________________
૪૩ 'અજૈન કે જૈનો ? (ક)રાજપૂતનો ધર્મ :- કોશીયલ (રાજસ્થાન)માં રહેતા રાજપૂત લાધુસિંહને પૂ. આચાર્ય શ્રી વિજય જિતેન્દ્રસૂરિજી મ. ના પરિચયથી જૈન ધર્મ પ્રત્યે આદર થયો ! પછી બીજા સાધુઓના સંસર્ગથી આદર અને આરાધના વધતાં ગયાં. તેમની આરાધના રોજ પૂજા, ત્રિકાળ દર્શન, ક્યારેક પ્રતિક્રમણ, બે-ત્રણ સામાયિક, ક્યારેક આયંબિલ, પાંચ તિથિએ લીલોતરીત્યાગ, નવકારશી, તિવિહાર, સિદ્ધિ તપ, અઠ્ઠઈ, પહેલું ઉપધાન, વગેરે !!! તેમણે પ્રેરણાથી પત્ની અને બીજા ૨૦ જૈનેતરોને જૈન ધર્મ પ્રત્યે આદરવાળા બનાવ્યા છે !!! તમે તમારાં શ્રીમતીજી, સુપુત્રો આદિ કેટલાંને ધર્મી બનાવ્યા ? (ખ)બ્રાહ્મણનું જૈનપણું :- ડીસા પાસે રાજપુરમાં ગૌતમભાઈ બ્રાહ્મણ પૂજારી છે. પૂ.પં. શ્રી કુલચંદ્રવિજય મ., પાઠશાળાના અધ્યાપક ચંદુભાઈ આદિની પ્રેરણાથી તે ધર્મશ્રદ્ધાળુ બન્યા ! રોજ જિનપૂજા ખૂબ ભાવથી વિધિપૂર્વક કરે છે ! પાંચ પ્રતિક્રમણ,ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, તત્ત્વાર્થ વગેરે ભણ્યા! ૨ વર્ષ પહેલાં સંસ્કૃત, કર્મગ્રંથ વગેરે ભણતા હતા. ૧૮ વર્ષથી પૂજારી છે. તમે ખરેખર જૈન છો ? આ અને બીજું પણ તમારે ન ભણવું જોઈએ ? (ગ) નીરની વીરતા :- ડૉક્ટર ઉષાબ્દન જનરલ પ્રેક્ટીશનર છે. ધર્મશ્રદ્ધા ખૂબ છે. સુપુત્ર વગેરેને ધર્મના સંસ્કાર આપે છે. તેમના દવાખાનામાં નીરુબ્ધન કમ્પાઉન્ડર છે. નીરુદ્ધેન જ્ઞાતિથી વાળંદ છે. પાંચ વર્ષ પહેલાં તેમના પતિનું મૃત્યુ થયું. 3 બાળકોવાળાં નીરુન્હેને આ ડૉક્ટરને ત્યાં ૫ વર્ષથી નોકરી કરવા માંડી. ઉષાબ્લેને નીરુન્હાના આત્મામાં ઉષા પ્રગટાવવાના હેતુથી અવસરે અવસરે જૈન ધર્મની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org