Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 45
________________ ધર્મમાં જોડવા વગેરે સુંદર કામ કર્યાં ! ૬૦ને દીક્ષા અપાવી ! હવે તો સંયમ-સાધના કરતાં ખૂબ શાસનપ્રભાવના કરી રહ્યા છે. સંઘપતિ-આદરથી રોગનાશ ૪૦ લગભગ ૭૦ વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. નગીનદાસભાઈએ પાટણથી શ્રી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. રસ્તામાં એક ગામમાં શ્રાવકે સંઘપતિ ને કહ્યું કે આપ મારા ઘરે પધારો. નગીનદાસભાઈએ કહ્યું, ‘‘સમય નથી. સંઘ ખોટી થાય છે.'' પણ શ્રાવકે અતિ આગ્રહ કરતાં કહ્યું કે ૨ મિનીટ માટે પણ આવવું જ પડશે. પૂર્વના અતિશ્રીમંતો પણ દાક્ષિણ્ય ગુણવાળા હતા. સંઘપતિ આની ભાવના પૂર્ણ કરવા ગયા. સંઘપતિને તે સામાન્ય શ્રાવકે દૂધ પીવા આપ્યું. પછી સંઘપતિ ગયા. વધેલું દૂધ અતિશ્રદ્ધાથી તે શ્રાવકે પીધું. ચમત્કાર થયો. શ્રાવકનો રોગ નાશ પામી ગયો ! તે શ્રાવકને ઘણા વખતથી રોગ હતો. ખાધેલું ટકે નહિ. તેને શ્રદ્ધા કે જ્ઞાનીઓ સંઘપતિને તીર્થંકર જેવા વર્ણવે છે. આ નગીનદાસભાઈએ પીધેલા પ્યાલામાંથી હું પીશ તો મારો રોગ મટી જશે. ખરેખર મટી ગયો ! શ્રદ્ધા, આદર, બહુમાનમાં આવા અદ્ભુત ચમત્કાર સર્જવાની અચિંત્ય શક્તિ છે ! ખાસ મારે એ ધ્યાન દોરવું છે, કે ધનવાનો ધર્મમાં ધનનો સર્વ્યય કરે તો આપણને તે દાનવીર પ્રત્યે આદર જાગે છે. આજના નાસ્તિક લેખકો વગેરે ભલે ધર્મી પૈસાવાળાની નિંદા કરે, પણ એ સત્ય છે કે શ્રીમંતોને દાન વગેરે ધર્મકાર્યોમાં જે શુદ્ધ ધર્મબુદ્ધિ હોય તે ખૂબ અનુમોદનીય છે. હે ધર્મપ્રેમીઓ ! આ અનુમોદનાનો લાભ ગુમાવી ધર્મીની નિંદા વગેરેના ગોઝારા પાપથી દૂર રહો. Jain Education International ૩૮ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52