________________
બાવીસમા ઉપવાસે મુલુંડમાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. નો પ્રવેશ થયો. ત્યારે સામૈયામાં જ તેમના ઘરે પૂજ્યશ્રીએ પગલાં કર્યા, આર્શીવાદ આપ્યાં. શ્રી સીમંધરસ્વામી પાસે ૮ વર્ષે દીક્ષા લઈ નવમા વર્ષે કેવળી બનવાના તેમના અંતરમાં અરમાન હતા. ૯૨ ઉપવાસમાં કદી માથ કે પગ દુ:ખ્યા નથી ! ભૂખ-તરસ લાગી નથી. કોઈ પીડા નહીં. અખંડ દીવાની જ્યોતમાંથી કેસર નીકળતું અનેક જણાએ પ્રત્યક્ષ જોયું છે. રાત્રે ઝગારા મારતા સાક્ષાત દેવવિમાનને આવતા તેમના સંબંધીઓએ જોયું છે.
પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. મુનિ ભગવતો, સાધ્વીજી વગેરેએ ભાવવર્ધક પદો સંભળાવી અદૂભૂત સમાધિ આપી. ૯૦ ઉપવાસ સુધી પૂર્ણ સ્વસ્થ હતાં. ૬૦-૭૦ ઉપવાસ થતાં મુંબઈભરનાં મોટા, મોટા ડૉક્ટરો પણ આશ્ચર્યમુગ્ધ થઈ જતાં. ઉપરનું બી. પી. ૭૦; નીચેનું પ૦ અને પલ્સ ૬૦ રહેતાં. મોટા મોટા ડૉક્ટરો કહે અમારી સમજણ મુજબ આ કેસ અડધો કલાકથી વધુ જીવે નહીં, ને ૯૨ દિવસ જીવ્યાં !! ઉપરનું બી.પી. ૭૦ થી ક્યારેક તો ૯૦ થઈ જાય ! ડૉક્ટરોને આશ્ચર્ય થતું કે ખાધા-પીધા વગર બી.પી. વધે જ કઈ રીતે ?
૯૨ દિવસ અપૂર્વ સમતા સાથે વિતાવ્યાં. ધર્મ સાંભળવાની જ તીવ્ર રુચિ ને સંસારીઓ પ્રત્યેના સર્વ પ્રકારના મમત્વનો ત્યાગ, મૂડીનો ઘણો ભાગ શુભ કાર્યમાં વાપરવાનો નિર્ણય વગેરેથી જીવન ધન્ય બની ગયું હતું.
હે ભવ્યો! તમે પણ જીવન ધર્મમય બનાવી અંતિમ આરાધના પૂર્વક સમાધિ મૃત્યુ મેળવી સદ્ગતિ પામો એ શુભેચ્છા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org