Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 31
________________ એજીનીયરીંગના અભ્યાસ આદિમાં પ્રવૃત્ત બન્યો. - એક વાર દિલ્હીથી રાજન આવ્યો ત્યારે ઘરેથી કહ્યું કે પૂ. રવિપ્રભવિજયજી ખૂબ બીમાર છે. ઉપાશ્રયે ગયો. પંદરેક દિવસ ખૂબ વૈયાવચ્ચ કરી ! તેનો જન્મદિન આવ્યો. સાંજે છોકરી જોવા જવાનું હતું. વર્ષગાંઠ હોવાથી પ.પૂ.આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજીને વંદન કરવા ગયો. કૃપાળુ મુનિશ્રી (હાલ પંચાસ) નરરત્નવિજયજીએ મહિનાનાં ૧૫ સામાયિક કરવાની પ્રેરણા કરી. તેણે સ્વીકાર્યું. પૂ. આચાર્યશ્રીને નિયમ આપવાની વિનંતી કરી. દીક્ષાની વાત કોઈને ન કરે, પણ આ સાધકના પુણ્ય પૂ. આ. ભગવંતના શ્રી મુખેથી અંતરના ઉદ્ગાર સર્યા, “બે ઘડીનું સામાયિક કેમ ? જાવજજીવનું લઈ લે !'' રાજને પૂ. શ્રી પ્રત્યે ખૂબ જ આદર! ગુરુદેવ કહે તેમાં મારું હિત જ છે. મારે લેવું એવી ભાવના અંતરમાં વધતી ગઈ ! બીજા શ્રાવકોએ પણ પૂ.શ્રીની પ્રેરણાનું વિશિષ્ટ માહાલ્ય સમજાવ્યું. પછી તો આઠ માસ પછી દીક્ષા પણ લીધી ! આજે ખૂબ સારી રીતે ઊંચું સંયમ પાળતાં તે નિજાનંદમાં મસ્ત છે! હે ધર્મપ્રેમીઓ ! આજના અમનચમનના યુગમાં યુવાન વયમાં એક અનોખું સાહસ રાજને પૂ. સંઘસ્થવિર આચાર્યશ્રીની હૈયાની પ્રેરણાથી કર્યું, ને જીવન કેવું ગુણ-સુવાસથી મઘમઘતું બનાવી દીધું! અભ્યાસ, નિર્મળ સંયમ, વિનય, વૈયાવચ્ચ, સદા પ્રસન્નભાવ આદિ અગણિત ગુણો આત્મામાં પેદા કરી લીધાં ! હે જૈનો ! તમે પણ સંયમીઓના અંતરના આશીર્વાદ મેળવી આવી કોઈ અલબેલી આરાધનાથી આ માનવભવમાં આત્માને એવો પવિત્ર બનાવો કે ભવોભવ શાંતિ, સુખ, ગુણો વધતા જ જાય ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52