________________
દરબારે પહોંચ્યા. પછી ઘેટી જઈને બે જાત્રા કરીને આવ્યા. “છઠ્ઠ સાથે સાત જાત્રા કરવી છે, થશે ? ખૂબ કઠિન કાર્ય છે.'' તેવી મનમાં શંકા રહેતી હતી. પણ બીજા દિવસે સવારે બીજા ત્રણ મહાત્માઓએ પણ જાત્રા શરૂ કરી. આમણે પણ ત્રણ જાત્રા થયા પછી નક્કી કર્યું કે આજે પાંચ કરવી, પરંતુ ચોથી જાત્રા પૂરી થતાં પેશાબની શંકા થઈ. તેથી પાછા નીચે તળેટી આવી શંકા દૂર કરી.
પાંચમી જાત્રા માટે નીકળ્યા અને ચક્કર ચાલુ થયા. અંધારા આવવા માંડ્યાં. થોડું ચડ્યાં અને સિક્યોરીટીનો માણસ મળ્યો. તે કહે છે કે હવે ક્યારે પાછા આવશો ? તેના કરતાં હવે જાત્રા રહેવા દો.” બપોરના ૩-૩૦ થયા. પાંચ વાગે દાદાનો દરબાર માંગલિક થાય. થાક, ચક્કર, અશકિત ખૂબ છે. હવે શું કરવું ? પરંતુ મન મજબૂત હતું. દાદાને પ્રાર્થના કરે છે, “હે દાદા, તારો પ્રભાવ ખૂબ જ છે. હવે સાત જાત્રા તું પૂર્ણ કરાવજે, જેથી મારે હવે ભવભ્રમણમાં ભમવાનું ન થાય” ગદ્ગદ્ ભાવથી પ્રભુને હાર્દિક પ્રાર્થના કરતાં ધીમે ધીમે ચઢતા દાદાને દરબારે પહોંચ્યા.
ત્યાં જ દરવાજો બંધ કરવાનો સમય થયો. ચૈત્યવંદન કર્યુ. દાદાએ પોતાની એક મહેચ્છા પૂર્ણ કરી એનો અત્યંત આનંદ અનુભવ્યો. અનંતકાળનો થાક ઊતરી ગયો. મન નાચી ઊડ્યું કે “કેવું સુંદર ! ત્રણ ભવમાં મોક્ષમાં જવાનું નક્કી થઈ ગયું. ! વાહ પ્રભુ ! તેં કમાલ કરી.” આમ પરમાત્માની સહાય બધાને નક્કી મળે છે.
શ્રી સિધ્ધગિરિજીનો અચિંત્ય પ્રભાવ અત્યારે પણ ઘણા સાક્ષાત્ અનુભવે છે. તે ભવ્યો ! તમે પણ શાશ્વતગિરિની વિધિપૂર્વક ખૂબ ભાવથી યાત્રા, ભકિત આદિ વારંવાર કરી સમ્યક્વ, સંયમ, સદ્ગતિ અને શિવસુખ આદિ મેળવો એ જ સદા માટે અંતરની કામના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org