________________
'પ્રભુભક્તિથી દીક્ષા મળી
આ ઘટના સત્ય છે. નામ બદલ્યું છે.
પ્રભુની ભકિત હજુ વધુ ને વધુ ભાવથી, એકાગ્રતાથી રોજ-રોજ કરો. તમારી શ્રેષ્ઠ ભાવના જરૂર ફળશે !' વિદ્વાન પૂ. આચાર્યશ્રીએ મુંબઈના “ધર્મરુચિ' નામના શ્રાવકને સચોટ ઉપાય બતાવ્યો. ધર્મરૂચિ ૪-૫ વર્ષથી ધર્મમાં જોડાયેલા. આરાધના વધારતા હવે દીક્ષાની ભાવના થવા માંડી. શ્રાવિકા પણ જયણા વગેરે સુંદર પાળતાં; પણ તે શ્રાવકને કહેતાં, “દીક્ષાનું મને મન થતું નથી.”
ધર્મરુચિએ ભાવભક્તિ સાથે પ્રભુજીને રોજ ગદ્ગદ્ હૈયે પ્રાર્થના કરવા માંડી, “હે કરુણાનિધિ ! શ્રાવિકાને કારણે મારી પણ દીક્ષાની ભાવના સફળ થતી નથી. અમને આપના પ્રભાવથી દીક્ષા શીધ્રા મળો !” શ્રાવિકાને કોણ સાચવે ? એ ચિંતાથી પોતે મનમાં નક્કી કરેલું કે શ્રાવિકા તૈયાર થાય તો જ બંનેએ સાથે દીક્ષા લેવી. દીક્ષાની ભાવના પાકી. તેથી પત્નીની દીક્ષા માટે પ્રયાસ કરતા! પૂજ્યોને પણ વિનંતી કરે કે શ્રાવિકાને સમજાવો. આમ અંતે પૂ. આ. શ્રી પાસેથી એક અફલાતૂન રસ્તો મળી ગયો. છે અને વિશિષ્ટ ભાવ અને વિધિપૂર્વક ભક્તિ ખૂબ કરવા માંડી. માત્ર છ જ માસમાં શ્રીમતીજીએ સામેથી ધર્મરુચિને કહ્યું કે મને દીક્ષાના ભાવ થાય છે. આપણે બંને સાથે દીક્ષા લઈએ ! ગુરુ દેવને મળ્યા, તૈયારી કરી. બધું પતાવી સજોડે 3 વર્ષ પહેલાં તેમની દીક્ષા થઈ ગઈ અને ઉદારતા એવી કે દીક્ષા પહેલાં પણ ઘણા ધર્મકાર્યો . સાથે મુંબઈના એક દેરાસરને ૨૧ લાખ જમીનખર્ચ પેટે અને અન્ય ખર્ચ પેટે ૧ લાખ રોકડા આપ્યા !!!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org