________________
'પ્રવચન-શ્રવણથી શ્રેષ્ઠ આરાધના
“ધર્મરુચિ' ધંધામાં વ્યસ્ત હતા. કોઈકે કહ્યું. “સાંતાક્રુઝમાં ખૂબ સારા વ્યાખ્યાનો ચાલે છે.” તેમને ભાવના થઈ કે મારે આવો સુંદર લાભ લેવો. રોજ સપરિવાર ગાડીમાં ત્યાં જતા. આત્માની યોગ્યતા ઊંચી હતી જેથી સાંભળતાં સાંભળતાં ધર્મભાવના વધતી ગઈ. પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય મહારાજથી શ્રધ્ધા અને આરાધનામાં ક્રમશ: આનંદ વધતો ગયો. એમનાં શ્રીમતીજી અને સુપુત્ર પણ ધર્મ ખૂબ કરવા માંડ્યાં. અને દીક્ષા પણ લીધી !
આ ધર્મરુચિની નીચેની કેટલીક અજોડ આરાધનાઓ અનુમોદવાપૂર્વક તમારા જીવનમાં પણ યથાશકિત લાવવા જેવી છે: (૧) ઘણાં સગાંસંબંધી અને ભાઈઓ હતા, પણ સાત ક્ષેત્રમાં
લાખો રૂપિયાનો સચ્ચય કર્યો ! (૨) પાણીમાં અસંખ્ય જીવો હોવાનું જાણી ઘરનાં ત્રણે જણાં
ઉકાળેલું પાણી પીતાં. (૩) દીક્ષા પૂર્વે છેલ્લાં ત્રણ વર્ષ પોતાના ફલેટમાં આખી રાત એક
પણ લાઈટ કરવાની નહીં !! (૪) જેટલાં વધુ કપડાં ધોવાય તેટલી હિંસા વધે તેમ વિચારી
ધર્મરુચિએ અંડરવેર અને ગંજી વિના ચાલે એમ વિચારી વાપરવાનાં જ બંધ કયૉ ! કરોડપતિ હોવા છતાં નોકર ઘણું પાણી વાપરી ખૂબ હિંસા કરશે એમ વિચારી શ્રાવિકા થોડા પાણીથી કપડાં જાતે
ધુએ ! (૬) ટી. વી., મેગેઝીનો, છાપા જોવાં બિલકુલ બંધ કરી દીધાં! થર થર જ ર વ શ [૧૨] જ ક જ વાર જ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org