________________
'જીવનમાં ધર્મની સુવાસ
અમદાવાદમાં શાહપુર ચુનારાના ખાંચામાં મોંઘીબ્લેન રહેતાં હતાં. પછી મુંબઈમાં બોરિવલીમાં રહેતા તેઓ જૈફ વયે લગભગ ૧૯૯૭માં સ્વર્ગવાસ પામ્યા.
સ્થાનકવાસી પતિ જોડેં લગ્ન થયાં. પતિને ધર્મ તરફ અરુચિ હતી. એટલે દર્શન, જ્ઞાનાભ્યાસ કે સામાયિક વગેરે કાંઈ પણ ધર્મ પત્ની કરે તો ગુસ્સે થાય. તેથી પતિની ગેરહાજરીમાં મોંઘીબ્દન ધર્મક્રિયા કરી લેતાં. ધાર્મિક અભ્યાસ ખૂબ કરેલો. છ કર્મગ્રંથના અર્થ પછી “કમ્મપડિ' જેવા કઠિન ગ્રંથોનું પણ અધ્યાપન તેઓ જિજ્ઞાસુવર્ગને કરાવતા ! ભાષામાં પણ અત્યંત મધુરતા. નણંદ માટે પણ પૂજ્ય નણંદબા' એવા શબ્દો વાપરતા !
મોંધીપ્લેન પ્રભુના ધર્મથી ભાવિત બની ચૂકેલા હતા. એટલે બધુ કામ પતાવીને ઘરે કોઈ ન હોય ત્યારે મોડેથી ૧૧ વાગે પણ દર્શન કરવા જાય. ગુરુમહારાજના અસીમ ઉપકારથી ગદ્ગદિત થઈ ન્હને નિર્ણય કર્યો કે પૂ. બાપજી મ.સા. ને વિદ્યાશાળાએ વંદન કર્યા પછી જ ખાવું ! પૂ. બાપજી મ. પણ પોતે વર્ષીતપનું બેસણું કરવા બેસી ગયા હોય તોપણ પડદાની નીચેથી હાથ બહાર કાઢે. ન્ડેન વંદન કરી લેતાં. મોંઘીવ્હેન હૈયાથી ખૂબ પ્રસન્ન રહેતાં.
એક દિવસ બપોરે એક વાગે “કમ્મપડિ' ગ્રંથનું વાંચન કરતાં હતાં ત્યાં બાળકો આવીને કહે છે, “કાકી કાકા આવ્યા !' પતિને ઓચિંતા અનવસરે આવેલા જાણી મોંઘીëને પુસ્તક અભરાઈ ઊપર ચડાવી દીધું. પણ પતિ તે જોઈ ગયા. ખૂબ ગુસ્સે ભરાયા. બારણું બંધ કરી દોઢ કલાક મૂઢ માર માર્યો. છોકરાઓ બારણું પછાડે કે “બારણું ખોલો, નહીતર તોડી નાખીશું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org