________________
ભાષ્ય કંઠસ્થ કરી દીધાં ! ત્યારબાદ તેઓ સિદ્ધાંત-મહોદધિ પૂ. આચાર્ય શ્રીમવિજયપ્રેમસૂરિજી મ.સા.ના સંપર્કમાં આવ્યા. પૂ.શ્રી એ તેમને કર્મસાહિત્યનો અભ્યાસ કરાવ્યો ! ત્યારબાદ તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરી મહેસાણા પાઠશાળામાં ભણવા ગયાં. ત્યાં તેમણે વ્યાકરણ, કર્મસાહિત્ય વગેરે વિષયોનો પંડિત શ્રી પુખરાજભાઈ પાસે નક્કર અભ્યાસ કર્યો. ત્યારબાદ ફરીથી સાધુ મ.સા. નાં . સંપર્કમાં આવતાં તેમનો અભ્યાસ વધતો જ ગયો ! પછીથી વઢવાણ, મહેસાણા (અને હાલ તપોવન) વગેરે ક્ષેત્રોમાં અધ્યાપક તરીકે રહ્યા. એમાં પણ કેટલીક વાર મફત સેવા આપી!
એમને જ્ઞાનની શુદ્ધિની એટલી ચીવટ કે તેઓ દરેક પદાર્થને ખૂબ ધ્યાનથી સાંભળી શુદ્ધ સાચું જ કંઠસ્થ કરે, વળી તેનું ચિંતન પણ કરે. તદુપરાંત તેઓ વિદ્યાર્થીઓને રાત્રે ગમે ત્યારે પણ ઉઠાડીને પાઠ આપે, તથા રાતના ગમે ત્યારે પણ વિદ્યાર્થી કે સાધુ મ.સા. પ્રશ્ન પૂછવા આવે તો તે તરત જ જાગૃત થઈ તે વિષયને બરાબર સમજાવે. આવા તે અપ્રમાદી હતા ! સંસ્થાના સમય ઉપરાંત અને રાત્રે પણ તે ભણાવવા તૈયાર ! ભણાવવું તેમના સ્વભાવમાં થઈ ગયું છે !
તેમનું નામ છે અમુલખભાઈ મૂળચંદભાઈ મહેતા. અહો સમ્યગુજ્ઞાન માટે કેવી લગની ! આજે આવા પ્રાધ્યાપકોની જિનશાસનને જરૂર છે. તેઓને આજે પણ વ્યાકરણ, કર્મસાહિત્ય કંઠસ્થ છે.
પ્રજ્ઞાચક્ષુ પણ જો જ્ઞાનની આવી ઘોર સાધના કરે તો નેત્રવાળા એવા આપણે જ્ઞાનપ્રાપ્તિ માટે કેટલો બધો પ્રયત્ન કરવો જોઈએ ? ગોખવા, શુધ્ધ ભણવા, વિચારવા આપણને આંખ, પુસ્તકો વગેરે ઘણું મળ્યું છે; સદુપયોગ કરો ને માનવભવ સફળ કરો.
પાઠશાળાના શિક્ષકો પણ દિલ લગાવીને જો ભણાવે તો ખૂબ જ સ્વ-પર-હિત થાય; બુધ્ધિ, શાંતિ વગેરે ભવોભવ મળે ! જ જ સ જ ક જ [૩૫] પર જ ર જ છે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org