________________
૧૧ જુઓ રે જુઓ બાળકો કેવા ધર્મપ્રેમી?
"
જૈનનગરના કેટલાક ૧૨-૧૪ વર્ષના બાળકો કંપાસ, બોલપેનો વગેરે ઘણી વસ્તુઓ આપીને મને કહે, ‘‘મહારાજ સાહેબ, જે બાળકો સામાયિક કરે, ગાથા કરે, શિબિરમાં આવે એવાં બાળકોને આની પ્રભાવના કરજો. અમે બાળકોએ પૈસા ભેગા કર્યાં છે. આ વસ્તુઓની ધાર્મિક બાળકોને પ્રભાવના કરવાનો લાભ લેવો છે !'’નાના બાળકોની પણ કેવી ઉત્તમ ભાવના ! આ બાળકો પહેલાં પણ એક વાર થોડી વસ્તુઓ શિબિરના બાળકોને ઈનામ આપવા આપી ગયેલા. વળી શિબિરમાં તેઓ જૈનનગરથી પંકજ સામાય ટી આવે ! પછી પેન લાવી મને કહે, ‘‘અમને લાભ આપો. આપ શિબિરમાં અમને આવું સુંદર ધાર્મિક જ્ઞાન આપ્યું તેથી અમને મન થયું છે.'' કેવા બાળકો ? વ્યાખ્યાનમાં સુંદર હિતકર વાતો સાંભળીને શ્રાવકોએ પણ આમ વિચારવું ન જોઈએકે આવું શ્રેષ્ઠ જ્ઞાન, સમજ આપનાર દેવ અને ગુરુની અમારે યથાશક્તિ ઉપાસના કરવી છે ? ડૉક્ટર, વકીલને ફી તમે બધા આપો જ છો. આત્માનું કલ્યાણ કરનાર, સોનેરી શિખામણ આપનાર દેવ-ગુરુ પ્રત્યે તમે આદર-બહુમાન વધારી આવા અમૂલ્ય જ્ઞાનને પરિણત કરો.
શિબિરમાં જૈનનગરનાં બાળકો ની વાત સાંભળી ભગવાનનગરના ટેકરાના ૩-૪ બાળકોને મન થયું. એમની ભાવના જાણી બીજા બાળકોને પણ મન થયું. અને ૧૩ બાળકોએ દરેકે પંદર પંદર રૂપિયાનું ફંડ કર્યું અને મને કહ્યું કે શિબિરમાં સારા જવાબો આપનારને રૂા. ૫/- ઈનામ અપાય છે તેમ અમારા તરફથી અમારે ઈનામ આપવા છે ! પછી તેઓ ૭૩ રૂા. નું પહેલું ઈનામ
Jain Education International
૧૪
For Personal & Private Use Only
www.jainelibrary.org