________________
(૭) ધર્મરુચિએ ધમધોકાર ચાલતો ધંધો બંધ કરી દીધો ! (૮) ઘરમાં રાત્રે પાણીનું ટીપું પણ રાખવાનું નહીં !!!
'ધર્મનો અચિંત્ય પ્રભાવ
મુંબઈના રાજનના આશ્ચર્યજનક ધર્મપ્રેમ વિષે ધ્યાનથી વાંચો. જન્મથી હાડકાનો રોગ; જાતે ઊઠી ન શકે, હાથ-પગ વાળી ન શકે. ૫.પૂ.પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના વ્યાખ્યાન સાંભળવા તેના પિતા જતા. સાથે તેને પણ મોટરમાં રોજ લઈ જાય. વ્યાખ્યાન તે ૧૦ વર્ષની લઘુ વયે પણ ધ્યાનથી સાંભળે ! સાંભળતાં સાંભળતાં જૈન ધર્મ હૈયામાં વસતો ગયો !!પૂજા, સામાયિક, ધાર્મિક અભ્યાસ, રાત્રિભોજન-ત્યાગ, વીડીયો-ગેમનો ત્યાગ, ટી. વી.નો ત્યાગ, ઉકાળેલું પાણી, ૧૪ નિયમ ૧૨ વ્રત, ભવ-આલોચના વગેરે ધર્મ ક્રમશઃ અપનાવવા માંડ્યો!!! ઘરના બધા પણ તેની ધર્મપ્રગતિ જોઈ ખૂબ ખુશ થતા.
એકવાર માંદગી ખૂબ વધી ગઈ. ડૉક્ટરે રાત્રે દવા વગેરે લેવા ખૂબ દબાણ કર્યું. છતાં તેણે ન જ લીધી ! પછી તો સ્કૂલ પણ છોડી દીધી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે હસતાં હસતાં તેનો સ્વર્ગવાસ થયો ! નાની ઉંમરે તે મર્યો તેથી તેના પપ્પા-મમ્મી વગેરેને દુઃખ થયું. છતાં તેનું સમાધિમરણ પ્રત્યક્ષ જોયું તેથી સંતોષ પામ્યાં.
હે જૈનો ! જિનવાણીનો ખૂબ પ્રભાવ છે. તમે રોજ ધ્યાનપૂર્વક સાંભળો, તમે પણ જિનશાસન, આત્મા વગેરેને ઓળખશો તો સર્વત્ર સુખ અને શાંતિ પામશો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org