________________
સમાધિમૃત્યુ
જામનગરના મેઘજીભાઈને ૪ વર્ષ પહેલાં પેટનું અલ્સર થયું, સ્વયં સમાધિભાવ અને નવકારમાં લીન રહેતા ! ભયંકર વેદનામાં પણ કાઉસ્સગ્નમાં બેઠા ! નવકાર સાંભળતા સ્વર્ગવાસ પામ્યા ! જીવતાં ૬૦ લાખ રૂપિયાનું ધર્મમાં દાન વગેરે આરાધના કરેલી. ૧૯ગચ્છાધિપતિશ્રીનો કેવો પ્રભાવ ?
શ્રી ભગવતીજીના જોગ કરવાનો સુવર્ણ અવસર મારા જીવનમાં આવ્યો. પરંતુ છ માસથી ચાલતી તાવ વગેરે માંદગી, અશક્તિ વગેરે કારણે મન થતું નહતું. પરિચિત ઘણા સાધુ ભગવંતોએ કહ્યું, ઈચ્છા નહીં હોય તો પણ પરાણે તમને જોગમાં પ્રવેશ કરાવીશું.” ઘણાની લાગણી, ભક્તિ હતાં. તેથી હિંમત આવતી, છતાં દવા વગેરેથી પણ તબિયત સુધરી નહીં તેથી મન પાછું પડતું હતું.
પરમોપકારી, સિદ્ધાંતદિવાકર, વાત્સલ્યમૂર્તિ, ગચ્છાધિપતિ, પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સાહેબે મારી મુશ્કેલીઓ જાણી કહ્યું, “જોગ કરી લેવા.” વિનંતી કરી, “૧-૨ વર્ષ પછી કરીશ.” પૂ. શ્રી, “પછી પણ મુશ્કેલીઓની સંભાવના છે. તેથી હમણાં કરી લેવા.” જ્ઞાન-સંયમનું અમાપ બળ દીર્ઘદ્રષ્ટિ વગેરેથી વિચારી પૂ. શ્રી એ ઉત્સાહ સીંચ્યો. મેં પણ તહત્તિ કર્યું.
પૂ. શ્રીના આશીર્વાદ, વાસક્ષેપ આદિના બળે જોગમાં પ્રવેશ કર્યો ! ઘણા મહાત્માઓ તથા સંસારી સગાઓના આશીર્વાદ, શુભેચ્છા, પ્રાર્થના, જાપ, તપ, લાગણી આદિનું પણ બળ ઉમેરાયુ ! અને મુનિ શ્રી યોગીરનવિજયજી ની ખૂબ ભક્તિ ભળી. લાંબા જોગ ઘણી સારી રીતે પૂર્ણ થયાં ! જોગના પહેલા જ દિવસે અસ્વસ્થતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org