Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 16
________________ મોંઘીબ્ડેન સમજતા કે મારા કર્મ ખપી રહ્યાં છે. અરિહંતની ધૂન અને ગુરુદેવનું શરણ લઈને નત મસ્તકે માર ખાધો. પછી પતિ ઓફિસે ગયા. પાડોશીઓ આવીને પૂછે છે, ‘‘તમને બહુ વાગ્યું ?'' ત્યારે હસતાં હસતાં મોંઘીવ્હેન કહે છે, ‘મને તો માથે ટપલી મારે તેટલો પણ માર વાગતો ન હતો. મારા ગુરુદેવ મારું રક્ષણ કરતા હતાં.'' બધા આશ્ચર્યચકિત થાય છે. જતી વખતે પતિએ ગુસ્સામાં ૪૦૦ પાનાં જેટલી મોટી કમ્મપયડિની કપડામાં વીંટેલી પ્રત નીચે પાણીના ટાંકામાં નાખી દીધેલી. મોંઘીબ્ડેન દોડતાં પ્રત કાઢવા જાય છે, પણ સૌના આશ્ચર્ય વચ્ચે આખી પ્રત પાણી ઉપર તરતી હતી અને ઉપરનું સુતરાઉ કપડું ભીનું પણ થયું ન હતું. આજના કાળમાં પણ ધર્મની શ્રધ્ધા કેવું અપૂર્વ કામ કરે છે! છેલ્લા દિવસોમાં પતિને કેન્સરનો મહાવ્યાધિ થયો. આવા પતિની પણ મોંઘીબ્ડેન ખૂબ સેવા કરે છે. એક દિવસ તેમના પતિ તેમને કહે છે. ‘‘હું તને પત્ની કહું, માતા કહું, દેવી કહું કે ભગવતી કહું ? મેં તને દુઃખ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. અને તેં તો સદા મને માત્ર સુખ જ આપ્યું છે. હવે મૃત્યુના કિનારે બેઠેલો હું તારી પ્રસન્નતા માટે શું કરું ?'' મોંઘીવ્હેન કહે છે, “જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો આપણી ચાલીની ચોથા નંબરની રૂમનાં ભાઈ જોડે તમને મનમેળ નથી. તમે એને માફી આપી દો. મિચ્છામિ દુક્કડમ્ માંગી લો, જેથી ભવાંતરમાં દુર્ગતિ ન થાય.'' મોંઘીબ્ડેન કેવા ઉમદા શ્રાવિકા ! બધાં દુ:ખ સમતાથી સહે, ધર્મકર્યા કરે. અધર્મી પતિના પણ આત્મહિતની ચિંતા ! હે શ્રાવક, શ્રાવિકાઓ ! તમે પણ કર્મ અને ધર્મમાં દ્રઢ શ્રધ્ધાપૂર્વક સ્વપર-હિત કર્યા કરો એ જ હિતોપદેશ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52