________________
પૂ.શ્રીએ શ્રાવકોને વાત કરી તેને પાંચ હજાર જેટલાં રૂપિયા અપાવ્યા. બીજો ધંધો તેણે ચાલુ કર્યો. જૂના ધંધાનું લાયસન્સ તેણે પૂ.શ્રીને આપી દીધું, તેને વેચત તો તેને ૧૦-૧૫ હજાર મળત. પરિવારને પણ સમજાવ્યું. બધાંએ કાયમ માટે માંસનો ત્યાગ કરી દીધો. (છ) ખૂનીનો પશ્ચાત્તાપ :- ૫.પૂ. આચાર્ય મ. શ્રી હેમરત્નસૂરિજી મ. સાહેબે મહારાષ્ટ્રમાં દારવાથી વિહાર કર્યો. આગલા મુકામે ચોકીદાર ભયંકર હતો, તેથી સંધે ઘણી ના પાડી, છતાં મ.સા. વિહાર કરી ત્યાં ગયાં. સરકારી ગેસ્ટહાઉસમાં જ ઊતર્યા. ત્યાં કીડીઓ ઘણી હતી. તેથી બધાં મ.સા. વારંવાર પૂંજતા હા. ચોકીદાર ત્યાં જ હતો. સંઘે કહેલું કે ચોકીદારે ચાર ખૂન કર્યાં છે. મ. સાહેબે તેની સાથે કંઈ વાત ન કરી. પણ વાત કરવાનો મોકો તો જોતા જ હતા. લગભગ રાા કલાક થયા. એ બધું ટગર ટગર નજરે જોયા કરે . તેથી મ. સાહેબે પૂછયું, ‘‘વઢ્યા રેતે હો ?'' પેલો કહે, ‘“મહારાનશ્રી, તુમ તો યે પીંટીયોંનો વવાતે હો, તેનિ મૈને તો ઇનારો અરોસ(સસના) માર કાન્તે હૈં!'' આમ કહી તે રડવા માંડ્યો. થોડીવાર પછી પૂ. આ.શ્રીએ તેને આશ્વાસન આપતાં કહ્યું, "पापी आदमी भी सच्चे दिलसे पश्चात्ताप करता है तो उसका पाप નષ્ટ હોતા હૈ ગૌર વજ્ઞ પાવન વન સર્જાતા હૈ !'' ચોકીદારે રડતાં રડતાં બધાં પાપ કબૂલ્યાં. ૫.પૂ. આચાર્યશ્રીએ તેને આશ્વાસન આપ્યું. ધર્મ કરવાની પ્રેરણા કરી. નવકાર આપ્યો. પ્રાયશ્ચિત્તમાં નવકારવાળી અને આયંબિલ આપ્યાં. દુર્જનને ધર્મી બનાવ્યો !
અજૈનો પણ એકાદ નિમિત્તથી જૈન ધર્મના પરિચયમાં આવે છે તો કેવા ગુણિયલ બની જાય છે ! તમે તો પૂર્વપુણ્યે જન્મથી જૈ। છો ! આ મહાન ધર્મના મહિનાને ઓળખીને યથાશક્તિ ધર્મ કરો.
*
Jain Education International
સંપૂર્ણ
૪૩
For Personal & Private Use Only
www.jainelibrary.org