________________
રોકાત નહીં તો ક્ષણવારમાં નાળામાં બધા ડૂબી જાત ! મંત્રાધિરાજ શ્રી નવકાર ભયંકર અકસ્માતથી પણ હેમખેમ બચાવે છે !
ટી. વી. ત્યાગ
૧૯
ડભોઈનો જેનીલ ભરતભાઈ આઠ વર્ષની ઉંમરથી ટી.વી. ત્યાગ, ચૌદ નિયમ ધારવા, જિનપૂજા, માતાપિતાને પ્રણામ, થાળી ધોઈને પીવી, નવકારશી, ચઉવિહાર આદિ ઘણો ધર્મ કરે છે ! એની મમ્મીએ ખૂબ વાત્સલ્યથી ઘણા સંસ્કારો આપ્યા છે. તમારા સંતાનોને સારા સંસ્કારો સીંચી સાચા શ્રાવક બનાવો એ જ હિતશિક્ષા.
૧૨૦ આચાર્યશ્રીના આશીર્વાદથી સંયમ
રાજન્ રાજનગરનો રંગીલો કૉલેજ્જન હતો. કૉલેજમાં રજાઓ હતી. ધર્મી મામાએ પ્રેરણા કરી, ‘‘રજા છે તો વ્યાખ્યાન સાંભળ; ખૂબ જ્ઞાન મળશે.’’ આત્મા પૂર્વભવનો વિશિષ્ટ આરાધક હશે, તેથી સ્વીકાર્યું ! આગળ તમે જોશો કે સાધકનું પુણ્ય એને કેવી રીતે સુંદર નિમિત્ત આપી શાસનનું રત્ન બનાવી દે છે ! પ્રવચન ગમી ગયું. પછી અવારનવાર સાંભળે. ધર્મ વધુ ગમવાથી સાધુઓનો સંપર્ક કર્યો ! ધર્મભાવના વધતી ગઈ. તે પાવર ઈલેક્ટ્રોનિક એન્જીનિયરિંગમાં ભણતો હતો. સાધુના વધુ પરિચયથી દીક્ષાની ભાવના વધતી જ ગઈ ! ઘરનાની રજા મળી પણ તેમનો ખૂબ આગ્રહ કે છેલ્લું સેમેસ્ટર ભણી લે. ડિગ્રી પછી દીક્ષા ધામધૂમથી અપાવીશું. ઉપકારી પિતાજી વગેરેને સંતોષ આપ્યો. પણ થોડા સમય પછી કેટલાક અશુભ નિમિત્તે દીક્ષાની ઈચ્છા મંદ થઈ ગઈ.
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org