના પૂર્ણ કરવા ગયા. સંઘપતિને તે સામાન્ય શ્રાવકે દૂધ પીવા આપ્યું. પછી સંઘપતિ ગયા. વધેલું દૂધ અતિશ્રદ્ધાથી તે શ્રાવકે પીધું. ચમત્કાર થયો. શ્રાવકનો રોગ નાશ પામી ગયો ! તે શ્રાવકને ઘણા વખતથી રોગ હતો. ખાધેલું ટકે નહિ. તેને શ્રદ્ધા કે જ્ઞાનીઓ સંઘપતિને તીર્થંકર જેવા વર્ણવે છે. આ નગીનદાસભાઈએ પીધેલા પ્યાલામાંથી હું પીશ તો મારો રોગ મટી જશે. ખરેખર મટી ગયો ! શ્રદ્ધા, આદર, બહુમાનમાં આવા અદ્ભુત ચમત્કાર સર્જવાની અચિંત્ય શક્તિ છે ! ખાસ મારે એ ધ્યાન દોરવું છે, કે ધનવાનો ધર્મમાં ધનનો સર્વ્યય કરે તો આપણને તે દાનવીર પ્રત્યે આદર જાગે છે. આજના નાસ્તિક લેખકો વગેરે ભલે ધર્મી પૈસાવાળાની નિંદા કરે, પણ એ સત્ય છે કે શ્રીમંતોને દાન વગેરે ધર્મકાર્યોમાં જે શુદ્ધ ધર્મબુદ્ધિ હોય તે ખૂબ અનુમોદનીય છે. હે ધર્મપ્રેમીઓ ! આ અનુમોદનાનો લાભ ગુમાવી ધર્મીની નિંદા વગેરેના ગોઝારા પાપથી દૂર રહો. ૩૮ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કોલેજીયન ધર્મ કરી શકે ? એ યુવાન ઈલેક્ટ્રોનિક્સ એજીનીયરીંગના પાંચમા સેમેસ્ટરમાં ભણે. મહારાજ સાહેબના પરિચયથી ધાર્મિક પુસ્તકો વાંચવા માંડ્યા. પછી સામાયિક રોજ કરવા માંડ્યો. પછી તો સામાયિક ક્યારેક ૨-૩ પણ કરે. એજીનીયરીંગની ફાઈનલ પરીક્ષા સુધી પણ રોજ સામાયિક કરે ! આજે ઘણાં માતા-પિતા પરીક્ષા અને અભ્યાસને બહાને પુત્રોને પાઠશાળા, ધાર્મિક અભ્યાસ, સામાયિક, જિનપૂજા આદિ આત્મહિતકારી ધર્મો બંધ કરાવે છે. પણ આ કેવો ખોટો ભ્રમ છે તે વિચારવા જેવું છે. પરીક્ષા સુધી રોજ કલાકો સુધી ક્રિકેટ રમે, સાઈકલ ફેરવે, ટી.વી. જુએ એ બધું તો બંધ ન કરાવે, પરંતુ ઉપરથી કહે કે છોકરો છે. રમવા તો જોઈએ ને ? તો તમને એમ ન થાય કે જૈન છે તો પૂજા, પાઠશાળા તો જોઈએ જ ને ? તમારી ખોટી માન્યતાઓથી પુત્રોને પાઠશાળાઓમાં મોકલો નહીં. મોકલો તો નિયમિત ન મોકલો. પરીક્ષા, અભ્યાસ, ગૃહકાર્ય એ બધાં બહાનાંથી વચ્ચે ઘણાં ખાડા પડાવો. તેથી ધાર્મિક વિશેષ ભણે નહીં. ઘણું ભૂલે. આમ, તમારું ને બાળક બનેનું અહિત થાય. પિતા કર્તવ્ય ચૂકે તેથી પાપ બાંધે ને બાળક સ્વચ્છંદી બની પાપ બાંધે. અજબ ગજબ (A) અદ્વિતીય સાહસ :- ગીનીસ બુકમાં પણ સહુથી પ્રથમ નંબરે મૂકવું પડે તેવું શૌર્ય સુરતના શાંતિભાઈએ કર્યું છે. પ. પૂ. આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીજી મ. ના સંસારી ભાઈ આ શાંતિભાઈએ ૮૨ વર્ષની વયે વર્ષ પૂર્વે દીક્ષા લીધી ! તમારામાં એટલો ઉલ્લાસ ન હોય તો છેવટે તમે શ્રાવકધર્મમાં યથાશક્તિ આગળ ધપતા જાવ. જા જા જા જા જ છે [૩૯] જ જ જ ક જ જ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (B) જૈનનગરમાં - શિબિરમાં બાળકોને ઉત્કૃષ્ટ સામાયિકની પ્રેરણા કરી. પ્રિયંકાએ ૨૪ કલાકમાં ૧૯ સામાયિક આખી રાત જાગીને પણ કર્યાં ! તમે પણ રોજ એક સામાયિક તો કરશો ને ? (C) સાધુભક્તિ :- પાટણમાં એક ભક્તિવાળા શ્રાવકે બધી મેડીકલ દુકાને કહ્યું કે તમારા ત્યાંથી જેટલી દવા સાધુ-સાધ્વી માટે લઈ જાય તેના પૈસા હું આપીશ ! શ્રાવકો આપે તો પણ લેશો નહીં. કેવી ગુરુભક્તિ?! ખંભાતમાં પણ આવા શ્રાવક હતા. (D) જીવદયા :-સુરેન્દ્રનગરના અનિલ વગેરે ત્રણે ભાઈ ધર્મી છે. ખોળ-કપાસનો ધંધો છે. પણ ચોમાસામાં ધંધો બંધ કરી દે! કારણ ભેજના વાતાવરણથી ખોળમાં જીવાત ખૂબ થાય. પીલતા તે બધાં જીવો મરી જાય. તેથી હિંસા ન થાય માટે ધંધાનો ત્યાગ ! નવો પાક આવે પછી જ ધંધો ચાલુ કરે. ઘરમાં બધાને રાત્રિભોજનત્યાગ છે. મહેમાનને પણ રાત્રે જમાડે નહીં. માએ તેઓને આપેલા ધર્મસંસ્કારથી જીવનમાં ધર્મ સાચવ્યો છે. ત્રણે ભાઈ બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવે છે. બધાં રોજ પૂજા કરે છે ! શ્રાવિકા સાચી ધર્મી હોય તો આખા કુટુંબને ધર્મી બનાવી દે ! (E) શ્રધ્ધાથી દાદાએ સહાય :- વિરમગામના હરિભાઈને થયું કે કેટલાક જૈનો આર્થિક પ્રશ્નને કારણે વર્ષોથી શાશ્વત તીર્થની પણ યાત્રા કરી શકતા નથી, તો હું લાભ લઊં ! લગભગ સવાસોને યાત્રા કરાવવા નીકળ્યા. રિઝર્વેશન મળેલું નહીં. ટ્રેનમાં જગ્યા ન મળી. છતાં હરિભાઈને શ્રધ્ધા જોરદાર કે મારી ભાવના શુદ્ધ છે તો દાદા સહાય કરશે. એક અજાણ્યો રેલ્વે ઓફિસર આવી પૂછે છે, શી ચિંતામાં છો ?' હરિભાઈએ વાત કરી. પેલો હર્ષથી કહે છે, “મહેસાણા જઉં છું. ખાલી ડબો લઈ આવું છું.'' તે લાવ્યો અને હરિભાઈએ બધાંને યાત્રા કરાવી આમ બે-ચાર વાર યાત્રા કરાવી. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ 'અજૈન કે જૈનો ? (ક)રાજપૂતનો ધર્મ :- કોશીયલ (રાજસ્થાન)માં રહેતા રાજપૂત લાધુસિંહને પૂ. આચાર્ય શ્રી વિજય જિતેન્દ્રસૂરિજી મ. ના પરિચયથી જૈન ધર્મ પ્રત્યે આદર થયો ! પછી બીજા સાધુઓના સંસર્ગથી આદર અને આરાધના વધતાં ગયાં. તેમની આરાધના રોજ પૂજા, ત્રિકાળ દર્શન, ક્યારેક પ્રતિક્રમણ, બે-ત્રણ સામાયિક, ક્યારેક આયંબિલ, પાંચ તિથિએ લીલોતરીત્યાગ, નવકારશી, તિવિહાર, સિદ્ધિ તપ, અઠ્ઠઈ, પહેલું ઉપધાન, વગેરે !!! તેમણે પ્રેરણાથી પત્ની અને બીજા ૨૦ જૈનેતરોને જૈન ધર્મ પ્રત્યે આદરવાળા બનાવ્યા છે !!! તમે તમારાં શ્રીમતીજી, સુપુત્રો આદિ કેટલાંને ધર્મી બનાવ્યા ? (ખ)બ્રાહ્મણનું જૈનપણું :- ડીસા પાસે રાજપુરમાં ગૌતમભાઈ બ્રાહ્મણ પૂજારી છે. પૂ.પં. શ્રી કુલચંદ્રવિજય મ., પાઠશાળાના અધ્યાપક ચંદુભાઈ આદિની પ્રેરણાથી તે ધર્મશ્રદ્ધાળુ બન્યા ! રોજ જિનપૂજા ખૂબ ભાવથી વિધિપૂર્વક કરે છે ! પાંચ પ્રતિક્રમણ,ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, તત્ત્વાર્થ વગેરે ભણ્યા! ૨ વર્ષ પહેલાં સંસ્કૃત, કર્મગ્રંથ વગેરે ભણતા હતા. ૧૮ વર્ષથી પૂજારી છે. તમે ખરેખર જૈન છો ? આ અને બીજું પણ તમારે ન ભણવું જોઈએ ? (ગ) નીરની વીરતા :- ડૉક્ટર ઉષાબ્દન જનરલ પ્રેક્ટીશનર છે. ધર્મશ્રદ્ધા ખૂબ છે. સુપુત્ર વગેરેને ધર્મના સંસ્કાર આપે છે. તેમના દવાખાનામાં નીરુબ્ધન કમ્પાઉન્ડર છે. નીરુદ્ધેન જ્ઞાતિથી વાળંદ છે. પાંચ વર્ષ પહેલાં તેમના પતિનું મૃત્યુ થયું. 3 બાળકોવાળાં નીરુન્હેને આ ડૉક્ટરને ત્યાં ૫ વર્ષથી નોકરી કરવા માંડી. ઉષાબ્લેને નીરુન્હાના આત્મામાં ઉષા પ્રગટાવવાના હેતુથી અવસરે અવસરે જૈન ધર્મની For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વાતો કરવા માંડી ! હળુકર્મી નીરુન્હેનને ધર્મ ગમી ગયો ! ૪ વર્ષથી ધર્મની સુંદર આરાધના કરે છે ! દેરાસર દર્શન આદિ કરે છે. પોતે જૈન ધર્મનું ભણે છે ! અને બાળકોને ધાર્મિક ભણાવે છે ! ફરી લગ્ન ન કરવાનો સંકલ્પ કર્યો !! તેમની ઈચ્છા જાવજજીવ બ્રહ્મચર્ય લેવાની થઈ ગઈ ! પણ ઉષાબ્લેન ૧ વર્ષનો નિયમ અપાવ્યો હતો. હવે તો જાવજજીવનું લઈ લીધું છે !! (ઘ) રાજપૂતના સુંદર જૈનાચારો :- વઢવાણના રામસીંગભાઈ રાજપૂત સાતે વ્યસનોમાં ફસાયેલા. એક દિવસ એક શ્રાવક મિત્ર વ્યાખ્યાન સાંભળવા લઈ ગયો. ધર્મ બચી ગયો. પછી સાચા શ્રાવક થઈ ગયા ! સજોડે બ્રહ્મચર્યવ્રત આજીવન માટે લઈ લીધુ છે ! પૂજા, પ્રતિક્રમણ વગેરે નિત્ય કરે છે ! ઉપાશ્રયમાં જ રહે !! દુકાને પણ નથી જતા ! ટીફીન મંગાવી ઉપાશ્રયે જમી લે છે અને ઉપાશ્રયમાં સૂઈ જાય છે !! સંયમની ખૂબ ભાવના છે !!! પરિવારને સમજાવે છે. ૨ વર્ષ પહેલા વીસ સ્થાનક તપ સારી રીતે પૂર્ણ કર્યો તે પ્રસંગે ઉજમણું, પૂજન, સ્વામીવાત્સલ્ય વગેરે સહિત ત્રિદિવસીય મહોત્સવ સ્વખર્ચે કર્યો ! (૨) કસાઈની કરુણા :- ડીસામાં એક ખાટકી રહેતો હતો. આજુબાજુ ઘણા જૈનો રહેતા હતા. તેના માંસના ધંધાથી બધા ત્રાસી ગયેલા. પણ શું કરે ? પ.