________________
પ્રાકથન આ પુસ્તકમાં વર્તમાનના શ્રાવકોનાં સત્ય એવાં શ્રેષ્ઠ પ્રેરક દ્રષ્ટાંતો છે. શ્રી મહાવીર ભગવાને ફરમાવ્યું છે કે પાંચમા આરાના અંત સુધી ધર્મ રહેશે તે અનુભવાય છે. અમાસના ઘણા વાદળિયા આકાશમાં પણ પાંચ-પંદર હજાર તારા ટમટમતા હોય ત્યારે પ્રકૃતિપ્રેમીનો મનમોરલો નાચી ઊઠે છે તેમ આજના વિલાસી વાતાવરણમાં પણ આવા હજારો ધર્મીઓને જાણી ધર્મપ્રેમીઓનો આત્મા ભાવવિભોર થઇ જાય છે !! આજે સર્વત્ર સ્વાર્થ, પ્રપંચ, માત્ર પૈસાનું જ ધ્યેય,વિષય-કપાયોની અત્યંત આસકિત વગેરે લગભગ બધે ફેલાઇ ગયાં છે છતાં પણ આવા ધર્મપ્રેમીઓ, સાધકો, આરાધકો, પરોપકારી, ગુણી જીવો પણ ઘણાં સંઘોમાં હોય છે. આપણા આત્માને પ્રેરણા કરતા આવા સત્ય પ્રસંગો ઘણાં બઘાંને ગમે છે.
આ આરાધકો જેવાં જ આપણે પણ માનવી છીએ ! પુરૂષાર્થથી આપણામાં પણ આવી વધતી-ઓછી આરાધના જરૂર આવે. પૂજા, વ્યાખ્યાન,સામાયિક, તત્ત્વ-અભ્યાસ આટલું તો મેળવવું બઘા જ શ્રાવકો માટે જરૂરી ગણાય. આથી ભવોભવ તમને પણ પ્રાયઃ જિનશાસન, આરાધક-ભાવ, ધર્મસામગ્રી વગેરે મળશે. પોતાનાથી આરાધના ન થાય તેઓ પણ જો આવા ધર્મીઓની ભાવથી અનુમોદના કરે તો આરાધના વહેલી મોડી જીવનમાં આવે.
નોકરી કરનારને કંપની તરફથી અમેરિકા જવા મળે તો શું કરે? થોડું - ઘણું કમાઇ લે કે ઊંઘે? ધર્મે તમને અનંતકાળે જિનશાસન આપ્યું છે. હવે શું કરવું છે - આત્મકમાણી કરવા ધર્મ? કે પશુની જેમ તુચ્છ ભોગવિલાસ, સ્વાર્થ વગેરે ?
સ્વ.ગુરૂદેવ, પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા., સ્વ. ગરછાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org