Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 18
________________ -૧૮ સાધુના આશીર્વાદનો ચમત્કાર બરલૂટ ગામની આ સત્ય ઘટના છે. સાધુ મહારાજ ત્યાં રહેલા. વર્ષો પહેલા દરજીને ટી. બી. થર્ડ સ્ટેજનો થઈ ગયો ત્યારે તેની કોઈ દવા ન હતી. તેની પત્ની પણ નાસી ગઈ. એ મહારાજશ્રીના પગમાં પડીને રડવા લાગ્યો. મહારાજશ્રીએ પૂછતાં તેણે બધુ દુઃખ કહ્યું. તેમણે દયાથી આશીર્વાદ આપ્યાઃ “સારું થઈ જશે.” સાધુના આશીર્વાદમાં અચિંત્ય શક્તિ હોય છે. વગર દવાએ દરજીને ટી.બી. મટી ગયો. પછી ઘણાં વર્ષ જીવ્યો. નગરશેઠે મહારાજશ્રીને બધાની વચ્ચે ફજેત કરવા પ્રયત્ન કર્યો. મ.શ્રીનું દિલ ખૂબ ઘવાયું. શેઠે દેવાળું ફૂક્યું ! હે પુણ્યશાળીઓ! સાધુ-સાધ્વીની થાય તેટલી ભક્તિ કરવી. તેમને દુ:ખી તો ક્યારેય ન કરવા. શંખલપુર કોચરા પેશવા વગેરે ઘણાં ગામોના ઘણાં લોકોને આમ સાધુના આશિષથી ઘણાં લાભ થયા. સાધુના વંદન, ભક્તિથી તાત્કાલિક લાભ કદાચ ન મળે. પણ તે પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે અદભૂત લાભ થાય જ. તેથી આત્મહિતેચ્છએ અવશ્ય ગુરુવંદન, ભક્તિ આદિ રોજ ખૂબ કરવા. અરિહંત ભગવાન પાસે જન્મ, સબુધ્ધિ, વિશિષ્ટ જ્ઞાન, ઉત્તમ આચારોની પ્રાપ્તિ વગેરે અઢળક ફાયદા જરૂર થાય. સાધુને વંદન, મયૂએણ વંદામિ, ભક્તિ વગેરે ન કરનારને વિશેષ પાપ, દુઃખ, દુરાચારીપણું વગેરે અશુભ ફળો મળે છે. રસ્તામાં પણ મળે ત્યારે મયૂએણ વંદામિ કરવા, શાતા - કાર્યસેવા પૂછવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52