________________
દેવું હતું. પ્રવીણભાઈએ કહ્યું, “ભાઈ ! મારું મકાન તમારા નામે કરી દઉં છું.” લાગણીવાળા ભાઈએ ના પાડતાં કહ્યું, “હું ક્યાં પૈસા માંગુ છું? તું કમાય ત્યારે નિરાંતે આપજે. ચિંતા જરા પણ ન કરીશ !' ૨૦ વર્ષ પહેલાં વતન છોડી તેઓ શહેરમાં રહેવા લાગ્યા. નાની ખોલીમાં છ-સાત જણા રહે. દિવસો જેમ તેમ વિતાવે. સીઝનમાં અનાજનો નાનો વેપાર કરે. પર્યુષણમાં દેરાસરમાં અષ્ટ પ્રકારી પૂજાની બોલી ચાલતી હતી. પ્રવીણભાઈને ભાવ આવી ગયો. દાદાની પૂજામાં પોતાનું પણ કંઈક સમર્પણ કરવાની ઈચ્છાથી કેશરપૂજા અને દીપક પૂજા એમ બે બોલીનો ૨૫૦૦ મણમાં લાભ લીધો ! પછી ટ્રસ્ટીને હકીકત જણાવી કહ્યું, “બે માસમાં રકમ ભરી દઈશ. કમાણી નહિ થાય તો થોડું સોનું છે તે મૂકી જઈશ. અને વ્યાજ સાથે રકમ ચૂકવી દઈશ.” આમના ઉત્તમ ભાવ જાણી ઉદાર ટ્રસ્ટીઓએ વિનંતી સ્વીકારી. આમ લાભ મળવાથી પ્રવીણભાઈને અનહદ આનંદ થયો. દેરાસરમાં દીપકની રોશની કરે તેના જીવનમાં રોશનીનો ઝગમગાટ કેમ ન થાય ?
થોડા જ દિવસમાં એક ભાઈએ ઓટોમોબાઈલ્સના ધંધામાં ભાગીદાર થવા ઓફર કરી ! આવેલ તક વધાવી લીધી. પ્રવીણભાઈ માત્ર વર્કીગ પાર્ટનર. પૈસા બધા પેલા ભાઈના. ધર્મ પ્રભાવે કમાણી થવા માંડી. પ્રવીણભાઈની ધર્મશ્રધ્ધા અને પ્રામાણિકતાને કારણે ધંધો ખૂબ જામ્યો. રૂપિયા સાડા ત્રણ લાખનું મકાન લીધું. પરિગ્રહ પરિમાણ વ્રત કેવી રીતે લીધેલું તે યાદ ન આવવાથી મહારાજશ્રીને મળીને પૂછ્યું. તેઓશ્રીએ કહ્યું, “પાંચ લાખમાં મકાન અને બધું જ ગણવાનું.” પ્રવીણભાઈએ વિચાર્યું કે જે ધર્મ મારી આટલી ઉન્નતિ કરી તેની સાથે વિશ્વાસઘાત કરવો નથી ! હવે કમાવું નથી !!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org