________________
પેટ દબાવીને પડ્યો રહ્યો. પણ વાપર્યું નહિ. અંતે ઊંઘ આવી ગઈ. તમારા જીવનમાં ધંધાદિ કોઈ પણ કારણસર રાત્રિભોજન કરવાનું વિચારશો નહિ. રસ્તા ઘણા છે. પણ જો ટેવ પાડશો તો ક્યારેય રાત્રે વાપરવાની ઈચ્છા નહિ થાય. જો તમારે અહીંથી મરીને સીધા નરકમાં જવું ન હોય તો રાત્રિભોજનનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. 13૮ સારાં બાળકો વડીલોને સન્માર્ગે લઈ જાય
'એક શ્રાવિકાએ વર્ધમાન-તપનો પાયો નાંખ્યો. વ્યાખ્યાનમાં રોજ પોતાના નાના પુત્રને લઈ જાય. પછી પારણું કર્યું. પારણું કર્યા પછી એક સંબંધીને ત્યાં જમણવારમાં જમવા જવાનું હતું. તેથી બાળકોને સાથે લઈને માતા ગઈ. માના ભાણામાં બટાટાનું શાક જોઈ પુત્ર કહે છે, “મા, મા ! તેં તો પાયો નાંખ્યો છે. બટાટા તારે ખવાય ?' માએ તેને ધીરેથી કહ્યું, “બેટા, હમણાં ન બોલ...” દીકરાએ મોટેથી કહ્યું, “મહારાજ સાહેબને કહી દેવાનો છું.” માએ બટાટા નહિ ખાવાનો આજીવન નિયમ લઈ લીધો.
હે શ્રાવકો ! દેવ અને ગુરુની સોનેરી શિખામણો તો માનવી જ જોઈએ, પણ ક્યારેક તમારા ધર્મી સંબંધીઓ કે બાળકો વગેરે પ્રેરણા કરે તો હિતકારી સલાહ સ્વીકારવી જોઈએ. -૩ -નવીનકાકાની આરાધના
પાટણના બી. ઈ. પાસ મુંબઈવાસી નવીનભાઈ ૨૦૩૩માં પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય મ. ના પ્રવચન શ્રવણ અને સંસર્ગથી ધર્મમાં પ્રગતિ સાધતા ગયા. ધંધો, ચંપલ, બહારનું ખાવાનું જાવજજીવ ત્યાગ કરી બેસણાં કરવા માંડયા. ઘણાં અભિગ્રહ લીધા. ૧૨ વ્રત, રોજ ૧૦૮ લોગસ્સ વગેરે કાઉસ્સગ્ગ, સામાયિકો, પૌષધ, સાધર્મિક ભક્તિ આદિ ઘણી બધી આરાધના સાથે યુવાનોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org