Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 35
________________ ૨૫-સંતિકર સ્તોત્રનો પ્રભાવ નવસારીમાં એક બાળકને જન્મથી જ દમનો ભારે રોગ; વારંવાર ઉથલા મારે, ૫-૬ વર્ષ સુધી તો આ રોગ અવિરતપણે ચાલતો રહ્યો. ઘણાં ઈલાજો, ઘણી દવાઓ કયૉ પણ રોગમાં તો જરાય સુધારો થયો નહીં. ઘણી વાર હાલત ગંભીર બની જતી. દવા કરવાથી ૮ વર્ષ દર્દમાં થોડો સુધારો થયો. વારંવાર આવવાને બદલે દિવસે ૧ વાર, બે દિવસે ૧ વાર તકલીફ થાય. આવો ક્રમ ૧ વર્ષ સુધી ચાલ્યો. તે વખતે એક સાધુ ભગવંતના પરિચયમાં આવ્યા. વિનંતી કરવાથી તેઓએ બીજો શ્રેષ્ઠ ઈલાજ બતાવ્યો અને કહ્યું, “૧ વાટકીમાં પાણી લઈ તેમાં અનામિકા (ત્રીજી) આંગળી રાખી નવકાર અને સંતિકર ૪૧ વખત ગણવાં. પછી તે પાણી બાળકને પીવડાવી દેવું. આ રીતે ઈલાજ કરવાથી દર્દ ભાગવા માંડ્યું. ૧૧ માં વર્ષમાં માત્ર ૨ વખત અને ૧૨મા વર્ષે ૧ જ વાર દર્દ થયું. ત્યારબાદ ગાયબ થયેલું દર્દ આજ સુધી ક્યારેય આવ્યું નથી. આવા મહિમાવંતા સ્તોત્રને આપણે શુભ ભાવથી ગણીએ તો ભવોભવ આપણને જૈન ધર્મ, સદ્ગતિ, સબુધ્ધિ અને પ્રાંતે શિવગતિ જરૂર મળે !' ૨૬ ચૈત્યપરિપાટી મુંબઈ પારલાના કેટલાક યુવાનો દર સોમવારે નવા નવા દેરાસરે દર્શન કરવા જાય છે. આમ ઘણાં વર્ષોથી સામૂહિક ચૈત્યપરિપાટીથી ઘણાં બધાં પરાના દેરાસરોનાં દર્શન કરી લીધાં છે ! અને આમ આખા મુંબઈનાં બધાં દેરાસરોને જુહારવાની તેમની ભાવના છે! હે જૈનો ! પાંચ તિથિએ ગામનાં બધાં દેરાસરે દર્શન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52