________________
'પરદેશમાં પણ પ્રતિક્રમણ
મુંબઈના એ ધર્મશ્રદ્ધાળુ લક્ષ્મીચંદભાઈ ધંધા વગેરે માટે પરદેશ જાય ત્યારે પણ પ્રતિક્રમણ ન છોડે ! કાયમ પ્રતિક્રમણ કરે ! ચીન વગેરેમાં A. c. વાળી હોટલોમાં ઊતરે ત્યારે પ્રતિક્રમણ ન છોડવું પડે માટે ધાબળો ઓઢીને કરે ! સ્ટેશન વગેરે પર રોકાવુ પડ્યું હોય ત્યારે પણ પંખા, લાઈટ, વગેરે વચ્ચે ભર ઉનાળામાં પ્રતિક્રમણ કરવું પડે તો ધાબળો ઓઢીને કરે ! મોહમયીવાસી આ ધર્મી જીવના બીજા અનેક ગુણો જાણવા અને આદરવા જેવા છે. સુંદર પુસ્તકો પ-૨૫ લાવી ઘણાંને ભેટ આપી વાંચન કરાવી અનેકને ધર્મી બનાવે છે! 13 ગુરુદેવોની તિથિ ઉજવી
ઝીંઝુવાડાના પ.પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વર મ. ની પ્રત્યે ગામને એટલો બધો આદર છે કે તેમની સ્વર્ગવાસ તિથિએ દર વર્ષે ગામ વર્ષોથી રજા પાળે છે ! અને તે દિવસે તેમના ગુણાનુવાદ વ્યાખ્યાનમાં થાય છે ! મ.સા. ન હોય તો ગુણાનુવાદ શ્રાવક કરે. તમે પણ પૂજ્યોના દીક્ષા વગેરે દિવસો ભાવથી ઉજવી તપ, દાન વગેરે કરી ભવોભવ સદ્ગુરુ મળે તેવું પુણ્ય ઉપાર્જી એ શુભેચ્છા. પત્ની વગેરેની તિથિ બધા ઊજવે. તમે નક્કી કરો કે સાધુ-સાધ્વીની તિથિની ઉજવણીમાં આપણે જવું, ગુણાનુવાદ કરવા, સાંભળવા વગેરેથી આપણને ઘણા લાભ થાય. ઘણા ગુણ પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org