Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 17
________________ - ૭ સાચી ધર્મી માતાનો પુત્ર મહાન બને અમદાવાદના વિજયનગરમાં રહેતા આગમિકની અલૌકિક આરાધના અતિ અનુમોદનીય છે. પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી આ છ વર્ષના બાળરાજાને ચૌદશના પ્રતિક્રમણમાં અતિચાર બોલતો સાંભળી ખુશખુશ થઈ ગયા. કોઈ નિષ્ણાત કિશોર ગિરદીવાળા રસ્તેથી કાર અફલાતૂન ચલાવે તેમ આ ટેણિયો એક પણ ભૂલ વિના સંઘની સમક્ષ કર્યા વિના અતિચાર બોલતો હતો!!! માત્ર પાંચ વર્ષની ખૂબ નાની વયે તો એ બે પ્રતિક્રમણ શીખી ગયેલો. આ એવો પુણ્યપનોતો છે કે એણે આજ દિન સુધી આ જન્મમાં કાચું પાણી પીધું નથી !નરમ તબિયતને કારણે રાત્રે દવા અને દૂધ તેને આપવાં પડે છે. છતાં ૨ વર્ષથી રાત્રે તેની મમ્મી બીજું કશું આપતી નથી. લગભગ અઢી વર્ષથી રોજ સામાયિક કરે છે! પાલડીનો ૭ વર્ષનો અર્પિતકુમાર વંદિતુ, નાની શાંતિ, મોટી શાંતિ પ્રતિક્રમણમાં ઘણી વાર બોલ્યો છે. હાલ અજિતશાંતિ તેની મમ્મી તેને ગોખાવે છે. પર્યુષણમાં એકાસણાં કરી ચોસઠ પ્રહરી પૌષધ કયૉ ! આ બધા સંસ્કાર માતા-પિતાના છે. તેની મમ્મીના શુભ સંસ્કારોથી બે પ્રતિક્રમણથી વધુ અભ્યાસ, નવકારશી, ચઉવિહાર વગેરે શ્રાવકના ઘણા બધા આચારોથી એણે પોતાના આત્માને શણગાર્યો છે. આ અર્પિતે જન્મ પછી ૪૦ દિવસ પછીથી ક્યારેય પૂજા છોડી નથી ! સવા વર્ષની ઉંમરથી આરંભેલો રાત્રિભોજનત્યાગ આજ સુધી ચાલુ છે ! તેને કોઈ લાખ રૂ. આપે તો પણ રાત્રિભોજન કરવા તે તૈયાર નથી ! કલાકાર પોતાના પુત્રને નાનપણથી કળા શિખવાડે તેમ તમે જૈનો તમારા પ્રાણપ્રિય લાડકવાયાઓને પારણામાંથી કેળવો તો તેનું અને તમારું નામ અને કુળ રોશન કરશે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52