પૂ. આચાર્ય શ્રી હેમરત્નસૂરિજી મ.ના વ્યાખ્યાનમાં એકવાર આવ્યો. પ્રભાવિત થઈ ગયો. પછી બધા રવિવારે વ્યાખ્યાન સાંભળ્યાં. એકવાર પૂ. શ્રી પાસે કોથળો મૂકી કહે “આ પાપના ધંધાના બધા હથિયારો આપને સુપરત કર્યા ! હવે આજથી આ ભયંકર હિંસાનું પાપ આપની સમક્ષ બંધ કરવાનો નિર્ણય કરું છું !” તેની આજીવિકા કેમ ચાલશે ? તેમ વિચારી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રીએ શ્રાવકોને વાત કરી તેને પાંચ હજાર જેટલાં રૂપિયા અપાવ્યા. બીજો ધંધો તેણે ચાલુ કર્યો. જૂના ધંધાનું લાયસન્સ તેણે પૂ.શ્રીને આપી દીધું, તેને વેચત તો તેને ૧૦-૧૫ હજાર મળત. પરિવારને પણ સમજાવ્યું. બધાંએ કાયમ માટે માંસનો ત્યાગ કરી દીધો. (છ) ખૂનીનો પશ્ચાત્તાપ :- ૫.પૂ. આચાર્ય મ. શ્રી હેમરત્નસૂરિજી મ. સાહેબે મહારાષ્ટ્રમાં દારવાથી વિહાર કર્યો. આગલા મુકામે ચોકીદાર ભયંકર હતો, તેથી સંધે ઘણી ના પાડી, છતાં મ.સા. વિહાર કરી ત્યાં ગયાં. સરકારી ગેસ્ટહાઉસમાં જ ઊતર્યા. ત્યાં કીડીઓ ઘણી હતી. તેથી બધાં મ.સા. વારંવાર પૂંજતા હા. ચોકીદાર ત્યાં જ હતો. સંઘે કહેલું કે ચોકીદારે ચાર ખૂન કર્યાં છે. મ. સાહેબે તેની સાથે કંઈ વાત ન કરી. પણ વાત કરવાનો મોકો તો જોતા જ હતા. લગભગ રાા કલાક થયા. એ બધું ટગર ટગર નજરે જોયા કરે . તેથી મ. સાહેબે પૂછયું, ‘‘વઢ્યા રેતે હો ?'' પેલો કહે, ‘“મહારાનશ્રી, તુમ તો યે પીંટીયોંનો વવાતે હો, તેનિ મૈને તો ઇનારો અરોસ(સસના) માર કાન્તે હૈં!'' આમ કહી તે રડવા માંડ્યો. થોડીવાર પછી પૂ. આ.શ્રીએ તેને આશ્વાસન આપતાં કહ્યું, "पापी आदमी भी सच्चे दिलसे पश्चात्ताप करता है तो उसका पाप નષ્ટ હોતા હૈ ગૌર વજ્ઞ પાવન વન સર્જાતા હૈ !'' ચોકીદારે રડતાં રડતાં બધાં પાપ કબૂલ્યાં. ૫.પૂ. આચાર્યશ્રીએ તેને આશ્વાસન આપ્યું. ધર્મ કરવાની પ્રેરણા કરી. નવકાર આપ્યો. પ્રાયશ્ચિત્તમાં નવકારવાળી અને આયંબિલ આપ્યાં. દુર્જનને ધર્મી બનાવ્યો ! અજૈનો પણ એકાદ નિમિત્તથી જૈન ધર્મના પરિચયમાં આવે છે તો કેવા ગુણિયલ બની જાય છે ! તમે તો પૂર્વપુણ્યે જન્મથી જૈ। છો ! આ મહાન ધર્મના મહિનાને ઓળખીને યથાશક્તિ ધર્મ કરો. * સંપૂર્ણ ૪૩ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ અને અંતે - હે વાચક, પુસ્તક ગમ્યું ? તો આમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરૂષાર્થ કરવા જેવો છે. તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. * તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. * મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે પ-૨પ ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! * શુભ પ્રસંગો વાંરવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે.તમને અ૫ ઘનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. * પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૬, ૫૦૦૦ કોપી સાથે પ્રગટ થાય છે. * પહેલા ભાગની ૬ વર્ષમાં ૧૦ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે. (આની કુલ ૧,૩૩,૭૦૦ નકલો પ્રગટ થઈ છે. સધળા ભાગ વાંચો,વંચાવો,વસાવો,વિચારો,વહેંચો ભાગ ૧ થી ૪ કન્સેશનથી રૂા.૩.૫૦/- માં અને ક ભાગ ૫ કન્સેશનથી રૂ.૧.૫૦/-માં અને ભાગ ૬ રૂા. ૨/ માં મળશે. ક આવા પ્રેરક સત્ય પ્રસંગો મને માકલી આપો. * ભાગ-૮ પ્રાય : કારતક માસમાં પ્રગટ થશે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ 1 ) SEC ) - મોટા મોટા માથાઓને પણ એકાંતે અસાર આ સંસારમાં અવાર નવાર અવનવી આફતો આવ્યા જ કરે છે. - આપત્તિઓ પાપથી જ આવે છે. વિપત્તિઓથી બચવા અને સાચા સુખો મેળવવા પાપ ઘટાડી ધર્મ વધારવો જોઈએ. | હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો, છતાં આ કલિકાળમાં સર્વત્ર પ્રસરેલા પાપ અને સ્વાર્થના વાતાવરણથી તમે પણ ઓછા વત્તા ખરડાયા હશો. આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે. કોઈ પણ રીતે એનાથી બચવું જરૂરી છે. e હે પુણ્યશાળીઓ ! આજીવિકા આદિ અનેકવિધ ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણી વાર થતી હશે. આ શ્રેષ્ઠ ભાવના પૂર્ણ કરવાનો સુંદર ઉપાય આમાંના પ્રસંગો એકાગ્રતાથી વાંચવા એ પણ છે. ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા તારલા જેવા . 8 મીના પવિત્ર પ્રસંગો તમને Serving JinShasan ને અનુમોદનાનું પુણ્યા | બે આત્મહિત કરવા આવા પ્રસંગોમાંથી ત, યથાશ [ પ ધ ન ર વુિં જ છે તU) GOA(G) 0 ducation International 23/2101 For Pecsomale) Private Use Only O cenjajaelibey 993 સમર્થ IIIIIIIIIIIIIIIII. | 125490 gyanmandin@kobatirth.org