________________
આદિ વધુ લાગવાથી પૂ. શ્રીને જોગમાંથી કાઢવાની વિનંતી કરી. તોપણ પૂ. શ્રીએ હિંમત આપી, “થોડા દિવસ જોગ ચાલુ રાખ. પછી જોઈશું.” ઈચ્છા સ્વીકારી. પણ પછી ખાસ મુશ્કેલી ન આવી. ધાર્યા કરતાં ઘણા સારા થઈ ગયા !
ટૂંકમાં, મારા સ્વાનુભવે સાધકોને મારે ખાસ કહેવું છે કે કલિકાળમાં પણ તપસ્વીઓ, સંયમીઓ, જ્ઞાનીઓ વગેરે નો પ્રભાવ અચિંત્ય છે જ !! તપની અને શારીરિક અશક્તિ વગેરે કારણે શ્રી ભગવતીજીના લાંબા જોગ ક્યારેય થવાની મને આશા ન હતી. છતાં સંયમીઓના આશીર્વાદ વગેરેના પ્રભાવથી ખરેખર ખૂબ સુંદર થઈ ગયા ! હે ભવ્યો ! તમે પણ સયંમ પ્રાપ્તિ, વિશિષ્ટ તપ આદિ શુભ સાધના કઠિન લાગે તો પણ તપસ્વી વગેરેના આશીર્વાદ, મંત્ર, જાપ વગેરેની શુભ સહાય મેળવી ભાવભરી પ્રભુભક્તિ, મનની પવિત્રતા આદિ આરાધનાપૂર્વક યા હોમ કરીને પડો. ફત્તેહ છે આગે.
૧૭
પરિગ્રહ-પરિમાણ વ્રતે ચમત્કાર કર્યો
ગુજરાતના એક ગામના એ ભાઈને આપણે પ્રવીણભાઈ તરીકે ઓળખીશું. કરિયાણાનો વેપાર કરતા હતા. ધંધો ચાલતો ન હતો. દેવું થવા માંડ્યુ. ઉપાશ્રયમાં પૂજ્ય મુનિરાજ શ્રી અભ્યુદયસાગર મ. આદિને વંદન કરવા ગયેલા. મહારાજશ્રીએ પરિગ્રહ પરિમાણવ્રતની પ્રેરણા કરી. ધર્મપ્રેમી અને સાધુ પર શ્રદ્ધાવાળા તે વિચારે છે કે ધન તો છે નહિ અને મળે તેમ લાગતું નથી. તો ચાલો લાભ લઈ લઉં. ૨૫ વર્ષની ભર યુવાનવયે એકલાખનો નિયમ માંગ્યો ! આ ભાવનાશીલ શ્રાવકનો નિયમ સારી રીતે પળાય તે માટે પૂ. શ્રીએ પાંચ લાખનો નિયમ આપ્યો પછી દેવું વધી જતાં પ્રવીણભાઈએ ગામ છોડ્યું. છોડતાં પહેલા પિતરાઈ ભાઈનું લગભગ અઢાર હજારનું ❀❀❀❀❀❀ * ૨૦૦
$
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org