________________
વગેરે પાંચ ઈનામ લઈ આવ્યા અને પાઠશાળાના અધ્યાપકને ભેટ આપવા પણ વસ્તુ લઈ આવ્યા. સંઘ તરફથી પહેલું ઈનામ ૮ થી ૧૦ રૂા. નું અપાય. જ્યારે આ ઉદાર, ભાવના-ભરપૂર બાળકો કિમતી સારાં ઈનામો આપવાની હિંમત કરે ! તમે પણ આમ ભાવનાઓને ઉદાત્ત બનાવો અને બીજા ધર્મી બાળકોની ભક્તિ કરવાના સંસ્કાર તમારાં બાળકોને આપી તમારું ને તેમનું હિત કરો એ શુભેચ્છા.
૧૨
ધર્માનુરાગી બાળા
મૈત્રી અમદાવાદના ખાનપુરની વતની છે. તેના વિશિષ્ટ પુણ્યની કેટલીક વાતો અહીં કરવી છે. જન્મથી તેણે કાચું પાણી પીધું નથી ! ૧ વર્ષની ઉંમરથી ચઉવિહાર કરે છે !! સાડાબાર વર્ષની ઉંમરે એણે બે પ્રતિકમણ મોઢે કરી લીધા !!!
તપસ્વીઓના વરઘોડામાં એક દિવસ એ ગઈ હતી. ખૂબ ગરમી હતી. બપોરના બાર વાગી ગયા હતા. મૈત્રીને ખૂબ તરસ લાગી. રડવા માંડી. કોઈએ પૂછતાં તેણે તરસની વાત કરી. પાણી મંગાવી આપ્યું. તેણે કહી દીધું, “હું કાચું પાણી પીતી નથી.'' આટલી બાલ ઉંમરે આટલી ભયંકર તરસમાં હું ઉકાળેલુ પાણી જ પીશ એવી દૃઢતા બાળકમાં રહે ? ઉકાળેલું પાણી મંગાવી આપ્યું તો કહે, ‘‘મારી મમ્મીના હાથે જ પીશ.'' આ પ્રૌઢ પુણ્યવંતી બેબલીને ધન્ય છે કે જેણે ધર્મી પરિવાર તો મેળવ્યો છે, પણ મળેલા સંસ્કારને પણ એણે પૂર્વભવની અનુમોદનીય સાધનાથી અનેકગણા ઉજાળ્યા છે ! રમત અને તોફાનની વયે ધાર્મિક જ્ઞાન ભણવું, ચઉવિહાર વગેરે કઠિન આચાર પાળવા, આ બધું ખૂબ ખૂબ અનુમોદનીય છે. તમે પણ તમારા સંતાનોને સુસંસ્કારો આપશો તો તેઓ પણ ધર્મી બને. તેથી તમને ભવોભવ જૈન ધર્મ મળે અને ગમે.
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org