________________
સંયમનો પ્રભાવ
ઝીંઝુવાડા ગામે પૂજ્ય પંન્યાસ શ્રી જંબૂવિજયજી મ.સા. નું ચોમાસુ. તેઓશ્રી એ પડતર ભૂમિમાં ચંડિલ જતાં ત્યાં ૬૦ મણ બાજરો થયો. ખેડૂત તો રાજીનો રેડ થઈ ગયો. તે તો એમને ભગવાન માનવા લાગ્યો. એક દિવસ તેના બળદને પેશાબ બંધ થઈ ગયો. આજુબાજુના વિસ્તારમાં પશુઓના ડૉક્ટરને બતાવ્યું; નિદાન થયું કે કિડની નકામી થઈ ગઈ છે, બે-ત્રણ દિવસમાં મરી જશે. બળદની ભયંકર પીડા મટાડવા શ્રધ્ધાથી ખેડૂત પૂજ્યશ્રીને કહે છે, “હે દયાનિધિ ! અબોલ પશુને બચાવો.” પૂજ્યશ્રીએ બળદની પીઠે સ્પર્શ કર્યો. અડધા કલાકમાં બળદને પેશાબ થયો ! એ વાતને આજે સાત વર્ષ થયા. હજુ બળદ જીવે છે !
પૂજ્યશ્રીનું પતરી ગામમાં ચોમાસુ. રાતના બાર વાગે શિષ્ય ધર્મચંદ્રને ઉઠાડ્યો; કહ્યું, “ચાર બંગલા છોડીને જે મકાન છે, ત્યાંથી બધાને બોલાવી લાવ.” તરત જ મુનિશ્રી ગયા. એક વ્યકિતને સમાચાર આપ્યા. તેણે વિચાર્યું કે બધાંને ક્યાં ઉઠાડવા ? તેથી થોડાકને બોલાવી લાવ્યો. પૂજ્યશ્રી તો જાપમાં હતાં. થોડી વારે આંખ ખોલી. તેમણે કહ્યું, “બધાંને બોલાવો.” બધાં આવ્યા; છતાં પૂજ્યશ્રી કહે છે, “ચોથે માળે એક બાળકી ઘોડિયામાં સુતી છે તેને પણ લાવો.” મા-બાપને એમ કે સૂતી છે તો ક્યાં ઉઠાડવી ? પણ ગુરૂજીના સૂચનથી લઈ આવ્યા. રાતના ૧૨-૪૫ થઈ. માંગલિક સંભળાવ્યું. ત્યારે બીજી બાજુ તે મકાન પર વીજળી પડી ને મકાન જમીનદોસ્ત થઈ ગયું. પરંતુ પૂજ્યશ્રીના પ્રભાવે બધા બચી ગયા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org