Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 39
________________ 13 એજીનિયર ની આરાધના મહેન્દ્રભાઈ સિવિલ એન્જનયર ૩૨ વર્ષ પહેલા થયા. ૨૨ વર્ષથી રોજ બંને પ્રતિક્રમણ અને બે સામાયિક કરે છે. રવિવારે અને રજાએ ૬ સામાયિક કરે છે ! મેં આરાધના અંગે પૂછતાં તેમણે કહ્યું કે સર્વિસને કારણે રોજ તો સમય ન મળે, પણ રવિવારે અને રજામાં ફરવા વગેરેના પાપ કરવા કરતાં સામાયિકનો મહાન લાભ કેમ ન લઉં ? તેથી શક્ય તેટલા વધુ સામાયિક કરું છું.” તેઓ રોજ બેસણાં કરે છે. ગાથા ગોખે છે. તિથિએ આયંબિલ કરે છે. લગ્નમાં પણ સગાઓને રાત્રિભોજન કરાવતા નથી. દર પર્યુષણમાં ચોસઠ-પહોરી પૌષધ સાથે અઠ્ઠઈ કરે છે ! રોજ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરે છે. જ્યાં જાય ત્યાં મ.સા. મળે તો ગુરુવંદન અવશ્ય કરે! મારો પરિચય નહીં છતાં પૂછીને જાણીને મને વંદન કરવા આંવ્યા. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ ભાવથી કરે છે. પુણ્યશાળીઓ ! તમે પણ કદાચ રોજ વધુ ધર્મ ન કરી શકો તો રજાઓમાં સામાયિક, વાંચન, આંગી, પ્રતિક્રમણ, વ્યાખ્યાન, ગુરુવંદન આદિ કરી તમે પણ ઉભય લોક સફળ કરો. ૩૩દાદાના પ્રભાવે છઠ્ઠ કરીને સાત જાત્રા થઈ !) એક મુનિરાજ દીક્ષા પછી પ્રથમ વાર પાલીતાણા ગયા. અમદાવાદથી સંઘમાં નીકળ્યા ત્યારે શુભ ભાવના થતી. મનમાં એક વાત રમ્યા કરતી હતી કે કોઈ પણ રીતે છઠ્ઠ કરીને સાત જાત્રા કરવી. દાદાનો ડુંગર દેખાયો અને મન નાચી ઉઠ્યું. મનમાં ભાવવિભોર થઈ વિચારે છે કે ક્યારે તળેટી આવે અને દાદાના દરબાર તરફ ભેટવા દોડું. સવારે ૧૧ વાગે તો તળેટી પહોંચ્યા, તરત જ દાદાના છે જે જ છે જે જ [૩૨] જે જે વા જ જ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52