Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 33
________________ સેવાની લગની ભણસાલી ટ્રસ્ટ તરફથી અતિ ગરીબ એવા બિહાર પ્રાંતમાં દર વર્ષે નેત્રયજ્ઞમાં હજારો ગરીબોની સેવા કરાય છે. ટ્રસ્ટ તરફથી મોતિયાનું ઓપરેશન, ચશ્મા, ભોજન, ઠંડીમાં રક્ષણાર્થે સ્વેટર મફત અપાય છે. ૨૯૨ ઉપવાસની અંતિમ આરાધના મુલુંડમાં વસતા ૮૦ વર્ષના શ્રી માવજીભાઈ ૯૨ ઉપવાસ કરી તા. ૪-૯-'૯૩ના શનિવારે રાત્રે ૧-૩૦ કલાકે નમસ્કાર મહામંત્રના સ્મરણ-શ્રવણ કરતાં કરતાં મહાવિદેહમાં પધારી ગયા! ત્રણ મહિના પૂર્વે તેમને લકવાનો હુમલો આવ્યો. આકસ્મિક હુમલાથી તેઓ વ્યથિત થઈ ગયા. રાત્રે ૧૨ વાગ્યે દેવી સંકેત થયો કે તું અંતિમ આરાધના કરી સીમંધરસ્વામી પાસે આવી જા. જેણે જીવનમાં એક પણ ઉપવાસ કર્યો નથી એવા માવજીભાઈએ અણસણ (ઉપવાસ) કરવાનો નિર્ણય કર્યો. બીજા દિવસથી ઉપવાસ શરૂ કર્યા. ઘરવાળાઓને એમ કે બે ત્રણ ઉપવાસ કરી થાકશે. પણ જ્યાં દેવી સંકેત હોય ત્યાં થાકની વાત ક્યાં ? ઉપવાસ આગળ વધ્યાં.... દસમાં ઉપવાસે બધો જ રોગ મટી ગયો ! સજ્જડ થઈ ગયેલા હાથ-પગ પૂર્વવત્ ચાલતા થઈ ગયા ! દિવ્ય ચમત્કાર થયો! થોડા દિવસ બાદદૈવી સંકેત દ્વારા રાત્રે તેમને સીમંધરસ્વામી નો જાપ મળ્યો, ને ચોવીસે કલાક તે જાપ કરવામાં મસ્ત બની ગયાં. તપ-જપની સાધના આગળ વધતી ગઈ. જ જા જા જા જા જ [૨૬] ક વ લ થા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52